ગુરુ નો ખરો અર્થ તો ગુરુ જેવો રહ્યો નથી આજકાલ પણ છતાંય, જેમની પાસે થી
હું કૈક પણ શીખ્યો – એવા મારા શાળા ના અમુક શિક્ષક, કોલેજ ના અમુક શિક્ષક,
અમુક મિત્રો, અને બીજા ઘણા બધા લોકો જેમની પાસે થી અલગ રીત ની પ્રેરણા
મળી,
એ બધા ને ગુરૂપૂર્ણિમા ના દિવસે નમન કરું છું !!!
મારા ગુરુ બહુ બધા છે કારણ કે મને લોકો પાસે થી કૈક શીખી લેવાની ટેવ છે…..
છેવટે તો, માતા-પિતા અને અનુભવ જ શ્રેષ્ઠ શિક્ષક છે !!!
- જીગર બ્રહમભટ્ટ (ગુરૂપૂર્ણિમા નિમિતે)
ઓમ સહ નાવવતુ , સહ નૌ ભુનક્તુ ,
સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિ નાવધીતમસ્તુ ,સમા વિદ્વિષાવહૈ .
આદિકાળથી
ભારતીય સંસ્કૃતિ અનુસાર મહાપર્વ તરીકે ગુરૂપૂર્ણિમા પર્વ મનાવવામાં આવે
છે. જ્ઞાનનું દાન આપનાર આપણા ગુરૂ પ્રત્યેનું ઋણ અદા કરવાનું આ પર્વ છે.
બાળપણથી
બાળકમાં ગુણોનું સિંચન કરવું, જીવન ની સાચી દિશા બતાવીને માર્ગદર્શન
આપવું,વ્યવહારો શિખવવા અને તેનું ઘડતર એક આદર્શ નાગરિક તરીકે કરવામાં ગુરૂ
વિશેષ ભૂમિકા ભજવે છે. આ ગુરૂ પ્રત્યે શિષ્યના સર્વસ્વાર્પણનો દિવસ એટલે
અષાઢ મહિનાની પૂર્ણિમા-ગુરૂ પૂર્ણિમા.
પ્રાચિન
કાળમાં ઋષિકૂળ પધ્ધતિથી જ્યારે વિદ્યાર્થી શિક્ષણ લેતો હતો ત્યારે આ દિવસે
જ તે પોતાના ગુરૂનું શ્રધ્ધા પૂર્વક પૂજન કરીને યથાશક્તિ-સાર્મથ્ય પ્રમાણે
દક્ષિણા અર્પણ કરીને પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરતો હતો.અત્યારે પણ સમ્રગ
ભારતભરમાં આ પરંપરા યથાવત રહી છે.
હિન્દુ
ધર્મ પ્રમાણે દરેક વ્યક્તએ પોતાના એક સદગુરૂ કરવા જોઇએ અને તેમના
માર્ગદર્શન અનુસાર જીવન પસાર કરવું જોઇએ. પ્રાચિનકાળના આદિગુરૂ ઋષિશ્રેષ્ઠ
શ્રી વેદ વ્યાસજીની પૂજા પણ આ દિવસે કરવામાં આવે છે. વેદ વ્યાસજીએ મહાભારત
દ્રારા વેદો અને શાસ્ત્રોનો સાર તથા ધર્મશાસ્ત્ર,
નીતીશાસ્ત્ર,જ્ઞાન-વિજ્ઞાન અને જીવનનો અર્થ આપણને શિખવ્યો છે. વેદ
વ્યાસજીની સ્મૃતિને આપણા હ્દયમાં કાયમ રાખવા માટે આપણા ગુરૂમા વ્યાસજીનો
અંશમાનીને તેમનું પૂજન કરવામા આવે છે.
ગુજરાતમાં
અનેક સ્થળોએ ગુરૂપૂર્ણિમાનો ઉત્સવ મનાવવામા આવે છે. આ ઉપરાંત આવનારી પેઢી
પણ ગુરૂપ્રત્યેનું ઋણ અદા કરવાની પરંપરાને જીવંત રાખે અને તેમનામાં પણ ગુરૂ
પ્રત્યેની નિષ્ઠા વધે તે માટે શાળાઓ અને કોલેજોમા પણ ગુરૂપૂર્ણિમાની ઉજવણી
કરવામાં આવે છે.
આધ્યાત્મિક
દ્રષ્ટ્રિકોણથી પણ ગુરૂ આપણા માટે ખૂબ જરૂરી છે કેમકે સાધનાના માર્ગ પર
માત્ર ગુરૂ જ આપણને અંતિમ ધ્યેયની પ્રાપ્તી કરાવી શકે છે. એટલા માટે જ આપણા
શાસ્ત્રો અને પુરાણો પણ ગુરૂ મહિમાનું ગાન કરે છે. શિષ્ય અને ગુરૂની
પરંપરાની અનેક વાતો આપણા ધર્મમા જણાવાયેલી છે. શ્રી રામ, આરૂણી, એકલવ્ય,
ઉપમન્યુ, પાંડવો, છત્રપતી શિવાજી, સ્વામી વિવેકાનંદ જેવા અનેક મહાન
વ્યક્તિઓએ સ્વયંને શ્રેષ્ઠ શિષ્ય તરીકે સાબિત કર્યા છે.
ગુરૂદક્ષિણા
સમર્પિત કરવાની પરંપરા ખૂબ પ્રાચિન છે, તેમ છતાં વર્તમાન સમયમા તે એટલી જ
પ્રાસંગિક પણ છે. ગુરૂ દક્ષિણાનો અર્થ ખૂબ વ્યાપક છે. વ્યક્તિએ જીવનમાં જે
પાઠ ગુરૂ પાસેથી ગ્રહણ કર્યા હોય તેનુ સ્વયં આચરણ કરીને બીજી વ્યક્તિઓને પણ
તે પાઠ શિખવવા એ જ એક આદર્શ છે. જ્ઞાનનો યોગ્ય પ્રચાર-પ્રસાર કરીને
જનકલ્યાણ કરવું જોઇએ. ગુરૂ દક્ષિણાનો અર્થ શિષ્યની પરીક્ષા સંદર્ભે પણ લઇ
શકાય છે. ગુરૂની સાચી દક્ષિણા તો એ જ છે જ્યારે ગુરૂ સ્વયં જ ઇચ્છે કે હવે
શિષ્ય પણ ગુરૂ બને. ગુરૂ દક્ષિણા ત્યારે આપવામાં આવે છે અથવા તો ગુરૂ
ત્યારે ગ્રહણ કરે છે,જ્યારે શિષ્યમાં સંપૂર્ણતા આવી જાય.
સ્વામી
વિવેકાનંદે પોતાના ગુરૂની આજ્ઞા અનુસાર સમ્રગ વિશ્વમાં સનાતન ધર્મનો
પ્રચાર પ્રસાર કર્યો હતો.છત્રપતિ શિવાજીએ ગુરૂની આજ્ઞા અનુસાર સિંહણનું દૂધ
લાવીને અને મહારાષ્ટ્ર જીતીને ગુરૂ દક્ષિણા આપી હતી. ભગવાન બુધ્ધના
ઉપદેશોની અસરોથી જ અંગુલીમાન જેવો ક્રુર ડાકુ પણ ભિક્ષુક બની જાય છે.
જેવી
રીતે ચાણ્યક્યએ ચંદ્રગુપ્ત મૌર્યને, સર્મથ ગુરૂ રામદાસે છત્રપતિ શિવાજીને
અને રામકૃષ્ણ પરમહંસે સ્વામી વિવેકાનંદને શોધી લીધા તેવી રીતે સદગુરૂ પણ
તેના સર્મથ શિષ્યને શોધી લે છે. શિષ્યએ તો માત્ર ગુરૂ ચરણોમાં સમર્પિત
થવાની જરૂર છે.
[વેબદુનિયા.કોમ માંથી સાભાર]
Like the Post? Share with your Friends:-
0 comments:
POST A COMMENT