એક
પિતા પુત્રને લડતા હતા.. 'તારા ભેજામાં વાત કેમ બેસતી નથી? જ્યારે જુઓ
ત્યારે તે જ ભૂલ'. ગુસ્સામાં પિતાનું મોં લાલ થઈ ગયું. અંતે થાકીને તે ઘરની
અંદર ચાલ્યા ગયા. બાળક ફરીથી રમવા લાગ્યો. તેના પર તો તેના પિતાની સલાહની
કોઈ અસર જ થઈ નહીં. એવું લાગતું હતું કે પિતા ઉતાવળમાં હતા અથવા તેઓ જાણતા
હતા કે આનો કોઈ ફાયદો થવાનો નથી.
આપણે દરેક વાતનો ઉકેલ અને દરેક પ્રશ્નનો જવાબ તાત્કાલિક ઈચ્છીએ છીએ. પરંતુ આવું થતું નથી. સલાહ ધીરે-ધીરે પોતાની અસર દેખાડે છે. જીવન પણ ધીરે-ધીરે શિખવાડે છે અને એ શીખીને આપણે મજબૂત થતા જઈએ છીએ. આખરી ક્ષણો સુધી આપણે વિદ્યાર્થી બની રહીએ છીએ. જ્યારે લાગે છે કે જીવન પૂરું થયું, તે સમયે કોઈ નવી સમસ્યા નવી શીખામણની જેમ ટકોરા મારતી જાય છે.
પૂર્ણતા ક્યારેય આવતી નથી. સાધક હંમેશા સાધના કરીને પોતાની સિદ્ધિ પ્રાપ્ત કરે છે. વિદ્યાર્થી સતત અભ્યાસ કરીને પરીક્ષામાં સફળ થાય છે. હાર એ જ માને છે કે જે કર્મહીન ઉપદેશક હોય છે. બોદા ઉપદેશકોને લાગે છે કે તેમને શીખવાડવાથી કંઈ લાભ નથી. અને બિનગંભીર સાધકને લાગે છે કે આનાથી વધારે શીખવાથી કોઈ ફાયદો નથી. ઘડો પૂરેપૂરો ભરાઈ ગયો છે. શ્રમ કરવો અર્થહીન છે કારણ કે તે કર્મ કરવા ઈચ્છતો નથી.

જીવનમાં માત્ર ફાયદો કે નુકસાન જ નથી જોવામાં આવતું, તેના સિવાયની પણ એક
ભાવના હોય છે- કર્તવ્યની ભાવના- જે પ્રાણીના જીવનને ઉદેશ્ય આપે છે. અંધારું
કેટલુંય કાળું કેમ ન હોય- પ્રકાશને હંમેશા અવકાશ રહે જ છે. જો આવું ન હોત,
તો કોઈ વાલ્મિકી ફરીથી ઋષિ બનત નહીં.
અંગુલિમાલનો ઉદ્ધાર થાત નહીં. અને બુદ્ધ પણ રાજકુમાર સિદ્ધાર્થ બનીને રહી જાત. તેઓ જે હતા તેનાથી શ્રેષ્ઠ બન્યા, કારણ કે એક ઊંચાઈ સુધી પહોંચી જવા છતાં તેમણે જીવનભર સતત શીખતા રહેવાનો પોતાનો પ્રયત્ન ચાલુ રાખ્યો.

[http://navgujaratsamay.indiatimes.com/ માંથી સાભાર]
Like the Post? Share with your Friends:-
0 comments:
POST A COMMENT