કચ્છ સહિત ગુજરાતભરમાં હાલમાં ચેપીરોગચાળા સમાન બીમારી સ્વાઈનફલુએ મહામારી સમાન સિનારીયો ખડો કરી દીધો છે. ગુજરાતભરમાં જે આંકડાઓ સામે આવી રહ્ય છે તેના મોટભાગના કેસો કચ્છમાં જોવા મળી આવી રહ્યા છે. આ ઘાતક બીમારીને કાબુમાંલેવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ દિવસાેદીવસ આ રોગચાળો બેકાબુ બની અને માથુ ઉચકતો જોવા મળી આવી રહ્યો છે. સરકારી તબક્કે તમામ મોરચે તેને અટકાવવાના પ્રયાાસો થવા પામીરહ્યો છે પરંતુ તે નિરકુંશ જ બની જવા પામ્યો છે.
તો ચાલો મિત્રો, આજે આપણે ડૉ. પાર્થ માંકડ તેમજ ડૉ. ગ્રીવા છાયા માંકડ દ્વારા સ્વાઈનફ્લૂ વિશે તેમજ તેનાથી બચવા માટેની સામન્ય પ્રાથમિક જાણકારી પ્રાપ્ત કરીશું.
સ્વાઈન ફ્લુ શું છે ? :
સ્વાઈન ફ્લુ એ એક પ્રકાર નો ફ્લુ એટલે કે તાવ જ છે પણ એ થોડો વધારે ચેપી છે અને એમાં દર્દી માં ચિન્હો બહુ ઝડપ થી ન્યુમોનિયા ડેવેલપ કરી દે છે જે પ્રાણ ઘાતક નીવડે એ પરિસ્થિતિ માં બહુ જ ઝડપી લાવી દે છે.
ચિન્હો:
- ૧૦૦’ થી વધારે તાવ
- ગળા માં બળતરા
- નાક થી પાણી નીકળવું
- માથા નો દુખાવો
- શરીર નો દુખાવો
- ભૂખ મરી જવી
- ઉધરસ – ખાસ કરીને કુત્તા ખાંસી ( barking cough)
- ૨/૩ દિવસ પછી શ્વાસ લેવા માં તકલીફ
- ઝાડા –ઉલટી જેવું લાગવું
તકેદારી ના પગલા :
૧.) શક્ય એટલું સ્વચ્છ ખોરાક, પાણી
૨.) વારંવાર હાથ ધોવા
૩.) ભીડ માં જવા નું ટાળવું જાઓ તો મોઢે રૂમાલ બાંધવો
૪.) જેમને ખાંસી, શરદી થઇ હોય એ લોકોથી દુર રહેવું એમને પણ રૂમાલ બાંધવા ફરજ પાડવી
ઉપાયો :
સ્વાઈન ફ્લુ થયા પછી તેને રોકવો ઘણો અઘરો છે અને તેમની દવા અઈસોલેસન વોર્ડમાં દવા ‘તેમીફ્લું’ દ્વારા થતી હોય છે પણ તેને થતો જ રોકવા ના ઉપાયો પણ જરૂર અપનાવવા જેવા છે :
૧.] હોમીઓપથી માં દવાઓ જેમ કે … Influenzinum, Ars. Alb, Bryonia, Rhus Tox … વગેરે વ્યક્તિ માટે એક વેક્સીન જેટલી જ અસરકારક રીતે સ્વાઈન ફ્લુ અટકાવવા નું કામ કરે છે. તે શ્વસનતંત્ર ની રોગપ્રતિકારક શક્તિ ને એ પ્રમાણે વધારે છે કે સ્વાઈન ફ્લુ કે અન્ય કોઈ પણ પ્રકાર ના ફ્લુ થવા ની શક્યતા ઓ નહીવત થઇ જાય છે.
૨.] દરરોજ ગરમ પાણી પીવું.
૩.] તુલસી, આદૂ, મરી તેમ જ અરડૂસી નો ઉકાળો બનાવી લઇ શકાય.
૪.] શરદી થઇ હોય તો ઉકળતા પાણી માં અજમો નાખી તેની વરદ નાક થી લેવી ( નાસ લેવો)
૫.] નાક ઠંડુ ન પડે એનું ધ્યાન રાખવું, રૂમાલ + માસ્ક એમ ૨ લેયર પણ કરી શકાય.
નોંધ : સ્વાઈન ફ્લુ ના પ્રીવેન્શન માટે ની હોમીઓપથીક દવા નહિ નફો નહિ નુકસાન ના ધોરણે માત્ર રૂ. ૩૦ માં ડો. માંકડ હોમીઓક્લીનીક ખાતેથી ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે નીચે દર્શાવેલ વિગતે ડૉ. દંપતીનો સંપર્ક કરી શકો છો.. સંપર્કની જાણકારી આપને બ્લોગ પર થી આજની પોસ્ટ ની આખરમાં મળી રહેશે.
ઉપરોક્ત વિગત આપવા પાછળ નો હેતુ ફક્ત ને ફક્ત જનહિતાર્થે જ છે, અહીં ડૉ. દ્વારા કોઈ આર્થિક ઉપાર્જન માટે કે અન્ય વ્યાપારિક હેતુ ધરાવવાનો નથી, જેની ખાસ નોંધ લેવા વિનંતી.
ડૉ.પાર્થ માંકડ તેમજ ડૉ. ગ્રીવા છાયા માંકડ ના સંપર્ક ની વિગત :
[ http://das.desais.net – ‘દાદીમા ની પોટલી’email: dadimanipotli@gmail.com માંથી સાભાર]
Like the Post? Share with your Friends:-
0 comments:
POST A COMMENT