આજનો માનવી બસ પોતાનો જ સ્વાર્થ જોવે છે,પોતાનો જ વિચાર કરે છે,પોતાના જ પરિવારનુ વિચારે છે પણ રાષ્ટ્રનુ કદી વિચારતો નથી. દરેકને પોતાની જરૂરિયાત પૂરી કરવી છે, પણ રાષ્ટ્રની પ્રગતિ નહિ. રાષ્ટ્ર ભાવના રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી સુધી જ સીમિત છે પણ રાષ્ટ્રીયતા માટે નહિ. પોતાની સમસ્યાઓ દૂર કરવા સૌ કોઈ ચિંતાતુર છે પણ રાષ્ટ્રની સમસ્યાઓ દૂર કરવામા કોઈને પણ રસ નથી. બસ આપણે આપણો જ વિચાર કરવાનો. દેશનુ જે થવાનુ હોય તે થાય. બિનસાંપ્રદાયિકતાની ફકત વાતો જ થાય છે. એની મૂળ ભાવનાને કોઈ જ સમજતુ નથી. દરેક ધર્મો ને પોતપોતાનુ વર્તુળ મોટુ કરવુ છે પણ કેટલાક ધર્મો દ્વારા કોમી એખલાસની ભાવનાનુ વાતાવરણ ડહોળવુ છે. 'ધ કાશ્મીર ફાઇલ' ફિલ્મ અને મૂળ કાશ્મીરી લોકોના આ મૂવી વિશેના અને જે ઘટના ભૂતકાળમા ઘટી એ વિશે ન્યૂઝ ચેનલો દ્વારા ભારતીય સમાજને તેની ભયાનકતા અને સચ્ચાઈ આટલા વર્ષો પછી જાણવા મળી એ સંવેદનાને સમજવા અનુભવવા જેટલી માનસિકતાના બદલે એમા રાજકારણ અને જુદા જુદા ધર્મો એને જુદી રીતે મૂલવવા તથા પોતાનો કક્કો જ સાચો પાડવા હવાતિયા મારતા હોઈ એવુ વાતાવરણ સર્જવામા આવ્યુ. રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય ભાવનાનુ ચીરહરણ થયુ હોય એવુ લાગ્યુ. ચોક્કસ સમાજના લોકો આપણા જ દેશમા એનો ભોગ બન્યા. જાણે એના ન્યાયની વાતો એક સમાચાર જ બની ગય આટલા વર્ષો પછી પણ....
અંતમા કોમી એકતા ત્યારે જ સંભવશે જયારે બધાજ ધર્મના લોકો એકબીજાના ધર્મનો આદર કરશે. અને ભારતીય હોવાનો સાચો ધર્મ પાળશે. જુદા જુદા ધર્મોમા જે રીતે અઠવાડિયે એક વખત સભા યોજવામા આવે છે તેવી રીતે ભારતના દરેક રાજ્યમા ,શહેરોમા અને ગામડાઓમા જે ધર્મગુરુઓ હોય એની એક સભા થવી જોઈએ અને દેશની પ્રગતિમા આપણી શુ ભૂમિકા હોય એ નકકી કરી કોમી એકતાનુ વાતાવરણ જળવાઈ રહે એની સંપૂર્ણ જવાબદારી જે તે ધર્મના વડાઓ એ નિભાવવી જોઇએ. તો જ ગૌરવવંતા ભારતનુ ગૌરવ અને 'વિશ્વ એક કુટુંબ છે.' એ ભાવના સાચા અર્થમા જળવાશે. હુ શોધુ છુ એ લોકો ને જેમા 'રાષ્ટ્ર ભાવના' ભારોભાર ભરેલી હતી...
જય હિન્દ🙏
- મુકેશ બળવંતરાય મેરાઈ , સુરત
Published by Gujarat Mitra : Charachapatra on dt. 03/04/2022
0 comments:
POST A COMMENT