હાથ એ જ છે ને સ્પર્શ જુદો છે
શ્વાસ એ જ છે ને સમય જુદો છે
ગામ, ફળિયું સાથે
ફૂટતી યાદોની કૂંપણો
એ જ છે યાદો ને અવસરો જુદાં છે.
નજર ને નજરની વાતો નજરોથી થતી
જગ્યા એ જ છે ને હવે ઘર જુદાં છે.
ઝુલ્ફોમાંથી ઢળતા’તા યાદોના મોતી
ઝુલ્ફો એ જ છે ને હવે એના રંગ જુદાં છે.
આંખમાં સમાયેલાને શોધતી રહેતી આંખો
આંખ જુદી ને હવે એના ઇશારા જુદાં છે.
હવે ક્યાં શોધવા જશે ‘અમૃત’ જીવતરનું
દેહ
તો એક જ ને એના આકારો જુદાં છે.
- - અમૃત આહિર
મ.શિ.; કે. એ ન્ડ એમ.પી.પટેલ સાર્વજનિક વિદ્યાલયા,અમરોલી-સુરત.
મો.નં.: 9909163287
Like the Post? Share with your Friends:-
0 comments:
POST A COMMENT