માતૃપ્રેમ - ભીખાભાઇ પટેલ વેબ સરિતા વેબ સરિતા: માતૃપ્રેમ - ભીખાભાઇ પટેલ
વેબ સરિતા: મારી વાંચનયાત્રા

Saturday, 26 July 2014

માતૃપ્રેમ - ભીખાભાઇ પટેલ



મ-૨

મા તે મા

વાત્સલ્યમૂર્તિ જનની

જનનીની જોડ સખી નહિ જડે રે લોલ !

અર્પી દઉં સો જન્મ એવડું મા ! તુજ લેણું !

મારી બા

ઈશ્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે ! 

અનન્વય અલંકારમાં કહીએ તો

   વાત્સલ્યની મૂર્તિ એટલે મા, મા એટલે વાત્સલ્યની મૂર્તિ .

 એના જેવી વ્યકિત આ જગતમાં કયાંય મળે એમ નથી ! માતાનો જોટો જડવો મુશકેલ છે. ખુદ ઈશ્વર પણ એની જોડે બેસી શકે તેવો નથી !

    જગતમાં સર્વપ્રથમ અને બાળકના મુખમાંથી નિકળતો પ્રથમ જો શબ્દ હોય તો તે મા ’ ,‘ બા છે.

         કવિઓએ માતૃપ્રેમનો મહિમા મુકતકંઠે ગાયો અને બિરદાવ્યો છે. કવિ બોટાદકરે  પોતાની કવિતામાં કહ્યું છે કે,

જનનીની જોડ સખી નહિ જડે રે લોલ !

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ,

એથી મીઠી તે મોરી માત રે……. જનનીની જોડ

     બાળકને જન્મ આપનાર અને એનું લાલનપાલન કરી જીવનનું સુયોગ્ય ઘડતર કરનારમાતાની મૂલ્યવાન સેવાનો બદલો કોનાથી વાળી શકાય એમ છે ? બાળક ઉદરમાં હોય ત્યારથી માંડીને એ મોટું ને સમજણું થાય ત્યાં સુધીમાં, અનેક કષ્ટો વેઠનાર અને પોતાના શરીર-સુખના ભોગે પોતાના બાળકની માવજત કરનાર

માતાને જો ઈશ્વરે પેદા  જ ના કરી હોય તો આપણું શું થાત ?  સાચે જ, જગતમાં સૌ સગાસ્નેહીજનો વચ્ચે માતાની ત્યાગનીમૂર્તિ, બલિદાનનીમૂર્તિ,સૌજન્યનીમૂર્તિ અને પ્રેમ/ત્યાગનીમૂર્તિ પૂનમના ચાંદ જેવી ઝળહળે છે.

     કવિ પ્રેમાનંદે સાચુ જ કહ્યું છે કે,

ગોળ વિના મોળો કંસાર,માતા વિના સૂનો સંસાર.

એ પંક્તિ સાર્થક કરતી માતા સંતાનની માત્ર જન્મદાત્રી જ નથી, એમનું જીવની પેઠે જતન  કરનારી જનેતા ને સંસ્કારધાત્રી પણ છે. માતા એ સંતાનના જીવન અજવાળાનો અવતાર પણછે.માટે એમ પણ કહેવાયું છે કે 

 ઘોડે ચડતો બાપ મરજો પણ દરણાં દરતી મા ન મરજો.

             આખા જગતનો આધાર માતાની આગળી છે.એની આંગળીમાં કવિ હરીન્દ્ર દવે કહે છે  તેમ અભય છે. સામે વાઘ આવીને ઊભો હોય પણ દીકરાએ જો માની આંગળી ઝાલી હશે તો  એને બીક નહી લાગે ! એની આંગળી નિર્ભય છે.

મ-૪      મ-૫         માશબ્દ જ મમતાથી ભરેલો છે. પશુ હોય કે પક્ષી હોય માતાનો પ્રેમ એનાપોતાનાં બચ્ચાં માટે અપાર હશે, ગાય પોતાના વાછરડાંને, કૂતરી પોતાનાં ગલૂડિયાંને. ચકલી પોતાનાં બચ્ચાંને,વાદરી પોતાનાં બચ્ચાને પ્રેમસ્નેહ કરતાં થાકતી નથી.કેવાં સાચવે છે,ચાટે છે અને ખવડાવે છે. અબોલા પ્રાણીમાં જો આટલી માયા ને લાગણી હોય તો માનવ-માતાની તો વાતા જ શી કરવી ?

મા તે માબીજા બધા વગડાના વા.

     જગતમાં દરેક મહાન પુરુષોના જીવન ઘડતરમાં તેમની માતાનો ફાળો અનન્ય અને અનમોલ રહ્યો છે. તે બાળકની પ્રેરણાદાત્રીની છે. નેપોલિયન જેવાને કહેવું પડેલું કે,

એકમાતા એ સૌ શિક્ષકની ગરજ સારે છે.

માતા સંતાનના ચારિત્ર્યનું ઘડતર કરે છે,તે થકી  સમાજનું અને રાષ્ટ્રનું ઘડતર થાય છે.

જે કર ઝૂલાવે પારણું, તે જગ પર શાસન કરે

   વનરાજને ગુણસુંદરીએ,સિદ્ધરાજને મિનલદેવીએ,શિવાજીને જીજીબાઇએ, સરદાર વલ્લભભાઇને લાડબાએ અને ગાંધીજીને પૂતળીબાઇ એ જે સંસ્કારનું સિંચન કર્યું  છે તે કોઇથી  અજાણ્યું નથી ! 


  મ-૩ દુઃખો વેઠીને,પેટે પાટાબાંધીને,પોતાનાં જીવનનું જતન કરીને,રાત-દિવસપુત્રના  હિત અને કલ્યાણનો જ વિચાર કરનારી માતાને ઘડપણમાં જો પુત્ર તરફથી પ્રેમને બદલે    તિરસ્કાર,સહારાને બદલે અપમાન. અને મદદને બદલે કુવચનો સાંભળવા મળે તો એ પુત્રને  પુત્ર કહેવો કે પથ્થર ?

                છતાં માતાના મુખમાંથી સંતાન માટે ખમ્મા મારા દિકરા એ વેણ સરી જ પડે.   કવિએ કહ્યું છે કે,

છોરું કછોરું થાય પણ માતા કુમાતા ન થાય.

ધન્ય છે મા તને !

અર્પી દઉં સો જન્મ એવડું મા,તું જ લહેણું

- કવિ મલબારી

માતાના ઋણને ચૂકવવા જન્મો ના જન્મો જતાં રહે તો પણ આપણે તેને પૂર્ણ કરી શકવાના નથીનથી….ને….નથી.

માતાના ચરણ તળે જ સ્વર્ગ છે કુરાનમાં કહ્યું છે.

 માતૃપ્રેમ પર અનેક નામિ-અનામિ કવિઓ અને લેખકોની ઉક્તિઓ સાહિત્યમાં લખાઇ છે.

(૧) માતાએ માતૃવાત્સલ્યની મીઠી વીરડી છે.

(૨) માતાએ બાળકના જીવનનું સર્વોત્તમ અમી છે.

(૩) માતાએ મમતાની અને ત્યાગની મૂર્તિ ,સહાનૂભુતિની દેવી છે.

(૪) ભૂલો ભલે બીજૂ બધુ માબાપને ભૂલશો નહી.

(૫) એક ત્રજવામાં માને બેસાડો બીજા ત્રાજવામાં આખી દુનીયાને મૂકો છતાં માનું પલ્લુ નમતુ રહે છે.

(૬) ભાઇ મરે ભવ હારી એ,બેની મરે દશ જાય.

(૭) જેના નાનપણમાં મવતર મરે એના ચારે દિશાના વાયરા વાય.

(૮) તુ કિતની અચ્છી હૈ.. તુ કિતની ભોલી હૈ..  ઓ મા..મા તું ભગવાનથી ઉપર છે.

(૯)  મા તારું  મેઝીક સૌથી અલગ છે.

(૧૦) પ્રેમની ગંગા આસું બની આંખમાંથી  ટપકે છે;તો કયારેક ધાવણ બનીને માતાનાં હૃદયમાંથી ટપકે છે.

(૧૧) જનનીના હૈયામાં પોઢતાં પોઢતાં પીધો કસુંબીનો રંગ.

(૧૨) જનની જન્મભૂમિ ચ સ્વર્ગાદપિ ગિયસે .

(૧૩) હેન્ડ ધેટ રોક ધ ફેટલ રૂરલ ધવલ.

(૧૪) જેકર ઝૂલાવે પારણું તે જગ પર શાસન કરે.

(૧૫) મધર ઇઝ નેક્ષટ ગોડ (માતાએ બીજો ભગવાન છે. )   

[http://gnansarita.wordpress.com/ માંથી સાભાર]

            




Like the Post? Share with your Friends:-

0 comments:

POST A COMMENT

Contact Us

Name

Email *

Message *

 

Latest post

About Us

Recent Comment

Copyright © . WebSarita. All Rights Reserved.
Designed by :-Way2themes
Powered By: © Mr. Mukesh Merai. All Rights Reserved.