જીવનમાં કયાંક ના છીપાતી
કેમ આ તરસ ?
છતાં રણને શા માટે બદનામ
કરતી આ તરસ...
વહી જતું કેવું આ બાળપણ
રમત રમતમાં જ,
ને ફરી ફરી લાગ્યા કરે
પેલું બાળપણ પામવાની તરસ...
યૌવનની વસંત આવીને લ્હેરાતી
જીવન પથમાં,
પાનખરમાં સદા સ્મરાતી
રહેતી યૌવનની તરસ...
કયારેક કોઇને સતત જોતી
રહેતી નજર,
છતાંયે કયાં કોઇ દિવસ
સંતોષાતી આ તરસ...
કયારેક જિંદગી સતત કોઇને
રહે કેમ ચાહતી,
ને એ ચાહતની ચાહતમાં
જ સમાઇ જતી તરસ...
જેનો કોઇ ઉત્તર નથી એનો
જવાબ શોધે જિંદગી,
મળે જવાબ તો એનો ઉત્તર
બની જતી આ તરસ...
જીવતરમાં રોજ જાગતી રહેતી
નવી નવી આશાઓ,
લાગ્યા કરે રોજ આશાને
આશાથી પામવાની તરસ...
તરસ... તરસ... ને સતત
વધતી જતી તરસને,
જો મળે ‘અમૃત’ તો એને પીવાની લાગી
છે મોટી તરસ... !?
- 'અમૃત' આહીર
[મ.શિ.,કે.એન્ડ એમ.પી.પટેલ સાર્વ. વિદ્યાલય , અમરોલી ]
[મ.શિ.,કે.એન્ડ એમ.પી.પટેલ સાર્વ. વિદ્યાલય , અમરોલી ]
મો.નં. 9909163287
Posted By: http://web-sarita.blogspot.com/ Sunday, 21 September 2014