પેરેન્ટિંગ - મોક્ષદા વ્યાસ
દિવસ-રાત પુસ્તકોમાં જ મોં રાખીને બેસી રહેતું હોય તોપણ કેટલીક વાર ધાર્યું પરિણામ નથી આવતું અથવા તો તે જેટલી મહેનત કરે છે તે પ્રમાણમાં તેને માર્ક્સ નથી મળથા. બાળક મહેનત કરે છે છતાં તેને જોઈએ તેટલી સફળતા નથી મળતી એ જોઈને પેરેન્ટ્સ દુઃખી થઈ જતાં હોય છે, પણ આ નિષ્ફળતા પાછળ બાળકની નબળી યાદશક્તિ જવાબદાર હોય છે. જો બાળકની યાદશક્તિ ઓછી હોય તો વધુ મહેનતે ઓછું ફળ મળે છે. આ સમસ્યામાં બાળકની મેમરી સ્કિલ વધારવી બહુ જ અનિવાર્ય બની જાય છે. એવી અનેક પ્રવૃત્તિ છે જેનાથી બાળકની મેમરી સ્કિલ વધારી શકાય છે.
ભાષા શીખવો
યાદશક્તિ ઓછી હોવી તે એક કુદરતી ખામી છે. જોકે આવા બાળક પ્રત્યે
બાળપણથી પેરેન્ટ્સ થોડું વિશેષ ધ્યાન આપે તો મેમરી સ્કિલને ડેવલપ કરી શકાય
છે. ભાષા માઇન્ડને એક્સરસાઇઝ કરાવવામાં મુખ્ય ભાગ ભજવે છે. જો બાળકને નવી
ભાષા શીખવવામાં આવે તો તેનાથી તેનું મગજ થોડું સક્રિય બને છે અને તેનાથી
માઇન્ડ કોઈ એક વિષય પર એકાગ્ર થવાનું શીખે છે. આ બધી જ બાબતો મેમરી સ્કિલ
ડેવલપ કરવામાં મદદરૂપ બને છે.
માઇન્ડ ગેઇમ
આજકાલ એવી અનેક ગેઇમ બજારમાં મળે છે જેમાં બાળકના માઇન્ડને સારી
એવી એક્સરસાઇઝ મળે છે. મગજના જ્ઞાનતંતુને મજબૂત બનાવવા માટે આવી ગેઇમ
બાળકને ગમ્મત સાથે માઇન્ડ પાવર પણ આપે છે. આ પ્રકારની ગેઇમ માઇન્ડને
વિટામિન પૂરંુ પાડવા જેવું કામ કરે છે. આ માટે શરૂઆતમાં બાળકને સરળ ગેઇમ
આપવી, જે વધુ જટિલ ન હોય. પછી સ્ટેપ બાય સ્ટેપ થોડી
કોમ્પ્લિકેટેડ ગેઇમ આપવી જેથી તેનું માઇન્ડ ધીરે ધીરે ડેવલપ થતું જશે. આવી
ગેઇમ રમવાથી બાળકમાં એક પ્રકારનો કોન્ફિડન્સ પણ ક્રિએટ થશે, જેનો ફાયદો લર્નિગ પ્રોસેસમાં જોવા મળશે.
પઝલ્સ
એવી ઘણી પઝલ્સ હોય છે, જેનાથી બાળક વિચારતાં શીખે છે. તેની
થિન્કિંગ પ્રોસેસ હેલ્ધી બને છે. કોયડાનો ઉકેલ મેળવવા માટે તે એક વિષય પર
ઊંડાણપૂર્વક વિચારતાં શીખે છે અને જ્યારે તે કોયડાનો ઉકેલ મેળવી લે છે
ત્યારે તેને પોતાની જાત પર વિશ્વાસ બેસે છે. એવી અનેક પઝલ્સ હોય છે, જે ખરેખર ચેલેન્જિંગ હોય છે. બાળક રમતમાં ને રમતમાં કોયડાના ઉકેલ માટે જેટલું વિચારે છે તેટલું જ તેના માઇન્ડ પાવર માટે સારું સાબિત
થાય છે.
કોર્ડિનેટિંગ એક્ટિવિટી
કોર્ડિનેટિંગ એક્ટિવિટી પણ મેમરી વધારે છે. કોર્ડિનેટિંગ એક્ટિવિટી એટલે એવી પ્રવૃત્તિ, જેમાં માઇન્ડની સાથે હાથ-પગની પણ જરૂર પડે છે. આ માટે બાસ્કેટ બોલ, ક્રિકેટ, વોલીબોલ, વીડિયો ગેઇમ જેવી રમતો પણ બાળકને રમાડવા માટે પ્રોત્સાહિત કરો, જેનાથી પણ તે એક વિષય પર ધ્યાન કેન્દ્રિત કરતા શીખશે અને તેની મેમરી સ્કિલ પણ વધારી શકાશે.
યોગ અને મેડિટેશન
યોગ અને મેડિટેશનથી પણ માઇન્ડ પાવરને વધારી શકાય છે. વહેલી
સવારમાં બાળકને જગાડીને તેને ટેરેસ પર કે ઘરના આંગણામાં સુંદર શાંત
વાતાવરણમાં પ્રકૃતિના સાંનિધ્યમાં મેડિટેશન કરાવવાની આદત પાડો. તેનાથી
મગજની શક્તિ વધે છે અને મેમરી સ્કિલ આપોઆપ ડેવલપ થાય છે. તદુપરાંત યોગનો પણ
સહારો લઈ શકાય. નાદ યોગ જેમાં સંગીતના તરંગો સાથે ધ્યાન કરાવવામાં આવે છે, જે પણ માનસિક શાંતિ આપવાની સાથે બાળકના માઇન્ડને પ્રફુલ્લિત કરીને મેમરીને વધારે છે. |
Sandesh - Leading Gujarati Daily
|
Like the Post? Share with your Friends:-
0 comments:
POST A COMMENT