"બહિષ્કાર શા માટે ?" વેબ સરિતા વેબ સરિતા: "બહિષ્કાર શા માટે ?"
વેબ સરિતા: મારી વાંચનયાત્રા

Tuesday, 12 April 2022

"બહિષ્કાર શા માટે ?"

 ભેદભાવ ને કારણે બહિષ્કાર જન્મે છે. વિચાર આવે કે  ભેદભાવ શાનો ? સરકારની વખતોવખતની નીતિના કારણે કર્મચારીઓને મળતા લાભો આપવામાં વિલંબ કરવો કે  ન આપવા તથા 'સમાન કામ સમાન વેતન ' ની નીતિમાં ભેદભાવ કરવો. જ્યારે જ્યારે સરકાર દ્વારા કર્મચારીઓને જે લાભો મળવા પાત્ર થતા હોય તે આપવામાં ન આવે ત્યારે ભેદભાવની પરિસ્થિતિ સર્જાય છે. એના પરિણામ સ્વરૂપ કોઈપણ સંસ્થાના કર્મચારીઓ સામૂહિક રીતે પોતાની કામગીરીનો બહિષ્કાર કરવા મજબૂર થાય છે. બહિષ્કાર એ અંતિમ પગથિયું છે. તે પહેલાં બીજા ત્રણ પગથિયાં આવે છે જેમ કે  મુલાકાત કરવી, ચર્ચા કરવી, સમાધાન કરી આશ્વાસન આપવું. જ્યારે આ ત્રણેય પગથિયાં નિષ્ફળ જાય છે ત્યારે અંતિમ પગથિયું બહિષ્કારનું જન્મે છે. બહિષ્કારનાં પરિણામ  સ્વરૂપે હળતાલનો જન્મ થાય છે, જેમ કે બેંકમાં ત્રણ કે ચાર દિવસ હળતાલ છે, સરકારી ક્મચારીઓ હળતાલ પર છે કે શિક્ષકોએ પોતાની કામગીરીનો બહિષ્કાર કર્યો વગેરે વગેરે... વિચાર આવે આવું શા માટે ? કર્મચારીઓ દ્વારા ભરવામાં આવતું આ અંતિમ પગથિયું હોઇ છે. અગાઉ ત્રણ પગથિયાં જો સરકારે ધ્યાનમાં લઈ સમયમર્યાદામાં કર્મચારીઓની માંગણી કે મળવા પાત્ર લાભો આપ્યા હોય તો આવી પરિસ્થિતિનો ઉદ્દભવ જ ન થાત. સુમેળભર્યું વાતાવરણ જળવાઈ રહે. પ્રત્યેક કર્મચારી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે એ ખૂબ જરૂરી છે અને સરકારે પણ કર્મચારીઓના હકો પ્રત્યે સજાગ રહેવાની જરૂર છે. કર્મચારીઓની કામગીરી દ્વારા જ સરકારના કાર્યોની પ્રશંસા થતી હોય છે. અંતમાં આપણે સૌ કર્મયોગી છીએ ...

- મુકેશ મેરાઈ   , અડાજણ

Published by Gujarat Mitra : Charachapatra  on dt. 08/04/2022

Like the Post? Share with your Friends:-

0 comments:

POST A COMMENT

Contact Us

Name

Email *

Message *

 

Latest post

About Us

Recent Comment

Copyright © . WebSarita. All Rights Reserved.
Designed by :-Way2themes
Powered By: © Mr. Mukesh Merai. All Rights Reserved.