જે કાર્યો કરવાથી વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રને નુકશાન થાય તે 'ભ્રષ્ટાચાર'. કોઈપણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં ભ્રષ્ટાચાર ન હોય. ભ્રષ્ટાચાર એ રાષ્ટ્ર વ્યાપી 'કેન્સર' છે. લોકો આજે ભ્રષ્ટાચારને જ શિષ્ટાચાર માને છે. આપણે આજસુધી ભ્રષ્ટાચારને રૂપિયાના અનૈતિક વ્યવહાર તરીકે જ જોતા આવ્યા છે. પરંતું આપણા જીવનમાં ભ્રષ્ટાચારનું કેન્સર એટલી હદે ફેલાયું છે કે સંબંધો પણ એમાંથી બાકાત નથી. પરિવારમાં ભ્રષ્ટાચાર એટલો સામાન્ય બનતો જાય છે કે વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે પારિવારિક સંબંધોને નુકશાન પહોંચાડતા પણ ડરતો નથી. 'ઘરડાઘર' એનું જીવંત દ્રષ્ટાંત છે. આજે મિત્રતા પણ જરૂરિયાતના સંબંધ પર ટકેલી છે. જેવી જેની જેટલી જરૂરિયાત એ મુજબ સંબંધો ગાઢ. જેવી જરૂરિયાત પૂરી એટલે સંબંધોમાં અંતર વધતું જાય છે. સંબંધોમાં ભ્રષ્ટાચારે પ્રેમ - આત્મીયતા વગરના લાગણીહીન માનવનું સર્જન કર્યું. માનવી છે પણ ભ્રષ્ટાચારનાં લીધે માનવતા ઓછી થતી જાય છે. સંબંધોમાં ભ્રષ્ટાચારનું મૂળ કારણ મારી દ્રષ્ટિએ પારિવારિક 'મૂલ્યો' નો અભાવ છે.
Posted By: http://web-sarita.blogspot.com/ Wednesday, 13 April 2022