લાઇફમાં એપ્લાય કરવા જેવું વેબ સરિતા વેબ સરિતા: લાઇફમાં એપ્લાય કરવા જેવું
વેબ સરિતા: મારી વાંચનયાત્રા

Sunday, 13 April 2014

લાઇફમાં એપ્લાય કરવા જેવું

Image result for money in life pix
એક કોલેજમાં વિદ્યાર્થીઓ માટે સમુહ ચર્ચા ( ગ્રુપ ડીસકશન )ની સ્પર્ધા રાખવામાં આવી હતી. સ્પર્ધામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને બે ગ્રુપમાં વહેંચવામાં આવ્યા હતા. સમુહ ચર્ચાનો વિષય હતો " જીવનમાં નાણાનું મહત્વ " . એક ગ્રુપના સભ્યો વિષયની તરફેણમાં પોતાની દલીલો રજુ કરતા હતા તો બીજા ગ્રુપના સભ્યો વિષયની વિરુધ્ધમાં ધારદાર દલીલો કરતા હતા.
તરફેણ કરનારા ગ્રુપના સભ્યોએ પોતાની દલીલોમાં કહ્યુ , " નાણું એ તો આ જગતનું ચાલક બળ છે. ' નાણા વગરનો નાથીયો અને નાણે નાથાલાલ ' આ કહેવત કંઇ એમ જ નહી પડી હોય ? આ દુનિયામાં તમારી પાસે નાણું હોય તો બધા તમારા અને જો નાણું ના હોય બધા પારકા. માટે દિવસ-રાત મહેનત કરીને જેટલું નાણું ભેગુ થાય એટલું કરી લેવું."
વિષયની વિરુધ્ધમાં બોલનારા ગ્રુપે પોતાની દલીલો કરતા કહ્યુ , " તમારી પાસે નાણું હોય તો જ જીવી શકાય એવુ નથી. નરસિંહ મહેતા ક્યાં કરોડપતિ હતા અને છતાય સારી રીતે જીવ્યા અને આજે લોકો એને યાદ પણ કરે છે. જેની પાસે પુષ્કળ નાણું હોય એવા કેટલાય લોકો રાત્રે સુઇ પણ શકતા નથી. માટે નાણું નકામું છે. જરુર નાણાની નહી, સમજણની છે."
આ સમુહચર્ચાનું સમાપન પ્રવચન આપતા એક વિદ્વાન શિક્ષકે કહ્યુ , " બંને ગ્રુપના મિત્રોએ ખુબ સુંદર રજુઆતો કરી.બંને ગ્રુપ પોતપોતાની રીતે સાચા છે પણ એ અર્ધસત્ય છે. પૂર્ણ સત્ય એ છે કે આપણી આવક આપણા પગરખા જેવી છે. જો ટુંકી હોય તો ડંખ્યા કરે અને વધુ મોટી હોય તો ગડથોલીયું ખવડાવી દે. "
મિત્રો , ઓછી આવકથી ઘર ચલાવવામાં બહુ જ મુશ્કેલી પડે એ તો જેની ઓછી આવક હોય એને જ સમજાય માત્ર પ્રવચન કરનારાને એ ખબર ન પડે. અને વધુ આવક હોય તો અહંકારને કારણે ગડથોલીયુ ખાધા વગર ન રહે. માટે માપસરની આવક હોય તો સમતોલ જીવન જીવી શકાય.
[સાભાર  facebook.com  મારી નજરે]
Like the Post? Share with your Friends:-

0 comments:

POST A COMMENT

Contact Us

Name

Email *

Message *

 

Latest post

About Us

Recent Comment

Copyright © . WebSarita. All Rights Reserved.
Designed by :-Way2themes
Powered By: © Mr. Mukesh Merai. All Rights Reserved.