उधमेन हि सिध्यन्त कार्याणि न मनोरथै ।
न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः ।।
(हितोपदेश)
કર્મમાં સફળતા ઉદ્યમ કરવાથી જ મળે છે.તરંગી વિચારો કરવાથી નહીં. સિંહ સૂતો જ રહે તો એનો શિકાર થનારાં મૃગ કાંઈ આપમેળે એના મુખમાં આવી પડતાં નથી.
સંસ્કૃત સુભાષિતમાં ઉદ્યમ(પરિશ્રમ)નો મહિમા વર્ણવ્યો છે. ઉદ્યમ/પરિશ્રમ વિના સફળતા,સિદ્ધિ પ્રાપ્ત થતી નથી.સિંહ વનનો રાજા હોવા છતાં પણ ખોરાક માટે ઉદ્યમ/ પરિશ્રમ/શ્રમ તો કરવો જ પડે.
એક કવિ કહ્યું છે કે,
“ મનના મહેરામણમાં મૌક્તિક મેળવનાર મરજીવો એટલે ઉદ્યમ/ પરિશ્રમ.”
“કમકને ઘસીએ તો તણખો તો થાય,પણ પડી રહેવા દઇએ તો ધૂણી એ ન થાય.”
“ પવનની સામે થઇને પતંગ ઊંચે ચઢે છે.”
આમ મનુષ્યે જીવનજીવવા ધરતી પર નક્કર પગ રાખી સતત પ્રયત્નશીલ રહેવું જોઇએ. ઉદ્યમ/પરિશ્રમ એ જ સિદ્ધિનું સોપાન છે.
બાઇબલમાં પણ ઉદ્યમ/પરિશ્રમ નો મહિમા વર્ણવ્યો છે.-
“ With out work you should not take food.”
ભાગવદ્ ગીતામાં પણ ઉદ્યમ/પરિશ્રમનો મહિમા વર્ણવ્યો છે
कर्मण्यवाधिकऱस्ते मा फलेषु कदाचन ।
“કર્મમાં (ઉદ્યમ/પરિશ્રમ/કામકરવાનો જ તારો અધિકાર છે. ફળ વિશે તે કદી નહીં.”સુવર્ણ અક્ષરોમાં લખાયેલું વાંચીએ તો ….
“ જ્ઞાન એ જ શકિત” – પ્રાચીનયુગનું
“બળિયાના બે ભાગ”,મારે તેની તલવાર” –મધ્યયુગનું
“પૈસો એ જ પરમેશ્વર” – આધુનિકયુગનું પેરકબળ રહ્યું છે.
પણ વિશ્વવિગ્રહો પછી અનેક વિપરિત પરિસ્થિતિઓને કારણે માનવજીવનમાં એક નવા પ્રેરકબળને જન્મ આપ્યો અને તે છે, – ”શ્રમ”, ”શ્રમ એ જ શકિત”
“પરિશ્રમ એ જ પારસમણિ”- સૂત્ર પ્રચલિત બન્યું.
“ સિદ્ધિ તેને જઇ વરે જે પરસેવે ન્હાય ”
“ પરિશ્રમ વિના પ્રારબ્ધ પાંગળું છે ”
આ પંકિતઓનો અર્થ-વિસ્તાર લખતાં વિદ્યાર્થીઓ પોતાની જાતને શ્રમનું ગૌરવ સમજી હાંસે….. હાંસે …. પંક્તિને સમજાવે છે.શ્રમ પ્રત્યેની પોતાની સમજ/સૂજ/ આવડતનું શબ્દોમાં પ્રદર્શન કરે છે.
વિદેશોમાં શ્રમની બાબતે આપણા દેશ કરતાં જૂદી જ પરિસ્થિતિ છે. વિદેશમાં ઉદ્યમ/પરિશ્રમ/કામનું ગૌરવ કરવામાં આવે છે. પ્રત્યેક વ્યક્તિ ભલેને શિક્ષિત હોય તો પણ પોતાનું કામ જાતે જ કરી લે છે. આપણા દેશના યુવાનો પરદેશમાં જઇને ઉદ્યમ/પરિશ્રમ/શ્રમ કરવામાં શરમાતા નથી. સ્વદેશની મુલાકાતે આવે ત્યારે ઘરનું કે બહારનું કામ કરતાં સંકોચ અનુભવે છે.
જગતમાં ધર્મોએ,ધર્મગુરુઓએ, સંતો ,મહાનપુરુષોએ, શ્રમનો મહિમા મુકત કંઠે ગાયો છે અને વર્ણવ્યો છે. હિન્દુધર્મની ભાગવદ્ ગીતમાં,મસ્લિમધર્મના કુરાનમાં અને ખ્રિસ્તીધર્મના બાઇબલમાં –
“ પરિશ્રમ એ જ પારસમણિ ”ને પ્રાધાન્ય આપ્યું છે.
મહાત્મા ગાંધી,સરદાર વલ્લભભાઈ,વિનોબાભાવે.પૂજ્ય રવિશંકર મહારાજ અને બબલદાસ મહેતા એઉદ્યમ/પરિશ્રમ/કામમાં કેટલી તાકાત છે,તે પોતાના શ્રમ થકી ઉદાહરણ પુરા પાડયા છે. બબલદાસ મહેતાએ પછાત એવા મેસરા ગામને ઈતિહાસના પાના ઉપર મુકયું. પૂજ્ય રવિશંકર મહારાજ દેશના અનેક લોકોના જીવનમાં બદલાવ લાવ્યા.
ઉદ્યમ/પરિશ્રમ/કામ/શ્રમ – વ્યકિતનું અને દેશનું સ્વરૂપ/રૂપ બદલી શકે છે !
બીજા વિશ્વયુદ્ધ પછીનું અને હાલનું જાપાન એ શ્રમનું પરિણામ છે.
શ્રમ થી તન-મન તંદુરસ્ત રહે છે,સાથેસાથે ધન પણ તંદુરસ્ત રહે છે,
મનુષ્ય સ્વાલંબી જીવન જીવી શકે છે.
દેશની દરેક વ્યકિતએ ઉપરોકત ઉકિતને જીવનમાં ઉતારે તો પોતાનું અને રાષ્ટ્રનું અર્થતંત્રમાં ચોકકસ બદલાવ આવે…આવે … અને આવે જ.
કઠોર/સખત ઉદ્યમ/પરિશ્રમ/કામ/શ્રમનો કોઇ વિકલ્પ નથી.
[http://gnansarita.wordpress.com/ માંથી સાભાર]
Posted By: http://web-sarita.blogspot.com/ Saturday, 26 July 2014