પર્સનાલિટી ડેવલપમેન્ટ, માઇન્ડ મેનેજમેંટ, બોડી બિલ્ડીંગ વિષે ઘણું બધુ સંશોધન થઈ ગયું છે અને રોજે રોજ નવું નવું બહાર પડતું રહે છે. સેલ્ફ કોન્ફિડન્સ, વિલ પાવર, માઇન્ડ ટ્રેનીંગ વગેરે શબ્દો ફક્ત કિતાબોમા પડ્યા રહે છે.
-
ગુસ્સા ને કાબુમાં રાખવો, તેના પરિણામો ખુબજ ખરાબ આવતા હોય છે. આજ શક્તિને જો નાથવામાં આવે અને બીજા રચનાત્મક કામમાં વાળવામાં આવે તો દુનિયા હલાવી શકો છો.
-
સમાનતા : દરેક વ્યક્તિને સમાનતાની દ્રષ્ટિથી જોવા જોઈએ. કોઈને તુચ્છ કે હિન ન સમજવા . આમ કરવાથી તમારું પણ સન્માન થસે અને ઇજ્જત વધશે
-
સંઘ ભાવના : સાથે મળીને દુષ્કર કાર્યો સહેલાયથી થઈ શકે છે. તે પછી પોતાના ઘર માટે હોય, સમાજ માટે હોય કે પછી રાષ્ટ્ર માટે હોય. પોતાના પર્સનલ વિચારો ને એક બાજુએ રાખીને, પોતાનો ઇગો ભૂલીને કોમન ગોલ માટે સંઘર્ષ કરી કાર્ય સિધ્ધ કરવું જોઈએ.
-
માફ કરવાનો ગુણ એટલે કે જતું કરવું. : આમ કરવાથી ઘણી બધી શક્તિ અને સમય બચી જસે અને પોતાના કામોમાં ધ્યાન આપી શકશો. વધુમાં તમારો આત્મા પણ મજબૂત થશે. જેમ હથિયાર ઉઠાવતા આવડવું જોઈએ તેમ નાની નાની વાતોમાં માફ કરતાં શીખવું જોઈએ.
-
સંસ્કારિતા : સાહિત્ય, સંગીત અને કલા વિનાનો માણસ એ શિંગડા અને પુંછડા વગરનો પશુ જ છે.
-
આત્મનિરિક્ષણ : આ વિનાની જિંદગી જીવવા લાયક હોતી નથી. જીવનના સારા માઠા અનુભવોમાં થી શિખીને માનવે આગળ વધવાનું હોય છે. અને જીવનપર્યત શીખવાનું હોય છે. The secret of life is education through experience – swami vivekanand
-
ભય ; ઘણા વ્યક્તિઓ નાની નાની બાબતો અંગે વ્યર્થ ચિંતાઓ કરીને ડરતા હોય છે. સમય અને શક્તિ બંને બગાડે છે. તેમજ નાની મોટી શારીરિક અને માનસિક બીમારીઓમાં સપડાઈ જાય છે. ઘણીવાર ભય એટલો બધો વધી જાય છે કે સમસ્યાથી બચવા આપઘાત સુધી પહોચી જાય છે. વ્યક્તિત્વ વિકાસમા નીડરતા ખુબજ મહત્વની છે.
-
સારી સોબત : હાં, આ પણ જરૂરી છે સારી સોબતથી સારા ગુણો વિકસાવવામાં મદદ થાય છે.
-
નિયમિતતા : કોઈ પણ સારો નિયમ નિયમિત કરવાથી ગુણ બની જાય છે. એક વિદ્યાર્થી હરરોજ સમયે નિશાળમાં જાય છે. તો તેને આપણે પંક્ચુયલ એટલેકે નિયમિત કહીશું. રોજ ક્રિકેટ રમવાથી તેમાં નિપુણ થવાસે. ઘણા એવી દલીલ કરે છે કે એ તો મહાન છે તે કરી શકે. ના એમ નથી તે તેમ કરી શકે છે એટલે મહાન છે. દા. ત. તેંદુલકર નિયમિત રીતે રનના ઢગલા કરે છે એટલે મહાન છે નહિ કે મહાન છે એટલે રન કરે છે.
-
મજબૂત મનોબળ : વિલપાવર જીવનમાં અતિશય ઉપયોગી છે. આજના જમાનામાં માનસિક તાકાત વિના સફળ થવાસે નહીં . જીવનમાં ઘણી ઉપાધિઓ આવે છે ડગલેને પગલે. નિષ્ફળતા થી હારી ન જવાય. વ્યક્તિત્વની મહાનતા ભૂલો ન કરવી તેમાં નથી પણ દરેક ભૂલ કે નિષ્ફળતા પછી ફરીથી ઊભા થવું તેમાં છે.
-
પ્રેમ અને ભરોષો : આ બે ફેક્ટર સિવાય જીવન અધૂરું છે. ખાલી છે. સૂકા તળાવ જેવુ નીરસ , અને બોરિંગ. આ બે ગુણો ના હોય તો માણસ મીઠા વગરનું શાક છે. ભલે નોલેજ ના હોય, ચાલસે. ભણતર નહીં હોય ચાલસે. આવડત નહીં હોય ચાલસે. પરંતુ પ્રેમ આપવાની અને પ્રેમ કરવાની કેપેસિટી નહીં હોય તો હરગિજ નહીં ચાલે. તેજ રીતે ભરોશો કરવાની અને ભરોશો રાખવાની કેપેસિટી નહીં હોય તો નહીં ચાલે. આ બે ગુણો સિવાય માણસ કે સ્ત્રીની કલ્પના કરવી જ અસંભવ છે. તેના થકીજ પરિવાર અને સમાજ બને છે અને ચાલે છે નહીં કે પૈસાથી. આ વસ્તુ સમજી લેવા નમ્ર અરજ છે. નહિતર બહુ મોટો માર ખાઈ જશો. સ્વાર્થ અને અવિશ્વાસ થી બને તેટલા દૂર રહેજો.. તમારા વ્યક્તિત્વ વિકાસના આ બે મહત્વના પાસા છે. સમજદારકો ઇસારા કાફી : પ્રમોદ મહાજનને તેનાજ સગા ભાઈએ ગોળી મારીને પતાવી દીધો. આ પ્રસંગ શું દર્શાવે છે. દાંપત્ય જીવનમાં આ બંને ગુણો અતિ મહત્વના છે. તેજ રીતે મિત્રતામાં પણ ખરા .
[LANDSCAPE OF TRUTH:THE POSITIVE POWER: http://raol1810pr.wordpress.com/ માંથી સાભાર ]
Posted By: http://web-sarita.blogspot.com/ Thursday, 7 August 2014