વેબ સરિતા
વેબ સરિતા: મારી વાંચનયાત્રા

Saturday, 26 July 2014

આપણા ઉત્સવો અને તહેવારો - ભીખાભાઇ પટેલ



  Image result for Divali fastival india pix
उत्सवप्रियः जनाः । લોકો ઉત્સવપ્રિય હોય છે. જીવતા ઉત્સવો અને જીવતા તહેવારો”- કાકાસાહેબ કાલેલકર.આમ ઉત્સવો અને તહેવારો સાથે ભારતની પ્રજાનો જીવંત સંબંધ સદીઓથી બંધાયેલો રહ્યો છે. ભારતના દરેક ઉત્સવો અને તહેવારો પાછળ કોઇને કોઇ સાંસ્કૃતિક,ધાર્મિક,સામાજિક કે રાજકિય માહાત્માં જોડાયેલા છે. રોજિંદા અને સતત શ્રમથી માનવ જીવન કંટાળા સ્વરૂપ,નિજીવ ન બની જાય માટે ઉત્સવોની ઉજવણી જરૂરી છે. ઉત્સવો અને તહેવારો માનવજીવનમાં પરિવર્તન લાવે છે. ઉત્સવો અને તહેવારો માનવજીવનમાં આનંદ,રાહત અને સુખચેનમાં વધારો કરે છે. માનવ જીવનને જીવવાયોગ્ય એક અમૃતતત્ત્વ અને સંજીવની  છે.
        આપણે ત્યાં ત્રણ પ્રકારના તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. (૧) ધાર્મિક તહેવારો (૨) સામાજિક તહેવારો (૩) રાષ્ટ્રીય તહેવારો
         ધાર્મિક તહેવારો માં દીપોત્સવ(દિવાળી)નવરાત્રીશિવરાત્રી, હોળીરામનવમીજન્માષ્ટમીગણેશચતુર્થીનાતાલબકરીઈદરમજાનઈદમહોરમપતેતી,  નાનક જ્યંતીબૌદ્ધ જયંતીપર્યુષણપર્વ.
 દિવાળી એટલે આશા.ઉલ્લાસ અને નવચેતનાનું પર્વ.
 નવરાત્રી નવ દિવસ દુર્ગાપૂજા,શક્તિસ્વરૂપા અંબા-બહુચર-મહાકલી આરાધના અને રાસ-ગરબા ગાવાનું મહત્વ.
 હોળી- તો રાષ્ટ્રીય ચેતનાનું પર્વ.અનિષ્ટોનો નાશ અને ભકતપ્રહલાદની યાદ
રમજાઈદ,મહોરમ પવિત્રતાનું પર્વ..
 સામાજિક તહેવારો  મકરસંક્રાંતિ,રક્ષાબંધન,ધૂળેટી,શરદોત્સવ અને આનંદમેળાઓ આ બધા ઋતુવિષયક તહેવારો છે.
 મકરસક્રાંતિ એટલે દિવસનો રાત્રીપર વિજ્ય અને દાનપુણ્યનું પર્વ.
 રક્ષાબંધન ભાઇ બહેનનો અનન્ય અને અમર પ્રેમનો તહેવાર
 રાષ્ટ્રીય તહેવારો સ્વાતંત્ર્ય દિન, પ્રજાસ્તાક દિન,શહિદ,ગાંધી જયંતી વગેરે.
 ૨૬મી જાન્યુઆરી અને ૧૫મી ઓગષ્ટ રાષ્ટ્રીયભવનાનું પર્વ.
ભારતના તહેવારોની  ઉજવણી પાછળ વૈજ્ઞાનિક ર્દષ્ટીબિંદુ સાથે ઋતુવિષયક, એનું ચોક્કસ આયોજન,કોઇને કોઇ વાર્તા કે ઈતિહાસ રહેલો છે. ધાર્મિક તહેવારો લોકોને ભક્તિના માર્ગે   દોરવાના, સામાજિક તહેવારો લોકોમાંપ્રેમભાવ,સ્નેહ,સામાજિકસેવાઓના માર્ગે દોરવાના, રાષ્ટ્રીય તહેવારો પ્રજામાં રાષ્ટ્રભાવના જગાવામાં મહત્વનો ભાગ ભજવે છે. કાકાસાહેબના શબ્દોમાં કહીએ તો તહેવારો અને ઉત્સવો દ્વારા જ આપણે સંસ્કૃતિનાં કેટલાંક અંગો સારી રીતે જાળવી અને ખીલવી શકીયે છીએ,વિશિષ્ટ પ્રસંગો અને તેમનું મહત્વ સ્મરણમાં રાખી શકીએ છીએ,ઋતુ ફેરફારનો ખ્યાલ પણ જાણી શકીએ છીએ.તહેવારો આપણા ભેરું છે.
              તહેવારો અને ઉત્સવોની પરંપરા ટકાવી રાખવી ખૂબ જ જરૂરી છે.સાથે સાથે એનું પોત પણ જળવાઈ રહે તે પણ અગત્યનું છે. શૈક્ષણિકસંસ્થાઓ, સામાજિકસંસ્થાઓ,સંગઠનો ની આ એક વિશિષ્ટ જવાબદારી પોતાને શિરે ઉપાડી લેવી પડશે. દરેક સંસ્થાઓ કે સંગઠનોએ ધર્મના મૂળભૂત મૂલ્યોને ધ્યાનમાં રાખીને તહેવારો ની ઉજવની કરે તે જરૂરી છે.
             ભારતના ગામડાઓમાં આજે પણ તહેવારો અને ઉત્સવોની સાત્વિકતા ની પરંપરા અને પવિત્રતા જળવી રાખી છે. તહેવારો પાછળનો મૂળ આશય,હેતુ કે કારણ વિસરાઈ ન જાય,પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિક મૂલ્યો ટકી રહે તે મહત્વનું છે. શહેરોમાં ઉત્સવો અને તહેવારોને તમાશાનું સ્વરૂપ આપી દીધું છે. વૃદ્ધો,બીમાર,વિદ્યાર્થીઓ,પ્રજાને અવરોધરૂપ થાય તેવી રીતે ઉત્સવો અને તહેવારોની ઉજવણી ન કરવી. ખોટા દંભો,દેખા-દેખી,ભભકો અને આડંબર પ્રજાના જીવનને છિન્નભિન્ન કરી નાખે છે.
[https://gnansarita.wordpress.com/ માંથી સાભાર]


Posted By: http://web-sarita.blogspot.com/ Saturday, 26 July 2014

Thursday, 24 July 2014

વનસ્પતિઓમાં તો જીવ છે... આપણામાં છે ખરો ? :અનાવૃત - જય વસાવડા

- 'ડોડર' નામની વેલ ગંધના આધારે તંદુરસ્ત છોડવાને શોધીને તેને ચુસીને પોષણ મેળવે છે
- ઈટાલીના વિજ્ઞાાનીઓએ  છોડના મૂળિયા પણ સાઉન્ડવેવ્ઝ પ્રોડયુસ કરે છે  એવા સંશોધનો કર્યા છે
- સ્વીત્ઝર્લેન્ડના વનસ્પતિશાસ્ત્રીઓએ દુકાળમાં પાઈન અને ઓકના ઝાડ વચ્ચે  થતી વાતચીત અલ્ટ્રાસોનિક - સાઉન્ડવેવ્ઝના ટ્રાન્સમિશન સ્વરૃપે નોંધી  છે !
- માણસની જેમ જ વનસ્પતિમાં પણ ટચ,સાઈટ, સાઉન્ડ, સ્મેલ અને લિસનિંગની પાંચ સેન્સીઝ મોજુદ છે એવું ઈઝરાયલના વૈજ્ઞાાનિકનું અનોખું સંશોધન !


વોટ્સએપને છોડ અને ફેસબુકને
મૂક હવે તડકે
ભીંજાવા માંડ ચાલ, ચોમાસું
હાથમાંથી સરકે
આકાશે વાદળની પોસ્ટ એક મોકલી છે,
એને પણ લાઈક્સ એક આપને
ટેક્નોની દુનિયાથી બહાર સ્હેજ નીકળ,
ને લાગણીનો પંથ હવે કાપને.
સ્માઈલીને છોડ અલ્યા, સાચુકલા
હોઠ અહીં મલકે
ચોમાસું હાથમાંથી સરકે
છબછબને જાણ જરા, ફોરાંને માણ જરા
લથબથ થવાની મોજ માણને
છત્રીને રેઈનકોટ આઘા મે'લીને
જરા નીતરતાં નીતરતાં ચાલને
વીજળી યે કે'છે કે ડાબી આ
આંખ મારી ફડકે
ચોમાસુ હાથમાંથી સરકે !

દિલીપ રાવલની એકદમ તાજી વરસાદી કવિતામાં પલળવાની મોસમ ફાઈનલી આવી ગઈ. લોકોની  (આજે મીડિયાની પણ) યાદશક્તિ ટૂંકી છે, બાકી બદલાયેલા ઋતુચક્રમાં હવે ગુજરાતમાં રિયલ ચોમાસું મધ્ય જુલાઈથી જ બેસે અને પાછળ લંબાય, એ કેલેન્ડર આવી ગયું છે. વર્ષાઋતુના વધામણાનો સમય ફર્યા કરે છે, પણ વરસાદ પડે કે ભૂગર્ભ ગટરોના અભાવે રોડ પર નદીઓ વહેવા લાગે કે બત્તી ગુલ થઈ જાય કે સડક પર હિપ્પોપેટેમસના બગાસાં જેવડા ખાડા પડવા લાગે, એ કાળ અવિરત રહે છે !
પણ આપણે નીચેથી જરાક ઉપર જોઈએ તો ચોમેર મેઘ વરસી પડયા પછી ફ્રેશ ફ્રેગરન્સનું સામ્રાજ્ય મહેસૂસ થાય. ધરતીએ લીલુડી ચાદર ઓઢી લીધી હોવાનું રૃપક તો હવે ચવાઈ ગયું, પણ જાણે હોમ સ્ક્રીન પર રેઈનમેકરે ગ્રીન લીફી વોલપેપર સેટ કર્યું હોય, એવું જરૃરથી લાગે ! જાણે બેટરી ઓફ થઈ ગયેલા સૂક્કા ઠૂંઠા રિચાર્જ થઈને સજીવન થઈ ગયા હોય એવું લાગે. નવું કૂણું કૂણું ઘાસ ફૂટી નીકળે અને ઘટાદાર વૃક્ષો નવપલ્લવિત થવા લાગે !
આ મોન્સૂનમેજીકે બિછાવેલી લીલી જાજમ જેવા ઘાસ પર ચાલતી વખતે આપણા પગના તળિયા જો ખુલ્લા હોય, તો કેવો કોમળ સ્પર્શ મળે - એની ખબર પડે છે. પણ આપણા પગે ઘાસને શું થતું હશે, એનો અહેસાસ થાય ખરો ?
વેલ, આજે ભલે સાવ સ્થૂળ જીવદયાના બંધનો પૂરતો સીમિત રહ્યો, પણ મૂળ સૂક્ષ્મદર્શન જૈન ધર્મનું એ હતું જ કે નરી આંખે નિર્જીવ દેખાતી સચરાચરની સૃષ્ટિના કણ કણમાં જીવન છે અને એ ન્યાયે ભલે આંખો કે ચહેરાના હાવભાવ ન હોય, વનસ્પતિ પણ 'લાઈવ એન્ટીટી' છે ! આફટરઓલ, એના ફ્રૂટથી જ તે આદમ-ઈવમાં સેન્સ આવેલી ને ! હીહીહી.
જગદીશચંદ્ર બોઝનો આત્મા પુષ્પવૃષ્ટિ કરે એવું પુસ્તક તેલ અવીવ યુનિવર્સિટીના બાયોસાયન્સ વિભાગના ડાયરેક્ટર ડેનિયલ કેમોવિટ્ઝે લખ્યું છે. ટાઈટલઃ ''વોટ એ પ્લાન્ટ નોઝ.'' ચોમાસાના આરંભનો ઉત્સવ મનાવવા માટે આ પ્રકૃતિ વિજ્ઞાાનની આંગળી પકડવા જેવી છે. જાણે 'લોર્ડ ઓફ ધ રિંગ્સ'ના બોલતા-ચાલતાં વૃક્ષોની સજીવસૃષ્ટિમાં લીલાંછમ થયા હોઈશું એવું લાગશે, અને કાઉન્ટરટેરર એટેક સિવાય પણ ઈઝરાયેલી સાયન્સ કેટલું વિકસ્યું છે, એ પોઝિટિવ ન્યુઝમાં રસ પડશે !
વેલ, વરસાદી વાયરામાં છોકરીની લહેરાતી લટો સાથે છોકરાનું છલકાતું મન પણ ઉડતું હોય, એ સીઝનમાં કદી વિચાર આવ્યો છે, કે આપણે તો ગુલાબને જોઈએ છીએ - પણ એ ગુલાબ આપણને નિહાળતું હશે ? આપણા શ્વાસમાં પારિજાતની મહેક ભળે છે, પણ પારિજાતને બાજુમાંથી પસાર થતી ગટરની બદબો સહન કરવી પડતી હશે ?
વૃક્ષો અને છોડવાઓ કે જંગલોનું આકર્ષણ આપણને જન્મજાત છે. પણ આ બધા ગજબ જોડીદારો છે, આપણા પૃથ્વી પર ! જીંદગી છુટ્ટે હાથે એમના પર જે કંઈ ઝીંકે, એ મૌન રહીને ચૂપચાપ ઝીલતા રહે છે. એ ખોરાકની તલાશમાં બહાર નીકળતા નથી. તોફાન આવે તો સલામત સ્થળે સંતાઈ શકતા નથી. 'ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે'ની જ અવસ્થામાં આયખું વિતાવતા સાક્ષીભાવે સ્થિતપ્રજ્ઞા તપસ્વીઓ જેવી આ લીલોતરીની તૃણ-છોડ-વૃક્ષની વનસ્પતિસૃષ્ટિ છે !
આંખ, કાન, નાક, મુખ, ત્વચા તો બુદ્ધિશાળી અને લાગણીસભર ગણાતા માણસોને પણ બહુ એડવાન્સ્ડ ફોર્મમાં મળ્યા છે પણ છતાં આપણામાંના ઘણા જડસુઓ એ મૂળભૂત પંચેન્દ્રિયોનો પૂરતો ઉપયોગ કે ઉપભોગ કરતા નથી. પણ 'ટ્રી' પાસે આ બધી 'ટ્રુ' સેન્સીઝ છે. સેન્સિટિવ રહીને સાયન્સના અભ્યાસથી આ અલૌકિક રહસ્ય સુધી પહોંચી શકાય એમ છે. ડૉ. ડેનિયલની આંગળી પકડીને બારી બહાર દેખાતા ફરફરતા પાંદડાને વચ્ચે વચ્ચે તાકતા ચાલો, વૃક્ષેન્દ્રિયોના વૃંદાવનમાં !
* * *
વનસ્પતિ શું નિહાળતી હશે વગર આંખે ? આ સવાલ ભૌતિક છે, પણ એનો વૈજ્ઞાાનિક જવાબ આધ્યાત્મિક છે ઃ પ્રકાશ ! જી હા, ભગવંતો-પયગંબરોની માફક એને ય નૂર, જ્યોતિ, લાઈટ જ નજરે ચડે છે, અને એ ય કોઈ તપસ્યા કર્યા વિના ! (સાક્ષીભાવે સહનશીલ થવાના બદલામાં મળતો સદેહે મોક્ષ હશે ?)
ચાર્લ્સ ડાર્વિને નોંધેલું કે સૂર્યકિરણોની પાછળ ઘેલા છોડવાઓ એની દિશામાં વળે છે. આપણી આંખમાં જેમ પ્રકાશ (અને રંગ) પારખતા ફોટોરિસેપ્ટર્સ છે, એવા જ વનસ્પતિ પાસે છે પણ એમાં એમને મેઘધનુષના બે છેડાઓ બ્લ્યુ એન્ડ રેડ દેખાય છે. અલબત્ત, આપણને ન દેખાય એવા ઈન્ડ્રારેડ અને અલ્ટ્રાવાયોલેટ જેવા શેડ્સ સાથે !
પ્રકાશસંશ્લેષણ (ફોટોસિન્થેસીસ)થી વનસ્પતિ કાર્બન ડાયોક્સાઈડ અને પાણીનું ગ્લુકોઝમાં રૃપાંતર કરવા ફોટોન એનર્જી સૂરજની વાપરે છે. એ માટે એની પાસે 'ફોટોટ્રોપિન્સ' નામના લાઈટ સેન્સર્સ છે જે બ્લ્યુ લાઈટને સેન્સ કરી, ઓકિઝન હોર્મોનને એક્ટિવેટ કરતી ચેનલ ગોઠવે છે. જેથી છાયામાં રહેલા એના કોષો પ્રકાશની દિશામાં વળે છે.
પણ પાંદડામાં રહેલા ફોટોક્રોન્સ નામના રેડ લાઈટ રિસેપ્ટર તો એથી પણ વધુ કમાલના છે ! એ એકદમ હાઈટેક લાઈટ સેન્સર એકટિવેટેડ સ્વીચ છે, કુદરતે બનાવીને હરિયાળીને ગિફ્ટ કરેલી ! જ્યારે જ્યારે દૂરના લાલ પ્રકાશ કિરણોનો એને અહેસાસ થાય, ત્યારે એ પોતાની કામગીરી ટ્રુ વે સ્વિચની જેમ શરૃ કે બંધ (લાસ્ટ મોડથી ઓપોઝિટ મોડમાં જઈને) કરે. સાંજ પડયે આવી લાલિમા એની કામગીરી બંધ કરે, અને પ્રભાતની રતાશ રીતસર એને જગાડીને ફરી પ્રવૃત્ત કરે ! આ સિગ્નલ ફક્ત 'ફાર રેડ લાઈટ' મતલબ દૂરથી આવતા પ્રકાશ કિરણોના જ એને મળે. ઝળહળતા પ્રકાશની રેડલાઈટ વળી પેલા પાંદડાને લીલા બનાવતા હરિતદ્રવ્ય ક્લોરોફિલને એક્ટિવ કરી સૂર્યની સાક્ષીએ રાંધવાનું રસોડું ચલાવે !
આ બધા રિસેપ્ટર જુદી રીતે પ્રાણીઓ અને મનુષ્યોની આંખમાં પણ હોય, અને બધા પ્રોટીન સપોર્ટેડ હોય પણ કામગીરી જુદી હોય - હા, અકળ સજીવસૃષ્ટિમાં ક્રિપ્ટોક્રોમ નામનું ફોટોરિસેપ્ટર સેઈમ છે, જે અલ્ટ્રાવાયોલેટ અને બ્લ્યુ રેઝને સેન્સ કરી સાર્કેડિયન રિધમ નામે ઓળખાતી ઉંઘવા-જાગવા-સુસ્તી-સ્ફૂર્તિની સાઈકલ નક્કી કરે. દિવસના તાજગી અને રાતના નીંદર આપે, અને એ રીતે વનસ્પતિ પાસે ઘડિયાળ પણ છે, રાત-દિવસ પારખવાની !
વનસ્પતિઓને સંગીત સંભળાવવા બાબતે તો બહુ બધા પ્રયોગો થઈ જ ચૂક્યા છે. જોકે, એમાં એ સંભળાવતા મનુષ્યને જેવું સંગીત ગમે એવા તારણો નીકળે છે. હેવી મેટલ રોકને પણ એ રિસ્પોન્સ કરે છે, અને સૌમ્ય શાસ્ત્રીય સંગીતને પણ ! એમાં કોઈ વાડાબંધી નથી અને જેમ વનસ્પતિની આઈસાઈટની ચકાસણી કંઈ એબીસીડીના ચાર્ટથી ન થાય, એમ હીઅરિંગ કેપેસિટીનો ખ્યાલ કંઈ સંગીતથી જ આવે એવું નથી.
પણ ભંવરે કી ગુંજન જેમ આપણને ફિલ્મગીતો લખવા મજબૂર કરે છે, એવું જ વનસ્પતિઓ સાથે પણ વગર વરસાદી માહોલે કરે છે. જીવડાંઓ-જંતુડાઓના સાઉન્ડ વાયબ્રેશન્સ વનસ્પતિઓ 'સાંભળે' છે, એવું અનુમાન છે. સ્વીત્ઝર્લેન્ડના વનસ્પતિશાસ્ત્રીઓએ તો દુકાળમાં પાઈન અને ઓકના ઝાડ વચ્ચે અલ્ટ્રાસોનિક - સાઉન્ડવેવ્ઝના ટ્રાન્સમિશન નોંધ્યા છે ! કદાચ, પાણી વિના રહેવાની આપણી ચાલીમાં બૂમાબૂમ થાય એવી ચેતવણીઓ હશે ! ઈટાલીમાં ફલોરેન્સની યુનિવર્સિટીની પ્લાન્ટ ન્યુરોબાયોલોજી લેબોરેટરીએ તો વળી છોડના મૂળિયા પણ સાઉન્ડવેવ્ઝ પ્રોડયુસ કરે છે, એવા સંશોધનો હાથ પર લીધા છે. મતલબ, વનસ્પતિની શ્રવણશક્તિ બાબતે હજુ નવા સમાચારો સંભળાઈ શકે છે !
પણ વનસ્પતિ ગંધ અનુભવે છે, એની ખબર તો કાર્બાઈડની ઝેરી પડીકીથી કેરી પકવીને ખાતા કે જોતાં સહુ કોઈને પડી જવી જોઈએ. ૧૯૨૦માં અમેરિકન વિજ્ઞાાનીઓએ શોધેલું કે કાચા ફળોને ઈથીલીન ગેસ પકાવી શકે છે. કુદરતી રીતે એક ફળ પાકે તો તોડો ઈથીલીન મુક્ત કરે, પાડોશી ફળ એ 'સૂંઘે' અને 'હીટ'માં આવી પોતે પણ પાકવા લાગે અને જોતજોતામાં હુક્કા બાર ડાન્સ ફલોર જેવું ચેઈન રિએકશન ફેલાઈ જાય ! ફળ પાકવાનું આ કો-ઓર્ડિનેશન કુદરતના ઓરકેસ્ટ્રાના તાલે છે, જેથી એના સ્વાદ-સુગંધથી આકર્ષાઈ કીટકો એ ખાવા આવે અને એના બીજ એ રીતે ફેલાતા જતાં પ્રજનનથી ઉત્ક્રાંતિનો સિલસિલો વિકસતો રહે ! એમ તો જીવાણુઓથી પરેશાન અમુક વૃક્ષો ખુદ પર જીવાતનો એટેક થાય તો બીજા વૃક્ષોને સાબદા કરતી સ્મેલથી એસએમએસ પાઠવે છે !
'ડોડર' નામની વેલ તો ગ્રીન બેલ્ટનો સ્નીફર ડોગ ગણાય છે ! એની પાસે ક્લોરોફિલ નહિવત છે. એટલે એણે જીવનરસ બીજા છોડવાઓમાંથી ગટગટાવો ફરજીયાત છે. આ માટે ડ્રેક્યુલા ગોરી સુંદરીઓ શોધે, એમ એ હેલ્થી સ્યુગરી 'ફૂડ સ્ટોરેજ' ધરાવતા અન્ય છોડ ગંધના આધારે શોધે છે, અને દુર્ગંધના આધારે જેમ આપણે વાસી શાક પડતું મૂકીએ તેમ 'અનહેલ્થી' છોડવાને પડતા મૂકે છે ! મતલબ, વગર નાકે પણ હવામાં મેલેક્યુલ્સને સૂંઘવાની તાકાત અમુક વનસ્પતિઓમાં છે !
તો પછી વગર જીભે ચાખવાની પણ હોય જ ને ! આમ પણ માણસ જાતમાં સ્મેલ એન્ડ ટેસ્ટ એકમેકમાં ગૂંથાયેલી સેન્સીઝ છે. ભજીયાની સોડમથી ભૂખ નથી લાગતી વરસાદમાં ? આપણા જ નાક અને મોંઢાનાં પોલાણ અંદરથી 'કનેકટેડ' છે. માટે ફૂડ ચાવતી વખતે એના સ્વાદ સાથે વાસ પણ આપણે અનુભવીએ છીએ. હવામાં ભળે એવા ઉડ્ડયનશીલ (વોલેટાઈલ) કેમિકલ્સ ઘ્ર્રાણેન્દ્રિય (નાક) અને પાણીમાં ભળે એવા દ્રાવ્ય (સોલ્યુબલ) કેમિકલ્સ સ્વાદેન્દ્રિય (જીભ) સાથે પનારો પાડે, એનું નામ ભોજનનો આનંદ !
આવા જ ક્રોસકનેકશન વનસ્પતિ વિશ્વમાં પણ છે. કોઈ રોગ-જીવાતના આક્રમણ તળે હવામાં સ્પ્રે થાય એમ પાડોશીઓને સ્મેલ સિગ્નલ મળે, એ વાત તો થઈ ગઈ. પણ ક્યાંક એ સ્વાદ પણ પારખે છે. એક અન્ડર એટેક છોડ મિથાઈલ જેસ્મોનેટ નામનો કેમિકલ હવામાં વહેવડાવે છે. એ બીજાના પાંદડા પર બેસીને એ પાંદડા પરના પરસેવા જેવા પ્રવાહી સાથે ભળી જેસ્મોનિક એસિડમાં રૃપાંતરિત થાય છે. પાંદડામાં રહેલા 'ટેસ્ટ' રિસેપ્ટર્સ ટ્રિગર્ડ થઈને તરત એને 'ચાખી' એનો રિસ્પોન્સ આપે છે !
આ તો 'પાંદડાની જીભ'ની વાત થઈ, પણ ઘણી વનસ્પતિઓ એના મૂળિયામાં સ્વાદેન્દ્રિય ધરાવે છે. આફટરઓલ ત્યાંથી પણ પોષણ મેળવવાનું જ છે - ધરતી અને પાણીના.
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/anavrut4551

[શતદલ ગુજરાત સમાચારમાંથી સાભાર ]

Posted By: http://web-sarita.blogspot.com/ Thursday, 24 July 2014

જાતીય શિક્ષણ આજના સમયની માગ છે... - મલ્લિકા સારાભાઈ

જિજ્ઞાસા: આજનાં બાળકો સમય કરતાં વહેલાં                                         રિપક્વ થાય છે. તેમના પ્રશ્નોનો સામનો કરવો મહત્વનું બની ગયું છે.

બાળઉછેર વિશે હું છેલ્લા ઘણા સમયથી વિચારી રહી હતી. મહિ‌લાઓ અને બાળકીઓ પરના અત્યાચારને અટકાવવાના ભાગરૂપે ૧૪મી ફેબ્રુઆરીના અમદાવાદ રાઈઝિંગ અભિયાનના પ્રચાર દરમિયાન મેં ૨૨ 
શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લીધી હતી, જેમાંથી મોટાભાગની સ્કૂલો હતી. બાળકો અને શિક્ષકો સાથે વાતચીત કરતાં મારા ધ્યાનમાં આવ્યું કે જીવનના પહેલા અથવા બીજા વર્ષના સમયમાં જ વ્યક્તિમાં હિંસાનાં બીજ રોપાઈ જાય છે.


કોઈ બાળક તેના શરીર અંગે સમજવાનું શરૂ કરે ત્યારે માતા ખૂબ જ ખુશ થઈ જાય છે, પરંતુ તે તેનાં ગુપ્તાંગોને સ્પર્શ કરે તે સાથે જ તેનો તાત્કાલિક પ્રતિભાવ હોય છે, 'છી... છી... ગંદુ, શેમ શેમ.’ બાળક 
હેબતાઈ જાય છે અને અટકી જાય છે, પરંતુ તેના મગજમાં એ બાબત નોંધાઈ જાય છે કે શરીરના કેટલાક ભાગ સ્વીકૃત નથી. આમ, ગુપ્તાંગો અંગે જાણવાની તેનામાં જિજ્ઞાસા પેદા થાય છે. આગળ જતાં આ જિજ્ઞાસા સંતોષવા બાળકો ઈન્ટરનેટ, પોર્નોગ્રાફી સાઈટ્સ, ગોસીપ અને ગર્ભિ‌ત સંશાધનોના માર્ગે વળે છે. આપણી ફિલ્મો, ખાસ કરીને આઈટમ ગીતો તેમને બતાવે છે કે પુરુષ અને મહિ‌લા કેવી રીતે વર્તે છે. ગુપ્તાંગો અંગે માહિ‌તીના આ સ્રોત તેમની જિજ્ઞાસામાં વધારો કરે છે.



આજનાં બાળકો ખાસ કરીને ટેક્નોલોજીલક્ષી બાળકો અનેક સ્ર્ાોતમાંથી માહિ‌તી મેળવી શકે છે. આપણાં સંતાનો શું જુએ અથવા શું વાંચે અથવા શું સાંભળે તેના પર આપણું કોઈ નિયંત્રણ રહ્યું નથી. આથી, બાળકોના પ્રશ્નો અને જિજ્ઞાસાઓનો સામનો કરવો ઘણું જ મહત્ત્વનું બની ગયું છે.


નૈતિક્તાના ઓઠા હેઠળ બાળકોના આ પ્રશ્નોના જવાબ આપવાનું ટાળવું જોઈએ નહીં. ઉપરાંત બાળકને તેના શરીર અને જાતીયતા અંગે શિક્ષિત કરવાથી તે સેક્સ માટે પ્રોત્સાહિ‌ત થશે તેવી માન્યતા પણ ત્યજી દેવી જોઈએ. આજે અનેક બાળકો માત્ર પાંચ કે છ વર્ષની વયે જ કમ્પ્યૂટરનો ઉપયોગ કરવા અને કી વર્ડ્સ દ્વારા શોધવાનું શીખવા લાગ્યા છે. કેટલીક વીડિયોગેમ્સ પણ જાતીયતાના ગર્ભિ‌તાર્થો દર્શાવે છે. આ પરિસ્થિતિમાં માતા-પિતા જાતીયતા સંબંધિત માહિ‌તી બાબતે કેવી રીતે ચુપકીદી જાળવવાનું ચાલુ રાખશે અને આશા રાખે કે સમય જતાં આ સમસ્યાનો ઉકેલ જાતે જ આવી જશે?

આજનાં બાળકો સમય કરતાં વહેલાં પરિપક્વ થઈ ગયાં છે. આજે છોકરીઓ વહેલા માસિકમાં આવી જાય છે, છોકરાઓ વહેલા ડેટ પર જવા લાગ્યા છે અને વહેલા જ જાતીય રીતે સક્રિય થઈ ગયા છે. આવી સ્થિતિમાં માતા-પિતાએ શાહમૃગવૃત્તિ દર્શાવવાના બદલે સમસ્યાનો સામનો કરવો જોઈએ. શરીરની સમજ અને પૂર્ણતાની જરૂરિયાત શહેરની છોકરીઓને ખાઉધરાપણા અને મંદાગ્નિ‌ જેવી બીમારીઓ તરફ દોરી જાય છે. છોકરાઓ ગેંગ બનાવે છે, ધૂમ્રપાન અને ડ્રગ્સ લેવાનું શરૂ કરે છે, હિંસા અથવા પોર્નોગ્રાફીમાં પણ સંડોવાય છે. હજી કેટલાક મહિ‌ના પહેલાં જ કેરળમાં એક કિશોર વધારાની આવક મેળવવા તેની માતાનો સ્નાન કરતો વીડિયો શૂટ કરતાં પકડાયો હતો.

આપણે શિસ્તનો ખૂબ જ આગ્રહ રાખીએ છીએ. બાળકોને બોલવાની મુક્તિ અને તેમને સાંભળવા જરૂરી છે, તેના વિના તમે તેને યોગ્ય પ્રતિભાવ આપી શકશો નહીં. તેમને એવી અનુભૂતિ કરાવો કે તમે તેમને સમજવા માગો છો, તેમનો દૃષ્ટિકોણ પણ મહત્ત્વનો છે, તમે પણ તમારો દૃષ્ટિકોણ બદલી શકો છો. શિસ્ત સંબંધિત કોઈ બાબત હોય અને તેમની સામે શિસ્તભંગના પગલાં લેવાં હોય તો તેમણે જે કર્યું છે તે શા માટે ખોટું છે તેની તેમની સાથે ચર્ચા કરો. એક વખત તેમને તે બાબત સમજાય એટલે તેમને જ પૂછો કે તેની સજા શું હોઈ શકે? તે સજા બાબતે અસંમત થાય તો તે અંગે વાટાઘાટો કરો. તેને થઈ રહેલી સજા યોગ્ય છે તેમ તેને સમજાવો. તમે ખોટા હોવ, તમારી ગેરસમજ થઈ હોય અથવા તમે કોઈ બાબતનું ખોટું મૂલ્યાંકન કર્યું હોય ત્યારે તમારી ભૂલ સુધારવા તૈયાર રહો.

અહીં અમેરિકન લેખક જોયસે મેનાર્ડની વાત યાદ રાખવા જેવી છે. તેમનું કહેવું છે 'માત્ર બાળક જ નહીં, માતા-પિતાનો પણ વિકાસ થાય છે. આપણાં બાળકો તેમના જીવનમાં શું કરે છે તેના ઉપર આપણે જેટલી નજર રાખીએ છીએ, બાળકો પણ આપણે શું કરતાં હોઈએ છીએ એ જોતાં હોય છે. હું મારા બાળકોને સૂર્યની ઊંચાઈએ પહોંચવા નહીં જણાવું, પરંતુ તેમને ત્યાં સુધી પહોંચવાનો માર્ગ જણાવીશ.’ ચાઈલ્ડિશ ક્વેશ્ચનના લેખક ઓ. એ. બટિસ્ટા પણ કહે છે 'માતા-પિતા તેમના બાળક સાથે દિવસમાં થોડીક મિનિટ ગાળી શકે તો તેનાથી શ્રેષ્ઠ બીજો કોઈ વારસો નથી.’


મલ્લિકા સારાભાઈ



લેખકા પ્રતિષ્ઠિ‌ત અભિનેત્રી અને એક્ટિવિસ્ટ છે.
[http://www.divyabhaskar.co.in/article/ABH-it-is-time-to-demand-sex-education-4262251-NOR.htmlમાંથી સાભાર]

Posted By: http://web-sarita.blogspot.com/

માનવ માનવ થાય તો ઘણું … - સંકલિત

આપણા મૂર્ધન્ય કવિ, જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા, શ્રી ઉમાશંકર જોશીએ કહ્યું છે કે :

વિશાળ જગ વિસ્તારે, નથી એક જ માનવી
પશુ  છે, પંખી  છે,  વનોની  છે  વનસ્પતી.

તાત્પર્ય એ છે કે અદભુત, અદ્વૈત, દિવ્ય સૃષ્ટિમાં માનવી સાથે અસંખ્ય પશુ, પંખી, જંતુઓ, વનસ્પતિ વગેરે છે. સૃષ્ટિની સંપત્તિ એકલા મનુષ્ય માટે નથી. અન્ય જીવો માટે પણ છે. મનુષ્ય સર્વશ્રેષ્ઠ પ્રાણી છે. એટલે તેણે આ બાબત ધ્યાનમાં રાખીને સાચા, સારા, જાગૃત માનવ બનીને અન્ય જીવોના, કલ્યાણ અર્થે ‘જીવો, જીવવા દો અને જિવાડો’ ને જીવનમંત્ર બનાવવો જોઈએ. પણ મોટા ભાગના માણસો માનવ બની ઉત્કૃષ્ટ જીવન જીવતા નથી. માનસ અને માનવમાં ઘણો ફેર છે. વિમલાજીના મત પ્રમાણે દેહ ધારણ કરનારા બધાં માણસો છે પરંતુ જેનામાં ચેતનાનું જીવંત વહન થતું હોય તે માનવી. જે મનુષ્ય હર ક્ષણે જાગૃત, ચેતનામય રહી પોતાનો ધર્મ, કર્તવ્ય બજાવે છે તે જ મનુષ્યમાંથી માનવ બંને છે. આ મુશ્કેલ તો છે જ પરંતુ અશક્ય નથી.
આચાર, વિચાર, વાણી, વર્તન કરતાં પહેલાં માણસ જાગૃત રહી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરે છે આમ માણસને વ્યવહારની પસંદગીનો અધિકાર છે. જીવનદાતાની આ અણમોલ ભેટનો ઉપયોગ માણસે પૂરતી સભાનતાથી કરવો જોઈએ. 
પ્રભુએ માણસને વિવેક બુદ્ધિ, મધુર વાણી, ધર્મ, શિક્ષણ, સંસ્કાર, પ્રેમ, આધ્યાત્મિક વિચારો અને પ્રગતિ માટેની પસંદગીની બધી જ શારીરિક, માનસિક અને સામાજિક તકો આપી છે છતાં તે પોતે પોતાને ‘સ્વ’ ને ઓળખતો નથી. માણસને આખી દુનિયા સારી જોઈએ છે પણ પોતાને સારું થવું નથી. 
દરેક જીવો એક બીજા પર પરસ્પરાવલંબી જીવન જીવે છે. દરેક જીવના જીવનનો આધાર અન્ય અસંખ્ય જીવન પર છે. મારા મત પ્રમાણે સમગ્ર સૃષ્ટિનું સમતુલન અને પર્યાવરણનું જતન કરીને અન્ય જીવોના ક્ષેમકુશળનું રક્ષણ કરવું તથા ‘જીવો, જીવવા દો અને જિવાડો’ ના કુદરતી ન્યાયથી સૌને સ્વતંત્રા અને ગૌરવથી પોતપોતાની રીતે જીવવાં દેવાં તે જ માણસનું મૂળભૂત કર્તવ્ય છે. આ કર્તવ્ય બજાવવા તેમજ જવાબદારી નિભાવવા માટે જ પ્રભુએ તેને શ્રેષ્ઠતા બક્ષી છે. માણસમાંથી માનવી બનવાનું આ જ પ્રેરક બળ છે, પરંતુ પ્રવર્તમાન સમયમાં માણસ આ ફરજ ચૂક્યો છે. પોતાની ભૌતિક સુખસગવડો માટે વિકાસને નામે પર્યાવરણને પ્રદુષિત કરી દિવસે દિવસે સૃષ્ટિને વિનાશ તરફ લઇ જઈ રહ્યો છે.
પરમ કૃપાળુ પરમાત્માએ આ સમગ્ર ગતિશીલ, સતત પરિવર્તનશીલ અને સાપેક્ષ સૃષ્ટિમાં સારાં કર્મો કરી શકે તે હેતુથી માનવને અમોઘ મંત્ર આપ્યો કે હાથથી દાન કરજે, હિંસા નહિ. કાનથી સદવિચારો કરજે, ભંભેરણી નહીં. આંખમાં કરુણા દ્રષ્ટિ રાખજે, ઈર્ષ્યા નહીં. તારા વિશાળ હૃદયમાં અનેકને સમાવજે, એને ખાલી રાખીશ નહીં. આવી દુર્લભ ઇન્દ્રિયો ઈશ્વરે મનુષ્ય સિવાય કોઈ પ્રાણીને બક્ષી નથી. સત્કર્મો કરવાની શક્તિ અને શ્રદ્ધા મનુષ્ય સિવાય કોઈ પ્રાણીને બક્ષી નથી. પોતાનું કર્તવ્ય સમજીને માણસે આ શ્રદ્ધાને ફળીભૂત કરવાની છે. માણસે માનવી બનવા માટે આ માર્ગદર્શક પ્રેરકબળ પૂરતું નથી ?
માનવ ધર્મ એટલે શું ? સંસ્થાગત ધર્મો એક બીજાના વિરોધી નહીં એકબીજાના પૂરક છે. વિવેકાનંદના વિચાર પ્રમાણે ધર્મો બધાં સત્ય નથી, પણ બધાં ધર્મોમાં સત્ય છે. તુકારામનું કથન છે કે બધાં ધર્મો હરિનાં ચરણ જ છે. બધાં ધર્મો એકબીજાના પૂરક છે. એટલે માણસે દરેક ધર્મગ્રંથોનું વાચન કરી, દરેકનો ઉત્તમ સાર જ ગ્રહણ કરવો જોઈએ. આપણા ધર્મનું પાલન કરતાં કરતાં અન્ય ધર્મો પ્રત્યે સહિષ્ણુતા, સમભાવ રાખવાનો છે. માણસ આવું વિચારે તો ધર્મોના ઝઘડાનું અસ્તિત્વ ના રહે.
પૃથ્વીમાતા જેવી મનની અવસ્થા રાખો … 
‘દિવ્ય વસુંધરા બધાંને ધારણ કરે છે. સહનશીલ છે. એ પ્રતિકાર કરતી નથી. ચુપચાપ એ બધાને પ્રતિભાવ આપે છે. કોઈ એના પર ગંદકી કરે છે, થૂંકે છે તો પણ તે કોઈને ધિક્કારતી નથી. બધાને જ સ્વીકારે છે. પોતાના ગમાઅણગમાથી એ પોતાને કે બીજાને પજવતી નથી. એ સમભાવી, સદભાવી છે. કરુણાથી સૌનો સ્વીકાર કરે છે. સ્વીકૃતિ એ પૃથ્વીની પ્રકૃતિ છે. કશાયનો નકાર નહીં. સૌનો, સર્વનો સ્વીકાર.’
મહાન ચિંતકો, મહાત્માઓએ જીવન-સંદેશ આપ્યો છે કે ‘આપણા વિચારો જ આપણું જીવનઘડતર કરે છે.’સ્વામી ચિદાનંદજીનો શાશ્વત સંદેશ છે કે ‘દરેક વ્યક્તિના હૃદયમાં શાશ્વત પરમાનંદનું પરમધામ, પ્રસન્નતાનો અખૂટ સ્તોત્ર અમૃતનો ભંડાર તથા દિવ્ય કેન્દ્ર હોય છે. ઉદાત્ત અને દિવ્ય વિચારોને હૃદયમાં સ્થાન આપો જેથી તમારી પરિસ્થિતિ તથા વાતાવરણ તમારા માટે નિ:સંદેહ સદાય અનૂકુળ રહેશે.’ આ માટે જરૂર છે વિચારના ખેતરમાં સતત ગોડ (શોધ/ખોજ) કરતા રહેવાની. એ માટી જેમાં વિચાર ઊગે છે, પુષ્ટ થાય છે તેને યોગ્ય ખાતર આપવાની અને બંધિયારને બદલે મોકળું વાતાવરણ આપવાની. વિચારણા ઘણા સ્તોત્ર છે. જીવન-ઘડતર કરે તેવું વાચન, ચિંતન, સંવાદ, પ્રવચન – દર્શન, નિરીક્ષણ, સત્સંગ, ચર્ચા … વગેરે. અદભૂત પ્રકૃતિનું દર્શન-નિરીક્ષણ પણ મન, હૃદય અને આત્માને પુલકિત –પ્રસન્ન કરશે. હંમેશાં સકારત્મક વિચાર કરો તો જીવનપથ આપોઆપ રળિયામણો બનશે જ. આમ માણસ માનવી બંને તો કુટુંબ, સમાજ, રાષ્ટ્રમાં સુખ, શાંતિ, આનંદ અને સમૃદ્ધિ પ્રગટે. આપણી પ્રજાનું અનેક અનિષ્ટોનું મૂલ કદાચ વિચાર શૂન્યતામાંથી જડશે. સામાન્ય રીતે જુદા જુદા વિષયોમાં પરીક્ષાઓ પાસ કરી ઉચ્ચ પદવીઓ મેળવેલ માણસ ભણેલો કહેવાય પરંતુ તે શિક્ષિત કે કેળવાયેલો ન કહેવાય. એનું વ્યકતિત્વ, ચારિત્ર્ય કે સંસ્કારઘડતર થયું હોય અને વિશ્વબંધુત્વ, વિશ્વપ્રેમ, વિશ્વશાંતિની ભાવના પ્રગટી હોય અને સૃષ્ટિના અદ્વૈત અંશ સ્વરૂપે પોતાને પામવાની શક્તિ અને સમજણ એનામાં પ્રગટી હોય તો જ, આવો કેળવાયેલો માણસ જ, શિક્ષિત માનવ કહેવાય. આપણા ગુજરાતના મૂક સેવક પૂ.રવિશંકર દાદાનોજીવનસંદેશ છે કે ‘ઘસાઈને ઊજળા થઈએ, બીજાને ખપમાં આવીએ.’ સાદું પરોપકારી, પ્રામાણિક જીવન અને ઉચ્ચ વિચારો જ માનવીનો સાચો વૈભવ છે. 
ભગવાન બુદ્ધ કરુણાની મૂર્તિ હતા. તેમણે ઉપદેશ આપ્યો છે કે, ‘માનવીમાં જ્યારે કરુણા, પ્રેમ અને સદભાવના જાગે છે ત્યારે સમગ્ર સૃષ્ટિના અન્ય જીવોના અંતરાત્માને ઓળખે છે અને સમજે છે કે સૌનો આત્મા એક જ છે.’ વળી તેઓશ્રીએ કહ્યું છે કે પૃથ્વિમાતા જેવી મનની અવસ્થા રાખો. 
આમ ભગવાન બુદ્ધનો સંદેશ છે કે ‘વસુધૈવ કુટુમ્બકમ્’. સમગ્ર વિશ્વ એક અદ્વૈત સ્વરૂપ કુટુંબ છે. આવી ઊંડી સમજ સૌ કેળવે અને ‘પરસ્પર દેવો ભવ’ ની ભાવના રાખે તો સૌના દિલમાં રામ વસે જેથી સૌને પરમ સુખ, શાંતિ, આનંદ મળે. સૌના હૃદયમાંથી દૂર્યોધાનના અવગુણો ક્રોધ, લોભ, ઈર્ષ્યા, અહમ્ … વગેરે દૂર થાય અને સત્ય, પ્રેમ, અહિંસા, કરુણા જેવા ગુણો પ્રગટ થાય. આમ મન ધર્મક્ષેત્ર પણ છે અને કુરુક્ષેત્ર પણ છે. મન કૌરવ અને પાંડવ બંને છે. માટે જીવનમાં કૃશ જેવો સારથી મળે તો ઊગરી જવાય. અહમમાંથી સોહમ્ તરફની ગતિ એ સ્થૂળ પ્રવાસ નથી પણ પવિત્ર યાત્રા છે. ખલિલ જિબ્રાનનું એક વાક્ય છે : આખા વૃક્ષની સંમતિ વિના એનું એક પાંડુ પણ પીળું પડતું નથી તેમ આપણામાં ઊંડે લપાઈને પડેલી ઈચ્છાઓ અને અપેક્ષાઓને કારણે આ સંકટનું નિર્માણ તો નથી થયું !!! ? માણસે તમામ પ્રવૃત્તિ સમાજ, દેશ અને સૃષ્ટિના હિતને લક્ષમાં રાખીને જ કરવી જોઈએ. 
માનવીની સભ્યતાનો  આરંભ થયો ત્યારે ‘જીવો જીવસ્ય જીવનમ્’ નો વિચાર સિદ્ધાંત તરીકે સ્વીકારી લેવામાં આવ્યો. પરંતુ સભ્યતાનો આગળ વિકાસ થતો ગયો તેમ તેમ સહઅસ્તિત્વનો એટલે કે ‘જીવો અને બીજાને જીવવા દો’ એ સિદ્ધાંત સાથ્પાયો. એથી પણ સમય જતાં સભ્યતા વાસ્તવિક અર્થમાં સભ્યતા બની ત્યારે અનુભવાયું કે કેવળ સહઅસ્તિત્વ પૂરતું નથી, એનાથી તો સ્વાર્થપરાયણતા જ વધશે. સિદ્ધાંત આગળ વધ્યો : પોતે જેવો, અન્યને જીવવા દો અને બીજા પણ માનભેર ગૌરવથી જીવી શકે તે માટે તેમને મદદ કરો. એમાં માનવતા રહેલી છે કે બીજાની સાથે, અન્ય જીવોની સાથે સહકાર, સદભાવ, પ્રેમથી જીવવું. દરેક માણસ એકબીજાનો સાથી અને સહયોગી હોય, દરેક માણસ માત્ર ‘સ્વ’ નો જ વિચાર ના કરે પરંતુ સર્વોદયનો વિચાર કરતો હોય એ જ સભ્યતાના વિકાસની પ્રક્રિયા છે. આ જ માનવતાનું પરમ મૂલ્ય છે.
માનવી ગોઠવાય તો ઘર –કુટુંબ, સમાજ અને દુનિયા ગોઠવાય. પણ આજના રોકેટ યુગમાં માનવી અવકાશમાં ઊડે છે, મહાસાગરના તળિયે માછલીની માફક ફરે છે પણ જે ધરતીમાતા પર તે જન્મ્યો છે તેના પર તેને માનવ બનીને જીવતાં આવડતું નથી.
સૌ જાગૃત, સજ્જન અને વિચારશીલ માણસો માટે આજના પ્રવર્તમાન જ્ઞાન-વિજ્ઞાનના સમયમાં આ જ મોટી વિડંબણા છે. પ્રભુ સૌને સદબુદ્ધિ આપે. 

- સંકલિત 

['દાદીમાની પોટલી માંથી સાભાર]

Posted By: http://web-sarita.blogspot.com/

Thursday, 17 July 2014

Google Android Phone Secret Codes

These codes have been obtained by decoding various .apk files present in the phone firmware.
*#*#4636#*#*

This code can be used to get some interesting information about your phone and battery. It shows following 4 menus on screen:
  • Phone information
  • Battery information
  • Battery history
  • Usage statistics
*#*#7780#*#*

This code can be used for a factory data reset. It’ll remove following things:
  • Google account settings stored in your phone
  • System and application data and settings
  • Downloaded applications
It’ll NOT remove:
  • Current system software and bundled applications
  • SD card files e.g. photos, music files, etc.
PS: Once you give this code, you get a prompt screen asking you to click on “Reset phone” button. So you get a chance to cancel your operation.
*2767*3855#
Think before you give this code. This code is used for factory format. It’ll remove all files and settings including the internal memory storage. It’ll also reinstall the phone firmware.
PS: Once you give this code, there is no way to cancel the operation unless you remove the battery from the phone. So think twice before giving this code.
*#*#34971539#*#*
This code is used to get information about phone camera. It shows following 4 menus:
  • Update camera firmware in image (Don’t try this option)
  • Update camera firmware in SD card
  • Get camera firmware version
  • Get firmware update count
WARNING: Never use the first option otherwise your phone camera will stop working and you’ll need to take your phone to service center to reinstall camera firmware.
*#*#7594#*#*
This one is my favorite one. This code can be used to change the “End Call / Power” button action in your phone. Be default, if you long press the button, it shows a screen asking you to select any option from Silent mode, Airplane mode and Power off.
You can change this action using this code. You can enable direct power off on this button so you don’t need to waste your time in selecting the option.
*#*#273283*255*663282*#*#*
This code opens a File copy screen where you can backup your media files e.g. Images, Sound, Video and Voice memo.
*#*#197328640#*#*
This code can be used to enter into Service mode. You can run various tests and change settings in the service mode.
WLAN, GPS and Bluetooth Test Codes:
*#*#232339#*#* OR *#*#526#*#* OR *#*#528#*#* – WLAN test (Use “Menu” button to start various tests)
*#*#232338#*#* – Shows WiFi MAC address
*#*#1472365#*#* – GPS test
*#*#1575#*#* - Another GPS test
*#*#232331#*#* – Bluetooth test
*#*#232337#*# – Shows Bluetooth device address
*#*#8255#*#*
This code can be used to launch GTalk Service Monitor.
Codes to get Firmware version information:
*#*#4986*2650468#*#* – PDA, Phone, H/W, RFCallDate
*#*#1234#*#* – PDA and Phone
*#*#1111#*#* – FTA SW Version
*#*#2222#*#* – FTA HW Version
*#*#44336#*#* – PDA, Phone, CSC, Build Time, Changelist number
Codes to launch various Factory Tests:
*#*#0283#*#* – Packet Loopback
*#*#0*#*#* – LCD test
*#*#0673#*#* OR *#*#0289#*#* – Melody test
*#*#0842#*#* – Device test (Vibration test and BackLight test)
*#*#2663#*#* – Touch screen version
*#*#2664#*#* – Touch screen test
*#*#0588#*#* – Proximity sensor test
*#*#3264#*#* – RAM version
NOTE: All above codes have been checked on Google Android phone Samsung Galaxy I7500 only but they should also work in other Google Android phones.
Android Keyboard Shortcuts: Scrolling
• Spacebar: Page down in any Web page/document view
• Shift + Spacebar: Page up in any Web page/document view

Android Keyboard Shortcuts: Typing

• Alt + Spacebar: Insert a special character
• Shift + Del: Delete the character to the right of the cursor
• Alt + Del: Delete an entire line
• Shift + Shift (press it twice): Activate caps-lock; press shift once more to exit
• Alt + Trackball-Left: Move cursor to beginning of line
• Alt + Trackball-Right: Move cursor to end of line
• Alt + Trackball-Up: Move cursor to top of page
• Alt + Trackball-Down: Move cursor to bottom of page
• Shift + Trackball-Left/Right: Highlight text for cutting or copying
• Menu + X: Cut text (will cut all text on-screen unless specific characters are highlighted)
• Menu + C: Copy text to clipboard (will copy all text on-screen unless specific characters are highlighted)
• Menu + V: Paste text from clipboard
• Menu + A: Select all text in the current field

Android Keyboard Shortcuts: Browsing

• Menu + I: Zoom in
• Menu + O: Zoom out
• Menu + J: Go back a page
• Menu + K: Go forward a page
• Menu + R: Refresh current page
• Menu + F: Find on page
• Menu + B: Open bookmarks
• Menu + S: Open social network sharing menu
• Menu + H: View browsing history
• Menu + S: Open browser settings

Android Keyboard Shortcuts: Gmail

• F: Forward current message (works only while inside the message)
• R: Reply to current message (works only while inside the message)
• A: Reply-all to current message (works only while inside the message)
• Y: Archive message (works from within message or while on main inbox list)
• Menu + U: Refresh inbox
• Menu + C: Compose new e-mail
• Enter: Open an e-mail (from the main inbox list)
• Alt + Trackball-Up: Jump to top of inbox
• Alt + Trackball-Down: Jump to bottom of inbox
Android Keyboard Shortcuts: Apps
• Search + B: Open browser
• Search + C: Open contacts
• Search + E: Open e-mail
• Search + G: Open Gmail
• Search + I: Open calendar
• Search + M: Open maps
• Search + P: Open music
• Search + S: Open text messaging
• Search + Y: Open YouTube
You can also customize the keyboard shortcuts for applications: Just go into "Applications" off the main system settings menu, then select "Quick Launch." From there, you can change any of the above app-controlling hotkeys and add in your own.
THINGS YOU NEVER KNEW YOUR CELL PHONE COULD DO !!! 

There are a few things that can be done in times of grave emergencies. Your mobile phone can actually be a life saver or an emergency tool for survival. Check out the things that you can do with it:

FIRST Subject: Emergency 

The Emergency Number worldwide for Mobile is 112. If you find yourself out of the coverage area of your mobile; network and there is an emergency, dial 112 and the mobile will search any existing network to establish the emergency number for you, and interestingly this number 112 can be dialed even if the keypad is locked. Try it out.

SECOND Subject: Have you locked your keys in the car? 

Does your car have remote keyless entry? This may come in handy someday. Good reason to own a cell phone: If you lock your keys in the car and the spare keys are at home, call someone at home on their cell phone from your cell phone. Hold your cell phone about a foot from your car door and have the person at your home press the unlock button, holding it near the mobile phone on their end. Your car will unlock. Saves someone from having to drive your keys to you. Distance is no object. You could be hundreds of miles away, and if you can reach someone who has the other "remote" for your car, you can unlock the doors (or the trunk). Editor's Note: It works fine! We tried it out and it unlocked our car over a cell phone!"

THIRD Subject: Hidden Battery Power 

Imagine your cell battery is very low. To activate, press the keys *3370# Your cell will restart with this reserve and the instrument will show a 50% increase in battery. This reserve will get charged when you charge your cell next time.

FOURTH Subject: How to disable a STOLEN mobile phone?

To check your Mobile phone's serial number, key in the following digits on your phone: * # 0 6 # A 15 digit code will appear on the screen. This number is unique to your handset. Write it down and keep it somewhere safe. When your phone get stolen, you can phone your service provider and give them this code. They will then be able to block your handset so even if the thief changes the SIM card, your phone will be totally useless. You probably won't get your phone back, but at least you know that whoever stole it can't use/sell it either. If everybody does this, there would be no point in people stealing mobile phones.

And Finally.... FIFTH Subject: 

Cell phone companies are charging us $1.00 to $1.75 or more for 411 information calls when they don't have to. Most of us do not carry a telephone directory in our vehicle, which makes this situation even more of a problem. When you need to use the 411 information option, simply dial: (800) FREE 411, or (800) 373-3411 without incurring any charge at all. Program this into your cell phone now.
Origins:   The message reproduced above is (with one exception) a compendium of topics we've already covered in separate articles, so we'll just provide a brief summary for each entry with a pointer to a more detailed explanation:
  1. Calling 112 on your cell phone will (in some parts of the world, primarily Europe) connect you to local emergency services, even if you are outside your provider's service area (i.e., even if you are not authorized to relay signals through the cell tower that handles your call), and many cell phones allow the user to place 112 calls even if the phone lacks a SIM card or its keypad is locked. However, the 112 number 
    does not have (as is sometimes claimed) special properties that enable callers to use it in areas where all cellular signals are blocked (or otherwise unavailable).

  2. Cars with remote keyless entry (RKE) systems cannot be unlocked by relaying a key fob transmitter signal via a cellular telephone. RKE systems and cell phones utilize different types of signals and transmit them at different frequencies.

  3. The claim that pressing the sequence *3370# will unleash "hidden battery power" in a cell phone seems to be a misunderstanding of an option available on some brands of cell phone (such as Nokia) for Half Rate Codec, which provides about 30% more talk time on a battery charge at the expense of lower sound quality. However, this option is enabled by pressing the sequence *#4720# — the sequence *3370# actually enables Enhanced Full Rate Codec, which provides better sound quality at the expense of shorter battery life.

  4. Entering the sequence *#06# into a cell phone may display a 15-digit identification string, but that function only works with some types of cell phones, and the efficacy of reporting the ID number to a cellular service provider to head off unauthorized use of a lost or stolen phone is limited.

  5. Some business outfits such as (800) FREE-411 do provide free directory assistance services to cell phone customers. However, users should note that the service is "free" in the sense that FREE-411 provides directory information to callers at no charge, but cellular service providers may still assess charges related to placing such calls.

Read more at http://www.snopes.com/inboxer/household/cellphones.asp#Ce76PtrdK9wik1Dh.99

Posted By: http://web-sarita.blogspot.com/ Thursday, 17 July 2014

કમ્પ્યુટર અને આઈટી ક્ષેત્રમાં અવારનવાર ઉપયોગમાં લેવાતા શોર્ટફોર્મ્સ

કમ્પ્યુટર અને આઈટી ક્ષેત્રમાં અવારનવાર ઉપયોગમાં લેવાતા શોર્ટફોર્મ્સ વિશે બધા જાણતા હોય છે પરંતુ આ શોર્ટફોર્મ્સનાં ફુલફોર્મ્સ ખૂબ ઓછા લોકોને યાદ હોય છે. વારંવાર ઉપયોગમાં આવતા હોવા છતાં આવા શોર્ટફોર્મ્સના ફુલફોર્મ્સને લોકો પહેલીવાર સાંભળે ત્યારે 'અછ્છા તો આ થાય.. તેનું ફુલફોર્મ' એવું બોલી જાય છે.
આઈટી અને કોમ્પ્યુટરને લગતા તથા રોજબરોજ ઉપયોગમાં લેવાતા કેટલાક મહત્વના શોર્ટફોર્મ્સ અને તેના ફુલફોર્મ્સની યાદી આ મુજબ છે...

1 GOOGLE - globel organization of oriented group language of earth
2 YAHOO - yet another hierarchical officious oracale
3 WINDOW - Wide interactive network develpment for office work sollution
4 COMPUTER - Communication oriented machine purposely utilized technical educational research a scholarly articale
5 VIRUS - virtually infected reputed utilized software
6 UMTS - universal mobile telecommunicati­on system
7 AMOLED - active matrix organic emitting diode
8 OLED - organic lite emitting diode
9 IMEI - international mobile equipment identy
10 ESN - electronic serial number
11 UPS - uninterupitible­ power supply
12 HDMI - high defenation multimedia interface
13 VPN - virchual private network
14 APN - access point name
15 SIM - subsucriber identy module
16 LED - lite emitting diode
17 DLNA - digitel line network access
18 RAM - random access memory
19 ROM - read only memory
20 VGA - video graphic array
21 QVGA - quarter video graphic array
22 WVGA - wide video graphic array
23 WXGA - wide extended graphic array
24 USB - universal service bus
25 WLAN - wireless local area network
26 PPI - pixel per inch
27 LCD - liquid crystel display
28 HSDPA - high speed downlink packet access
29 HSUPA - high speed upload packet access
30 HSPA - high speed packet access
31 GPRS - general packet radio service
32 EDGE - enhancement datarate for globel evolution
33 NFC - near field communication
34 OTG - on-the-go
35 S-LCD - super clear liquid display
36 O S - oprating system
37 SNS - socail networking sites
38 H S - HOTSPOT
39 P O I - point of interest
40 GPS - globel position system
41 DVD - digitel video disc
42 DTP - desk top publishing
43 DNSE - digitel natural sound engine
44 OVI - ohio video inrranet
45 CDMA - code division multiple access
46 WCDMA - wide-band code division multiple access
47 GSM - globel system for mobile communication
48 WI-FI - wireless fidelity
49 DIVX - digitel internet video access
50 APK - authenticated public key
51 J2ME - java 2 micro edition
52 SIS - symbian installation source
53 DELL - digitel electronic link library
54 ACER - acquisition collabration experimantion reflaction
55 RSS - really simple syndication
56 TFT - thin film transister
57 AMR - adapative multi rate
58 MPEG - moving pictures experts group
59 IVRS - interactive voice response system
60 HP - hewlett-packard

[ ગુજરાત સમાચાર http://gujaratsamachar.com માંથી સાભાર ]

Posted By: http://web-sarita.blogspot.com/

Contact Us

Name

Email *

Message *

 

Latest post

About Us

Recent Comment

Copyright © . WebSarita. All Rights Reserved.
Designed by :-Way2themes
Powered By: © Mr. Mukesh Merai. All Rights Reserved.