વેબ સરિતા: 04/15/14
વેબ સરિતા: મારી વાંચનયાત્રા

Tuesday 15 April 2014

જુદાં છે ... - અમૃત આહિર

હાથ એ જ છે ને સ્પર્શ જુદો છે
શ્વાસ એ જ છે ને સમય જુદો છે
ગામ, ફળિયું સાથે ફૂટતી યાદોની કૂંપણો
એ જ છે યાદો ને અવસરો જુદાં છે.
નજર ને નજરની વાતો નજરોથી થતી
જગ્યા એ જ છે ને હવે ઘર જુદાં છે.
ઝુલ્ફોમાંથી ઢળતાતા યાદોના મોતી
ઝુલ્ફો એ જ છે ને હવે એના રંગ જુદાં છે.
આંખમાં સમાયેલાને શોધતી રહેતી આંખો
આંખ જુદી ને હવે એના ઇશારા જુદાં છે.
હવે ક્યાં શોધવા જશે અમૃત જીવતરનું
દેહ તો એક જ ને એના આકારો જુદાં છે.
-     - અમૃત આહિર
મ.શિ.; કે. એ ન્ડ એમ.પી.પટેલ સાર્વજનિક વિદ્યાલયા,અમરોલી-સુરત.
મો.નં.: 9909163287



Posted By: http://web-sarita.blogspot.com/ Tuesday 15 April 2014

Contact Us

Name

Email *

Message *

 

Latest post

About Us

Recent Comment

Copyright © . WebSarita. All Rights Reserved.
Designed by :-Way2themes
Powered By: © Mr. Mukesh Merai. All Rights Reserved.