સેક્સ વિશે પ્રાથમિક જાણકારી … (ભાગ.. ૩) - ડો.ઝરણા દોશી વેબ સરિતા વેબ સરિતા: સેક્સ વિશે પ્રાથમિક જાણકારી … (ભાગ.. ૩) - ડો.ઝરણા દોશી
વેબ સરિતા: મારી વાંચનયાત્રા

Monday, 21 April 2014

સેક્સ વિશે પ્રાથમિક જાણકારી … (ભાગ.. ૩) - ડો.ઝરણા દોશી




સેક્સ એજ્યૂકેશન …. સેક્સ વિશે /અંગેની પ્રાથમિક જાણકારી …

ડૉ. ઝરણાબેન દ્વારા સેક્સ એજ્યુકેશન અંગે માર્ગદર્શન અને પ્રાથમિક જાણકારી નિયમિત આપણને બ્લોગ પર આપવામાં આવે છે,  આપના રિસ્પોન્સ ને ધ્યાનમાં લઇ  આપણે  સેક્સ બાબતે જરૂરી અને પાયાનું મહત્વનું જ્ઞાન ડૉ.ઝરણાબેન  દ્વારા  ભાગ..૧ અને ૨માં  મેળવવા કોશિશ કરેલ. આ  શ્રેણીને  આગળ વધારવા જઈ રહ્યા છીએ. આપ સર્વેને વિંનતી કે  સેક્સ એજ્યુકેશન – શ્રેણી અંગે આપના તરફથી કોઇજ સૂચન કે માર્ગદર્શન  હોય તો વિના સંકોચ પ્રતિભાવ  અમારા ઈ મેઈલ આઈ ડી પર લખી જણાવશો, જે અંગે અમો પૂરતું ધ્યાન રાખીશું… 

સેક્સ એજ્યુકેશન વિશેની જાણકારી  દ્વારા તમારા  મનની અંદર ઉદભવતા પ્રશ્નો તેમજ પરિવારમાં યુવા વયમાં પ્રવેશતા બાળકોની જીજ્ઞાશા અને કુતૂહલtતા ને સંતોષકારક રીતે સ્પષ્ટતા કરી શકીએ કે અને જવાબ આપી શકીએ તેવી અમારી નમ્ર કોશિશ આ શ્રેણી દ્વારા રહેલી છે

‘સંબંધ જો સમજાય તો સમજાય જીવન આખું,
ને જો ના સમજાય તો ક્યાંક ને ક્યાંક રહી જાય બાખું.’ 

આ જગતમાં કઈ કેટલાયે સંબંધો શરુ થાય, સંબંધો પુરા થાય પરંતુ એક અતુટ સંબંધ છે જે વર્ષોથી વખાણવામાં આવ્યો છે અને આવકારવામા આવ્યો છે, તે છે પ્રેમ સાથે કરેલું સેક્સ.  દરેક પુરુષ અથવા સ્ત્રીને પોતાને ક્યાંક ને ક્યાંક સ્ત્રી પ્રત્યે અથવા પુરુષ પ્રત્યે ઉમર પ્રમાણે અને પસંદ પ્રમાણે આકર્ષણ અને આસક્તિ થતા હોય છે, સંબંધ રચાતા હોય છે.  હવે તે પોતે જ નક્કી કરે કે આ સંબંધ ને આગળ ક્યાં સુધી લઇ જવા છે?  જો ખરેખર તમે તમારા સંબંધોને આગળ લઇ જવા માંગો છો તો હું અહી મહત્વની રજૂઆત કરવાની ઈચ્છા રાખું છુ કારણકે જયારે સેક્સ ની વાત આવે છે તો રક્ષામાર્ગ ની સાથે અમુક બીજી પણ જાણવા જેવી વાતોને અહી મૂકી રહી છુ.
૧.]  સેક્સ ની વાતચીત:  અહી એવી બીભત્સ વાતોને સ્થાન નથી આપવામાં આવ્યું. જો તમે સંભોગ ની એકબીજા સાથે તૈયારી કરી રહ્યા હો તો પ્રથમ તમારા સાથી સાથે અમુક મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવાની જરૂર છે.  જેમ કે અગાઉ તમારા કોઈ સાથી સાથે સેક્સ માણ્યું છે ?  તમને સેક્સ ને લઈને કોઈ આરોગ્યને હાનિ પહોચી છે ?  જો હા કહે છે તો કયારે ?  આ પ્રમાણે બંને દ્વારા ખુલ્લા દિલે એકબીજા સાથે જૂની વાતોને સમજણશક્તિ થકી ખુલાસા કરી દેવામાં આવે, તો એ જરૂરી છે કે બંને પોતાના રહસ્યોને ખુલ્લા કરી દે.

૨.]   કોન્ડોમ :  તમારે અનુભવ હોય કે તમે પહેલી વાર સંભોગમાં ઉતરતા હોવ, પરંતુ કોન્ડોમ એ તમારા માટે એક સારામાં સારું રક્ષાકવચ છે.  તે ગર્ભ ધારણ કરતા અટકાવે છે ઉપરાંત સેક્સ ને લગતા તમામ ચેપી રોગોથી પણ રક્ષણ આપાવે છે.  જેવા કે એઇડ્સ અથવા ઇન્ફેકશન. એ પણ ધ્યાન મા રાખવું કે એક કોન્ડોમ એક વાર જ વાપરી શકાય. અને કોન્ડોમ પહેરતી વખતે એ ધ્યાન રાખવું કે ફક્ત એક જ કોન્ડોમ પહેરવું જોઈએ.

૩.]   સ્નિગ્ધ કોન્ડોમ:   સંભોગ સમયે હમેશા એ ધ્યાન રાખવું જોઈએ કે કોન્ડોમ ની ખાસિયત કેવી છે, સુંવાળા અને સ્નિગ્ધ કોન્ડોમ ને વાપરવા હિતાવહ છે.  જેનાથી વચે જ તૂટી જવાનો ડર પણ નહીવત હોય છે અને વાપરવામાં પણ સુવિધાપૂર્ણ હોય છે.  આપણા સાથી માટે આ વાતને તમે ખાસ ધ્યાનમાં રાખશો.

૪.]  એક જ જીવનસાથી:  એક વાત ખાસ ધ્યાન મા રાખવી જોઈએ કે અગર તમે કોઈ એવી વ્યક્તિ સાથે સંભોગ કરી રહ્યા છો જેમને આગાઉ ઘણા બધા સાથે સેક્સ માણ્યું છે તો તમને પણ કોઈ પણ પ્રકારના સેક્સ ને લગતા ચેપી રોગોની તકલીફ આવી શકે એવી સંભાવના છે.  તો એ વાત ધ્યાન મા રાખવી જોઈએ કે તમે સેક્સ માટે એક જ સાથી ને પસંદ કરો છો.

૫.]  ફરજીયાત:   કોન્ડોમ ની આવશ્યકતા ત્યારે પણ છે કે જો તમારું જીવનસાથી જ છે અને તમે ફક્ત એની સાથે જ તમે સેક્સ માણો છો.

૬.]  નશીલા પદાર્થો:   દારૂ કે ચરસ કે ગાંજા નો  ઊપયોગ ના જ કરવો જોઈએ, કદાચ  કોઈ કરતુ હોય તો તે સમયે સાથે સાથે સેક્સ માણવાનો નિર્ણય ખરેખર અયોગ્ય જ છે.  અથવા સેક્સ માણતી વખતે આવા પ્રકારના નશીલા પદાર્થો ને દુર જ રાખવાની જરૂર છે.

૭.]  મુખ મૈથુન:  મુખ મૈથુન સમયે જે સ્નિગ્ધ નથી એવા સાદા કોન્ડોમની આવશ્યકતા તો છે જ, મોઢામાં પહેલા જ રાખી દેવું જોઈએ.

૮.]  વધારાના કોન્ડોમ :  જયારે પણ તમે તમારી હનીમુન યાત્રા નો આરંભ કરો છો અથવા જયારે પણ તમે સેક્સ માણવાના મુડમા છો ત્યારે તમારે વધારે કોન્ડોમ રાખવા જરૂરી છે, કેમ કે ક્યારેક કોન્ડોમ મા કોઈ ખામી હોય અથવા કોઈ કોન્ડોમ વાપરતા, પહેરતા વખતે જ તૂટી જાય કે ફાટી જાય.

૯.]  તપાસણી:  તમને કદાચ આવો અનુભવ થયો હોય કે ના થયો હોય પરંતુ કોન્ડોમ વાપર્યા પછી એક વાર એમાં પાણી ભરીને તપાસ કરી લેવું કે કોન્ડોમ ફાટ્યું તો નથી ને ?  આ એક સારામાં સારી આદત છે.

૧૦.]  અનિચ્છા જાહેર કરો:  જો તમારે ખરેખર સેક્સ ના કરવું હોય તો તમારા પ્રિય જીવનસાથીને તમારા દિલની વાતને ખુલાસો કરીને કહો કે આજે તમે એવા મૂડમા નથી.  બંનેની હામી (મરજી) થકી જ સેક્સ માણવાની મજા ખુબ જ યાદગાર રહેશે.

સાભાર : લેખક : ડો.ઝરણા દોશી … (મુંબઈ)

[‘દાદીમા ની પોટલી’ http://das.desais.net માંથી સાભાર]


સેક્સ – જાતીયતા અંગેની પ્રાથમિક જાણકારી અને તેમાં ઉદભવતી સમસ્યાના નિવારણ અંગેની પ્રાથમિક માહિતી સાથે માર્ગદર્શન ડૉ. ઝરણાબેન દ્વારા આજની પોસ્ટમાં આપવાની નમ્ર કોશિશ અનેક મર્યાદાઓ ને ધ્યાનમાં રાખી કરવામાં અહીં આવેલ છે, આશા રાખીએ છીએ કે ડો.ઝરણાબેન નો આ નમ્ર પ્રયાસ આપને પસંદ આવ્યો હશે ? આપની કોઈ અંગત સમસ્યા હોય તો પણ ડો.ઝરણાબેન ને ndr.zarana@gmail.com અથવા ‘દાદીમા ની પોટલી’ નાં ઈ મેઈલ આઈડી. dadimanipotli@gmail.com પર જણાવવા વિનંતી. આપની સમસ્યાનું યોગ્ય માર્ગદર્શન ડૉ.ઝરણાબેન દ્વારા ડાયરેક્ટ મોકલી આપવામાં આવશે અને આપની માહિતીની અંગતતા ની ખાસ કાળજી લેવામાં આવશે.

Like the Post? Share with your Friends:-

0 comments:

POST A COMMENT

Contact Us

Name

Email *

Message *

 

Latest post

About Us

Recent Comment

Copyright © . WebSarita. All Rights Reserved.
Designed by :-Way2themes
Powered By: © Mr. Mukesh Merai. All Rights Reserved.