Posted By: http://web-sarita.blogspot.com/ Friday, 9 May 2014
Friday, 9 May 2014
મારે એની સાથે હવે કોઇ જ સંબંધ નથી (ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ)
જીવાતા સંબંધ .. ... ...
છેલ્લા કેટલાય દિવસથી સંબંધ નામના તુફાનથી લડી રહી છુ. કેવી રીતે, કઇ રીતે એ કહેવુ અને જાણવુ અહીયા ગૌણ છે. પણ આમાથી જે કાઇ શીખવા મળ્યુ અને જે ખરેખર શીખવા જેવુ છે તે જરુર કહીશ. માણસ જન્મે છે ત્યારથી સંબંધ નામની “અજબ ગજબ સૃષ્ટિ” રચાય જાય છે. માતાના ગર્ભથી લઇને મોર્ડન જમાનામાં ઇન્ટરનેટ સુધીના સંબંધો સાથે આપણે જીવી રહ્યા છે. આ સંબંધ સુખદાયી છે કે દુ:ખદાયી? વિષાદગ્રસ્ત છે કે ઉલ્લાસપૂર્ણ? અને છેલ્લે “ક્ષણજીવી છે કે ચિરંજીવી??” આ પ્રશ્ન હંમેશા દરેકને સતાવતો હોય છે. બહારથી સુખદાયી દેખાતા સંબંધ દુ:ખદાયી પણ હોઇ શકે. ઉલ્લાસપૂર્ણ દેખાતા સંબંધ વિષાદગ્રસ્ત હોય શકે….!! હોય છે.


બદલતાં માણસોનો વીશ્વાસ ન રાખો.
સમય બદલાય પણ
લાગણીઓ ન બદલાય
તેવા માણસોની સંગત કરો….”
Posted By: http://web-sarita.blogspot.com/
Saturday, 3 May 2014
ગીતાઃ જ્યારે પાર્થનો પુત્ર ‘વિષાદ’ પરમાત્માની પુત્રી ‘વાણી’ને પરણે છે..! - જય વસાવડા
‘પથ્થર પે લકીર’ જેવા વજનદાર સિદ્ધાંતો આપતા ચુસ્ત ‘ધર્મગ્રંથો’ કરતાં ભગવદ્દગીતાની ‘વાર્તા’ વઘુ ઉત્તમ ‘જીવનપંથો’ કંડારે છે
‘વેદરૂપી સમુદ્રને જયારે બુદ્ધિરૂપી રવૈયાથી (ન સમજાયું? બ્લેન્ડર ઉર્ફે જેળણી!) વલોવવામાં આવ્યો ત્યારે એમાંથી ભગવદ્દગીતારૂપી માખણ નીકળ્યું. આ ‘ગીતા નવનીત’ની જ્ઞાનરૂપી અગ્નિની વિચારરૂપી મંદ ઝાળ પર તપાવાય ત્યારે એમાંથી શ્રેષ્ઠ જીવનરૂપી ઘી મળે છે.’
આ ભારેખમ પણ કાવ્યાત્મક પ્રશંસાના શબ્દો છે મહારાષ્ટ્રના સંત જ્ઞાનદેવના… જેમણે ૧૫ વર્ષની ઉંમરે ભગવદ્દગીતા પર મનન કરી એની સમજૂતી આપતી ‘જ્ઞાનેશ્વરી ગીતા’ લખેલી. ભગવદ્દગીતા નામના પ્રમાણમાં ટચુકડા એવા ગ્રંથનું ‘સકસેસ સિક્રેટ’ આ બિરદાવલિમાં છુપાયેલું છે. ગીતા એ કેવળ ધર્મોપદેશ નથી. એને જ્ઞાન, બુદ્ધિ, તર્ક, વિચાર ઇત્યાદિના ‘ઓવન’માં શેકી શકાય છે. વિનોબા ભાવેથી હરિભાઈ કોઠારી સુધીના સહુ કોઇ એટલે જ એમાંથી અલગ અલગ અર્થછાયાઓ તારવી શકયા છે. ભારત અને ભગવદ્દગીતા બંને એકબીજાના પર્યાય જેવા છે. બંને કેલીડોસ્કોપ જેવા છે- જયારે જૂઓ ત્યારે કોઇક નવો રંગ… નવી ડિઝાઇન… નવી આકૃતિનો સાક્ષાત્કાર નજરને થતો રહે!
ગીતા નામધારી કોઇ સ્વરૂપવાન સુકન્યાના દેહલાલિત્યના રસભીના વર્ણનને બદલે આ ગીતા નામના આઘ્યાત્મિક પુસ્તકની ચર્ચા કરવાનું મન થવાનું કારણ કેવળ આજની ગીતાજયંતી નથી. એક મત મુજબ ગીતા કહેવાઇ ત્યારે માગશર મહિનો ચાલતો હતો. આમ પણ પ્રાચીન ભારતમાં ‘અગ્રહાયણ’ના નામે ઓળખાતા માગશર માસથી નવું વર્ષ પંચાંગમાં ગણાતું હતું. ગીતામાં પણ ‘માસાનાં માર્ગશીર્ષો અહમ્’ યાને ‘મહિનાઓમાં હું માગશર છું’ એવું કૃષ્ણપ્રસાદ વસુદેવરાય યાદવજી, રહેઠાણ દ્વારકા, વતન મથુરાએ ફરમાવ્યું છે.
ના, ના પ્રિય કૃષ્ણભકતો, એમ નારાજ ન થશો. કહેવાનો મતલબ એ છે કે ગીતા આજકાલ એના નામે ટોળા ભેગા કરી તરવા નીકળેલા ધઘૂપપૂઓ (ધર્મઘૂરંધર પરમ પૂજયશ્રીઓ!) ‘દિવ્યગ્રંથ’ કહે છે માટે મહાન છે- એવું નથી. જગતના દરેક ધર્મના શ્રદ્ધાળુઓ પોતાના પવિત્ર પુસ્તકને એટલા માટે ઉત્તમોત્તમ ગણાવે છે કે એના અમૃતવચનો સીધા જ પરમાત્મા, ખુદાતાલા, ગોડ કે ઇશ્વર જે કહો તેના મુખારવિંદમાંથી નીકળ્યા છે. ‘આ તો સીધી પ્રભુની વાણી છે, માટે એ અફર અને અમર જ હોય’વાળી વાત પાયામાંથી જ ખોટી છે. આ તો પરાણે પ્રીત કરાવવાનું બ્રેઇનવોશિંગ છે. ખુદ ભગવાને કહ્યું છે માટે કંઇ થોડું ખોટું હોય? એ તો આપણી બુદ્ધિ ટૂંકી છે!’ આવી વાહિયાત દલીલ કરનારા આમ કહીને જો ગીતાની મહાનતા સ્થાપિત કરવા માંગતા હોય તો નક્કી જાણજો કે એ ખુદ ‘ગીતાભકત’ છે, પણ ‘ગીતાજ્ઞાની’ નથી. એણે ગીતા ગોખી છે, પણ સમજી નથી. ગીતાની સિદ્ધિ જ એ છે કે એની વાત સાચી છે, માટે ઇશ્વરીય છે. ઇશ્વરીય છે, માટે સાચી નથી! આ વિરોધાભાસ સમજવાનો પ્રયત્ન કરજો… અને ન સમજાય તો ગીતા વાંચજો!
ભારતીય શાસ્ત્રો મુજબ ભકિત પાંચ પ્રકારે થાય છે. ‘શાંતરસ’ની ભકિતમાં ભકત તટસ્થભાવે ભગવાનને (કે કોઇપણ આરાઘ્ય બાબતને) ભજે છે. જેમ એક ગણિતશાસ્ત્રી નિર્લેપભાવે દાખલો ગણવામાં ડૂબી જાય છે તેમ! ‘દાસ્યરસ’વાળી (આજકાલ ખૂબ ચાલેલી) ભકિતમાં પ્રભુને જેમ એક સેવક એના માલિકને રાજી રાખવા ઇચ્છે એમ ભજવાના હોય છે. એમાં ગુલામીથી ખુશામત સુધીના બધા પરિમાણો આવી જાય! ભકિત ‘વાત્સલ્યરસ’થી પણ થઇ શકે. મા-બાપ પોતાના સંતાનની રાડારાડ પણ પ્રેમથી સહન કરી એની આગળ- પાછળ ફરે- એ પણ માતા- પિતા દ્વારા થતી સંતાનની ભકિત જ છે ને! ‘માઘુર્યરસ’વાળી ભકિત એટલે પ્રિયત્તમ અને પ્રેયસી એકબીજાની આરાધના કરે તે! ‘જાન, તુમ્હારે લિયે ચાંદ – તારે તોડ લાઉં’વાળી મુહોબ્બતની ફીલિંગ પણ ‘મેન’ને ‘મેડ’ ભકત બનાવે જ છે ને! ‘તું જેમ કહે તેમ, ડાર્લિંગ!’વાળી વાત છે. ભકિતનો પાંચમો પ્રકાર છે ‘સખ્યરસ’. ‘યાર, તું તો બાકી કમાલ છે’ કે ‘દોસ્ત, ગજબની સૂઝ છે તારી… તું મને જરાક ગાઇડન્સ (માર્ગદર્શન) દે…’વાળો સંબંધ પણ બે મિત્રો વચ્ચેની દિલદારી અકબંધ જાળવીને, મસ્તી- મજાકનો વ્યવહાર સાચવીને પણ એક મિત્રને બીજા મિત્રના જ્ઞાનનો ભકત બનાવે છે !
જેમ ડિટેકટીવ પાત્ર શેરલોક હોમ્સનો આવો ભકતમિત્ર વોટસન હતો, એમ ગીતામાં કૃષ્ણને મિત્રભાવે અર્જુને પૂજયા છે. માટે ગીતા કેવળ આદેશ કે ઉપદેશ ન બનતાં સવાલ અને જવાબ… કારણ અને નિવારણ… શંકા અને સમજૂતી…નો (ટુ-વે) ‘સંવાદ’ બને છે. એનું આ ‘ચર્ચાતત્વ’ જ ભાવકને વિશેષ આકર્ષે છે. ગીતા વિશ્વશ્રેષ્ઠ પ્રાચીન આધ્યાત્મિક ગ્રંથ હિંદુ હોવાને લીધે ગણું છું, એમ નથી. કારણ એ છે કે, જે ગ્રંથમાં ‘મામેકં શરણં વ્રજ’ જેવી ઇશ્વરને અનુસરવાની અચળ આજ્ઞા છે, એમાં જ ‘યથેચ્છસિ તથા કુરૂ’ (તને જેમ યોગ્ય લાગે તેમ કર!)વાળી મુકત મોકળાશ પણ છે! ૨૧મી સદીનું ધર્મપુસ્તક ચૂકાદા આપે તેવું નહિ, પણ ચર્ચા જગાવે તેવું હોવું જોઇએ. ફોર ધેટ, ગીતા ઇઝ હિટ એન્ડ ફિટ! વળી, આજના ફાસ્ટ યુગમાં ગીતા આદર્શ એવી નાની છે.
ભારતીય પરંપરામાં વેદની વાણીને સમજાવવા ઉપનિષદો રચાયા છે. ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને સાંખ્યોના અનેક ગ્રંથોના જ્ઞાનનો સારાંશ ગજબનાક ખૂબી અને સરળતાથી ગીતામાં સમાવાયો છે. ગીતા જાણે એકસાથે અન્ય ભારતીય તત્વદર્શનની ગાઇડબૂક અને કોડબૂક બંને છે. માટે જ ‘ગીતાજી’ જેવા ચાવળા શબ્દો વખોડવા યોગ્ય છે. ગીતાની પૂજા ન થાય… એને તો ‘ડિયર ગીતા’વાળો પ્રેમ થાય!
અને આ પ્રેમની મસ્તીમાં એ ભૂલવું ન જોઇએ કે ગીતા ભલે સ્વતંત્ર પુસ્તક તરીકે સુખ્યાત છે, પણ એ જેનો અંશ છે- એ ‘મહાભારત’ ગીતાથી પણ વઘુ ઘ્યાનપૂર્વક સમજવા જેવી રચના છે. એક ભવ્ય અને એકદમ પરફેકટ કથાના તમામ પ્લસ પોઇન્ટસ ધરાવતી પૃથ્વીની પ્રથમ સાહિત્યકૃતિ તરીકે ‘મહાભારત’માં ચુંબકીય નાટયતત્વ છે. યુદ્ધ ‘ધર્મયુદ્ધ’ હોય તો પણ અંતે તો બંને પક્ષે વિનાશ જ નોતરે છે- એ કટુ સત્ય કોઇ ઉપદેશ વિના માત્ર પાંડવ- કૌરવ વંશની કરપીણ ખુવારીના પ્રસંગોથી વેદવ્યાસે બતાવ્યું છે! બુશથી લાદેન સુધીના કોઇપણ માટે ટેકસ્ટબૂક બને એવી વાત છે આ! ‘મહાભારત’માં ગીતા પણ આસમાનમાંથી ટપકી પડતી નથી. ઉદ્યોગપર્વમાં ઘૃતરાષ્ટ્રે મોકલેલ સંધિપ્રસ્તાવ લઇને સંજય આવે છે, ત્યારે યુધિષ્ઠિર વાજપેયી સ્ટાઈલમાં ભાવુક બની જાય છે. એ વખતે કૃષ્ણ એનું મનોબળ મજબૂત કરે છે. એ જ ખંડમાં આગળ ભીમ શાંતિની વાત કરે છે, ત્યારે પણ કૃષ્ણ એને જોશીલી શિખામણ આપે છે.
આમ, એક નાટયતત્વસભર કૃતિ (ડ્રામેટિક ઈવેન્ટ) તરીકે ગીતાનો તખ્તો તૈયાર થતો જાય છે. સલીમ-જાવેદની સીટ સાથે જકડી રાખતી સ્ક્રીપ્ટની સ્ટાઈલમાં ગીતાની વાત ‘મહાભારત’માં મંડાય છે. દાધારંગી ટી.વી. સિરિયલ્સ બતાવે છે, એમ કંઈ સંજય ‘દિવ્યચક્ષુ’ લઈ વર્ણવવા બેઠો અને કુરૂક્ષેત્રના ‘એપિસોડ ૧’માં ગીતા કહેવાઈ એમ નથી! પહેલા તો વાચક કે પ્રેક્ષકને યુદ્ધ માટે તૈયાર સેનાના અદભુત વર્ણનથી એનો રસ જગાવાય છે. શંખો ફૂંકાય, શસ્ત્રોનો ગડગડાટ ગગન ગજાવે છે, હાથી, અશ્વો ધણધણે છે. બધા આતુરતાથી ‘એકશન સીન’ માટે જીભ તાળવે ચોંટાડી તૈયાર હોય… ત્યાં સંજય અને ઘૃતરાષ્ટ્ર ‘શા માટે આ ભૂમિ મેળવવા જ માનવ આવા લોહિયાળ ઝગડાઓ કરે છે?’ એવી લાં…બી ફિલસોફિકલ ચર્ચા માંડે છે. રોલરકોસ્ટરરાઈડમાં બેઠેલા ભાવક ધીરજ ગુમાવી ઝોલા ખાય ત્યાં અચાનક સંજય કહે છેઃ ‘ભીષ્મ હણાયા’ અને હજારો વોટનો કરન્ટ લાગે છે!
યસ, ‘મહાભારત’માં ગીતા યુદ્ધના ૧૦મા દિવસે રજૂ થઈ છે. મતલબ, ગીતા તો યુદ્ધના પ્રારંભે જ કહેવાયેલી, પણ વાચકને પહેલા ભીષ્મના મૃત્યુની વાત કહેવામાં આવે છે, પછી ફ્લેશબેકમાં યુદ્ધની શરૂઆત બતાવાય છે અને એમાં લડવા હામ હારી ગયેલા અર્જુનને ગીતા સંભળાવાય છે! પરફેક્ટ ટાઈમિંગ! બેસ્ટ પ્લેસમેન્ટ! પછી અસર ઉભી થાય જ ને! કૃષ્ણ નામના પૂર્ણાવતાર હશે કે કેમ એ વિવાદાસ્પદ છે, પણ ગીતા કહેનાર કે લખનાર વેદવ્યાસ કે જે એક્સવાયઝેડ- કોઈક તો હશે જ! એ જે કોઈ હોય, એ ‘પુરૂષોત્તમ’ જ હશે!
હા, ‘મહાભારત’નો નિષ્પક્ષ અભ્યાસુ એક પ્રચલિત માન્યતાનો તરત વિરોધ કરશે કે અર્જુનના હૃદયમાં સ્વજનો પ્રત્યેની કરૂણા ઉભરાવાથી એને વિષાદયોગ થયો! આંખો અને દિમાગ ખુલ્લા રાખીને ગીતા વાંચશો, તો તરત સમજાઈ જશે કે અર્જુન ‘કૂળનાશ’નું પાપ પોતાને લાગશે એ ભયથી થથરી ઉઠયો હતો! એ વખતની સમાજરચનામાં હત્યા-હિંસાની બહુ ટીકા ન થતી- પણ પોતાના હાથે જ પોતાના કૂળ- જાતિના લોકો કે બ્રાહ્મણ- ગુરૂ વગેરેની હત્યા થાય તો નરક મળે એવી આદિવાસી અંધશ્રદ્ધા ‘ટાઈપ’ની માન્યતાઓ હતી. અર્જુન સ્વજન પ્રત્યેની સંવેદનાથી નહિ, પણ પાપ લાગવાના ભયથી ફફડે છે. કારણ જે હોય તે- એનો વિષાદ સાચો છે. અને એ દૂર કરવા જગતના કોઈપણ મેનેજમેન્ટ એક્સપર્ટ કરતાંય મહાન ‘મોટિવેશનલ સ્પીચ’ આપવામાં આવે છે. જેના સંવાદોમાં અવનવી અભિવ્યક્તિઓને અવકાશ છે. માટે જ ગીતા પાર્થના પુત્ર ‘વિષાદ’નું પરમાત્માની પુત્રી ‘વાણી’ સાથે લગ્ન થતા (યાને અર્જુનની મૂંઝવણ અને કૃષ્ણના માર્ગદર્શનનું મિલન થતા) જન્મેલા સંતાનરૂપ ગણાઈ છે!
‘મહાભારત’ ફેક્ટ અને ફિક્શન યાને તથ્ય અને તરંગનું ફક્કડ મિશ્રણ છે. એમાં કુરૂકૂળના જન્મની વિગતો જ એવી અવાસ્તવિક છે કે એ કલ્પનાકથા લાગે… અને એમાં રજુ થતા માનવમનના પ્રવાહો અને પાત્રો એટલા વાસ્તવિક છે કે એ દર્પણની જેમ હકીકતનું પ્રતિબિંબ પાડતી કહાની લાગે! કેટલાક સંશોધકોના મતે ‘ગીતા’નું વર્તમાન સ્વરૂપ ‘મહાભારત’ના મૂળ ગ્રંથમાં નહોતું. પાછળથી બૌદ્ધ-જૈન મતનો અભ્યાસ કરી એમાં જે ખૂટતું હતું એ પણ ઉમેરી વર્તમાન ગીતા કોઈએ જોડી છે. આથી ગીતાની રચના કાળ અંગે મતભેદ છે. જો કે, ભગવતગીતાના અઢારે અઢાર અઘ્યાયની ભાષા એકસરખી અને સળંગસૂત્ર હોઈને એક જ ‘ગીતાકાર’નું સર્જન છે, એમાં કોઈ બેમત નથી. દૈવી કંઠે ગવાયેલા ગીત જેવા ગીતાના શ્લોકોમાં ભારોભાર કાવ્યતત્વ છલકે છે. એની આઘ્યાત્મિક રહસ્યની રજુઆત બરાબર ‘ફોકસ્ડ’ છે. વિષયથી ભટકતી નથી.
વળી, પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રેઝન્ટેશન હોઈને એ ઝટ ગળે ઉતરે છે. ગીતાનું સરસ ગુજરાતી ભાષાતર કર્યા પછી એની પ્રસ્તાવનામાં ગાંધીજીએ લખેલું કે ગીતાના બીજા અને ત્રીજા અઘ્યાયમાં એનું સઘળું સત્વ છે. બાકીનું બઘું તો એને જ ફેરવી ફેરવીને સમજાવવા કરેલું રંગરોગાન છે. ગીતા માણસને એટલે આકર્ષે છે કે એ ‘હું કોણ છું? શા માટે છું? ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું?’ જેવા સનાતન માનવીય કૂતૂહલનો વિશ્વાસપૂર્વક જવાબ આપવાનો પ્રયત્ન કરે છે.
ગીતાના જાદૂઈ પ્રભાવનું બીજું રહસ્ય એ છે કે એ નિષ્ક્રિય બનીને કર્મનો ત્યાગ કરવાને બદલે કર્મનો મોહ ત્યાગવાની વાત કરે છે. ગીતાનું મઘ્યબિંદુ હોય તો એ છે ‘અનાસક્તિ’. આખી ગીતાનો સારાંશ એક જ શબ્દમાં આપવો હોય તો એ શબ્દ છે ‘આસંગ’. યાને સ્થિતપ્રજ્ઞ થઈ સાક્ષીભાવે જીવન જીવવાનો યજ્ઞ. ગાંધીજીને ફરી યાદ કરીએ તો ‘જે કર્મ છોડે એ પડે, કર્મ કરી તેના ફળ છોડે એ ચડે!’ આ સાદી વાત સોમાંથી નેવુંને સમજાતી નથી. જે દસને સમજાય છે, એમાંના નવ એનો અમલ કરી શકતા નથી!
અને આ ન સમજવાવાળાઓમાં સહુથી મોટો વર્ગ પાછો કહેવાતા ‘ગીતાગુરૂ’ઓનો છે! ગીતા પણ અંતે તો માનવ દ્વારા માનવ માટેની વાત હોઈને સર્વાંગ સંપૂર્ણ નથી. એમાં આવતી વર્ણવ્યવસ્થાની વાત ‘ગુણ-કર્મ’ની હોવા છતાં, ઉજળિયાતોએ એનો ખાસ્સો દુરુપયોગ કર્યો છે, અને ગીતાના મૂળ ઉપદેશના મર્મની અખિલાઈ સાથે વચ્ચે આવતા બ્રાહ્મણ-શૂદ્ર જેવા વિશેષણો એ કાળમાં સ્વીકાર્ય હોય તો યે આજે પ્રસ્તુત નથી. કેટલાક શ્લોકો તો યુધ્ધના વર્ણનના વેડફાટ જેવા છે. અમુક પડતા મુકો તો ય ફેર ના પડે! (હા, અમુક શ્લોકોમાં ભયાનકતાનું કોઈ હોલીવૂડ હોરર ફિલ્મને ટક્કર મારે તેવું વર્ણન છે. )
એના શ્લોકોમાંય વિરોધાભાસ છે. એક જગ્યાએ થયેલી વાતથી બિલકુલ ઉલટી જ વાત બીજી જગ્યાએ થઈ છે. અવિનાશી આત્માના સન્માર્ગે ઉત્થાનની વાત સાથે જ પાછી તેમાંથી ઉલટી એવી ઉત્તરાયણમાં મૃત્યુથી બ્રહ્મ મળે એવી વાતો છે! દ્વેષ અને રાગથી પર રહેવાની ભારપૂર્વકની શિખામણ અપાયા પછી આસુરી જીવન સામે ચીડપૂર્વકને ધિક્કાર યાને દ્વેષ પ્રગટ કરાયો છે. પણ એનાથી મૂળ સંદેશાની ચમકને ફરક પડતો નથી. પણ ગીતાના નામે પોતાના પ્રચાર કે સંગઠ્ઠનના ગીતની ઘૂન ગાનારાઓ ખુદ જ ગીતા દ્રોહીઓ છે! ‘સ્વયંના અઘ્યયન’ની ગીતાની શિખામણ જાત સાથે વાત કરી ભીતરનો અવાજ સાંભળવાની સાધનાની છે. આ ‘સ્વાઘ્યાય’નો અમલ જાતને બદલે સ્થાપિત ગુરૂની વાતો જાહેરમાં ટોળા ભેગા કરીને સાંભળવામાં થાય છે!
કોઈ બાપુશ્રીઓ વળી ગીતાની આણ દઈને દુષ્ટ પાશ્ચાત્ય સંસ્કૃતિને ખોબલે ખોબલે ‘ચોપડાવે’ છે. આઘુનિક યૌવનને ધડબડાવે છે. ગીતાની ઓથે સેક્સના, મનોરંજનના, સુખ સગવડોના અને વિજ્ઞાનના છોતરાં કાઢી નાખવામાં આવે છે. ગીતાને પચાવનારામાં આટલો ક્રોધ, આટલો દ્વેષ, આટલો તિરસ્કાર, આટલી નકારાત્મકતા, આટલી અકળામણ આવે જ કઈ રીતે? એનામાં ખુદના ‘સમ્યક દ્રષ્ટિ’ ન ખીલે તો એ બીજાને શું ગીતાબોધ આપશે? ખરા ગીતાજ્ઞાનીમાં તો બાળક જેવું મસ્ત વિસ્મય હોય… એને કશુંય ખરાબ ન લાગે… કશુંય ઓળઘોળ થવા જેવું સારું ન લાગે… એ ‘મારો વિચાર કે મારી સંસ્કૃતિ કે મારી પરંપરા કે મારા આદર્શ’ જેવા ‘મમત્વ’થી મુક્ત બની ગયો અને સમાજને દિશા બતાવવાને બદલે શાંત એકાંતવાસમાં જઈને બેઠો હોય!
માટે ગાજી ગાજીને ગીતાના વખાણ ગરજનારાઓ ખુદ ગીતા જીવનમાં ઉતારવી કેટલી અટપટી અને અઘરી છે- તેની પ્રત્યક્ષ સાબિતીઓ છે! ગીતાને જ ઝટ મહાન સાબિત કરવાની એમની અધીરાઈ ગીતામાં જ વર્ણવ્યા મુજબ પહેલા ક્રોધ પછી અનીતિ અને પછી કર્મફળની લાલસા અને અંતે દ્વેષમય દુઃખ જગાવે છે! ( કેસ સ્ટડી એક્ઝામ્પલ : આ વાત સ્વાધ્યાય / આસારામ વિવાદ ઉઘાડો પડ્યો એ પહેલા લખાઈ હતી, જેનો પ્રત્યક્ષ પુરાવો પાછળથી મળ્યો! જે એક્સપોઝ નથી થયા એ તમામ પંથો અને ધાર્મિક સેલિબ્રિટીઓ / ફિલોસોફર્સને લાગુ પડે જ છે – પણ ઝીણી નજરે કોઈ એમને જોખતું નથી ! )માટે ગીતાને પામવાનો શ્રેષ્ઠ રસ્તો છે- વચગાળાના તમામ એજન્ટો, વ્હાલેશ્રીઓ, મહામંડલેશ્વરો, ચિંતકો, વિદ્વાનોને દૂર કરી સીધો ગીતાનો હાથ પકડો. ગીતાનું વાંચન કરો, મનન કરો- જાતે જ એના પર વિચાર કરવાની શરૂઆત કરો- એને હૃદયસરસી ચાંપીને રોજ એનો આસ્વાદ લો! (બાય ધ વે, ગીતા નામની કે અન્ય કોઈપણ કન્યા પામવાનો પણ આ જ શ્રેષ્ઠ માર્ગ છે!)
ગીતા ગોરખપુરના પ્રેસમાં છપાયેલા ગુટકાના પાનાઓ વચ્ચે જ પ્રગટ થાય છે, એવું ન માનશો. ગીતા એ પરમ ચૈતન્યના સાક્ષાત્કારનું સંગીત છે. એની અનુભૂતિ શબ્દો કરતા વઘુ મહત્વની છે. એ ગીતા બિલકુલ ન અડનાર પાસે ય હોઈ શકે. મમ્મીના હાથે પીરસાયેલી થાળીમાં કે સિનેમા થિયેટરના સ્ક્રીન સાથેની તલ્લીનતામાં પણ વ્રજની વાંસળીના સૂર સંભળાઈ શકે. પ્રયોગશાળાના કોમ્પ્યુટર્સ કે સ્પોર્ટસ સ્ટેડિયમની એકાગ્રતામાં પણ અદ્વૈત હોઈ શકે. પ્રેયસીના પ્રગાઢ ચુંબન કે હરિયાળા જંગલોના સ્પંદનમાં પણ વિરાટ દર્શન થઈ શકે!
બોલો, તમારે તમારી ભગવદ્દ ગીતા કૃષ્ણની માફક ગાવી છે કે પછી અર્જુનની જેમ સાંભળવી છે?
ફાસ્ટ ફોરવર્ડ
નહિ જ્ઞાનેનં સદ્દશં પવિત્રમિહ વિદ્યતે.
(ભગવદ્ગીતા, ૪-૩૮)
ભાવાર્થ : ‘આ સૃષ્ટિમાં જ્ઞાનથી વઘુ પવિત્ર બીજું કંઈ નથી !’
*આ શ્લોક જ્ઞાનતરંગને મનોરંજનરંગમાં ઝબોળતી વાણી અને વિષાદની સફરના સાક્ષી એવા વાચકોને અર્પણ
[ http://planetjv.wordpress.com/ માંથી સાભાર ]
Posted By: http://web-sarita.blogspot.com/ Saturday, 3 May 2014
Wednesday, 23 April 2014
ચાન્સ ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા
‘મેમ !’ સામે છેડેથી અવાજ આવ્યો, ‘હું નજીકના પોલીસ-સ્ટેશનથી બોલું છું. શું આપ મિસિસ ફલાણા બોલો છો ? મિસ્ટર ફલાણાંના પત્ની ?’
‘હા, હું એ જ બોલું છું, બોલો, શું કામ હતું ?’ એ યુવતીએ જવાબ આપતાં પૂછ્યું.
‘મેમ ! સૉરી ટુ સે ! તમને જણાવતાં દિલગીરી થાય છે કે તમારા પતિનું જો આ જ નામ હોય તો એ આજે એક કલાક પહેલાં મૃત્યુ પામ્યા છે. ટ્રેન નીચે કપાઈ જવાને કારણે એમનું કરુણ મોત થયું છે. આ તો એમના ખિસ્સામાંથી મળેલા પાકીટના આધારે અમે તમારો નંબર તેમજ સરનામાની ભાળ મેળવી શક્યા છીએ. મારે તમને અહીં આવવા વિનંતી કરવાની છે, કારણ કે તમે મૃતદેહની ઓળખવિધિ કરશો એ પછી જ અમે પંચનામાની કાર્યવાહી પૂરી કરી શકીશું અને લાશને પોસ્ટમૉર્ટમ માટે મોકલી શકીશું. હું જાણું છું કે આ સમાચારથી તમારી દશા શું થઈ હશે. એટલે તમે અહીં આવી શકો તેમ છો કે હું જીપ મોકલું ? પરંતુ તમે જેમ બને તેમ જલદી આવી જશો તો સારું રહેશે !’ પોલીસ અધિકારીએ કહ્યું.
‘પરંતુ….! પરંતુ….. મારા પતિ તો અહીંયા છે. મારી સાથે ! મારા ઘરમાં જ છે ! તો એમનું મૃત્યુ કઈ રીતે શક્ય બને ?’ થોડુંક થોથવાતા અને થડકારો અનુભવતાં એ યુવતી બોલી.
‘સૉરી મેમ ! હું તમારા મનની પરિસ્થિતિ સમજી શકું છું !’ પોલીસ અધિકારી બોલ્યા, ‘તમે જે કહો તે ! પરંતુ તમારે પોલિસ-સ્ટેશન તો આવવું જ પડશે, કારણ કે એમની લાશ અત્યારે મારી સામે પડી છે. એટલે તમે કહો છો એ કઈ રીતે શક્ય બન્યું એ હું તમને સમજાવી શકું તેમ નથી. પરંતુ જેમ બને તેમ જલદી તમે અહીં આવી જાવ તો સારું, નહીંતર કોઈને ત્યાં મોકલવાની મને ફરજ પડશે !’ એટલું કહી પોતે ક્યા પોલિસ-સ્ટેશનથી બોલે છે એ જણાવીને એ અધિકારીએ ફોન મૂકી દીધો.
Posted By: http://web-sarita.blogspot.com/ Wednesday, 23 April 2014
Monday, 21 April 2014
સેક્સ વિશે પ્રાથમિક જાણકારી … (ભાગ.. ૩) - ડો.ઝરણા દોશી
સેક્સ એજ્યૂકેશન …. સેક્સ વિશે /અંગેની પ્રાથમિક જાણકારી …
ડૉ. ઝરણાબેન દ્વારા સેક્સ એજ્યુકેશન અંગે માર્ગદર્શન અને પ્રાથમિક જાણકારી નિયમિત આપણને બ્લોગ પર આપવામાં આવે છે, આપના રિસ્પોન્સ ને ધ્યાનમાં લઇ આપણે સેક્સ બાબતે જરૂરી અને પાયાનું મહત્વનું જ્ઞાન ડૉ.ઝરણાબેન દ્વારા ભાગ..૧ અને ૨માં મેળવવા કોશિશ કરેલ. આ શ્રેણીને આગળ વધારવા જઈ રહ્યા છીએ. આપ સર્વેને વિંનતી કે સેક્સ એજ્યુકેશન – શ્રેણી અંગે આપના તરફથી કોઇજ સૂચન કે માર્ગદર્શન હોય તો વિના સંકોચ પ્રતિભાવ અમારા ઈ મેઈલ આઈ ડી પર લખી જણાવશો, જે અંગે અમો પૂરતું ધ્યાન રાખીશું…
સેક્સ એજ્યુકેશન વિશેની જાણકારી દ્વારા તમારા મનની અંદર ઉદભવતા પ્રશ્નો તેમજ પરિવારમાં યુવા વયમાં પ્રવેશતા બાળકોની જીજ્ઞાશા અને કુતૂહલtતા ને સંતોષકારક રીતે સ્પષ્ટતા કરી શકીએ કે અને જવાબ આપી શકીએ તેવી અમારી નમ્ર કોશિશ આ શ્રેણી દ્વારા રહેલી છે
‘સંબંધ જો સમજાય તો સમજાય જીવન આખું,ને જો ના સમજાય તો ક્યાંક ને ક્યાંક રહી જાય બાખું.’
આ જગતમાં કઈ કેટલાયે સંબંધો શરુ થાય, સંબંધો પુરા થાય પરંતુ એક અતુટ સંબંધ છે જે વર્ષોથી વખાણવામાં આવ્યો છે અને આવકારવામા આવ્યો છે, તે છે પ્રેમ સાથે કરેલું સેક્સ. દરેક પુરુષ અથવા સ્ત્રીને પોતાને ક્યાંક ને ક્યાંક સ્ત્રી પ્રત્યે અથવા પુરુષ પ્રત્યે ઉમર પ્રમાણે અને પસંદ પ્રમાણે આકર્ષણ અને આસક્તિ થતા હોય છે, સંબંધ રચાતા હોય છે. હવે તે પોતે જ નક્કી કરે કે આ સંબંધ ને આગળ ક્યાં સુધી લઇ જવા છે? જો ખરેખર તમે તમારા સંબંધોને આગળ લઇ જવા માંગો છો તો હું અહી મહત્વની રજૂઆત કરવાની ઈચ્છા રાખું છુ કારણકે જયારે સેક્સ ની વાત આવે છે તો રક્ષામાર્ગ ની સાથે અમુક બીજી પણ જાણવા જેવી વાતોને અહી મૂકી રહી છુ.
૧.] સેક્સ ની વાતચીત: અહી એવી બીભત્સ વાતોને સ્થાન નથી આપવામાં આવ્યું. જો તમે સંભોગ ની એકબીજા સાથે તૈયારી કરી રહ્યા હો તો પ્રથમ તમારા સાથી સાથે અમુક મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવાની જરૂર છે. જેમ કે અગાઉ તમારા કોઈ સાથી સાથે સેક્સ માણ્યું છે ? તમને સેક્સ ને લઈને કોઈ આરોગ્યને હાનિ પહોચી છે ? જો હા કહે છે તો કયારે ? આ પ્રમાણે બંને દ્વારા ખુલ્લા દિલે એકબીજા સાથે જૂની વાતોને સમજણશક્તિ થકી ખુલાસા કરી દેવામાં આવે, તો એ જરૂરી છે કે બંને પોતાના રહસ્યોને ખુલ્લા કરી દે.
૨.] કોન્ડોમ : તમારે અનુભવ હોય કે તમે પહેલી વાર સંભોગમાં ઉતરતા હોવ, પરંતુ કોન્ડોમ એ તમારા માટે એક સારામાં સારું રક્ષાકવચ છે. તે ગર્ભ ધારણ કરતા અટકાવે છે ઉપરાંત સેક્સ ને લગતા તમામ ચેપી રોગોથી પણ રક્ષણ આપાવે છે. જેવા કે એઇડ્સ અથવા ઇન્ફેકશન. એ પણ ધ્યાન મા રાખવું કે એક કોન્ડોમ એક વાર જ વાપરી શકાય. અને કોન્ડોમ પહેરતી વખતે એ ધ્યાન રાખવું કે ફક્ત એક જ કોન્ડોમ પહેરવું જોઈએ.
૩.] સ્નિગ્ધ કોન્ડોમ: સંભોગ સમયે હમેશા એ ધ્યાન રાખવું જોઈએ કે કોન્ડોમ ની ખાસિયત કેવી છે, સુંવાળા અને સ્નિગ્ધ કોન્ડોમ ને વાપરવા હિતાવહ છે. જેનાથી વચે જ તૂટી જવાનો ડર પણ નહીવત હોય છે અને વાપરવામાં પણ સુવિધાપૂર્ણ હોય છે. આપણા સાથી માટે આ વાતને તમે ખાસ ધ્યાનમાં રાખશો.
૪.] એક જ જીવનસાથી: એક વાત ખાસ ધ્યાન મા રાખવી જોઈએ કે અગર તમે કોઈ એવી વ્યક્તિ સાથે સંભોગ કરી રહ્યા છો જેમને આગાઉ ઘણા બધા સાથે સેક્સ માણ્યું છે તો તમને પણ કોઈ પણ પ્રકારના સેક્સ ને લગતા ચેપી રોગોની તકલીફ આવી શકે એવી સંભાવના છે. તો એ વાત ધ્યાન મા રાખવી જોઈએ કે તમે સેક્સ માટે એક જ સાથી ને પસંદ કરો છો.
૫.] ફરજીયાત: કોન્ડોમ ની આવશ્યકતા ત્યારે પણ છે કે જો તમારું જીવનસાથી જ છે અને તમે ફક્ત એની સાથે જ તમે સેક્સ માણો છો.
૬.] નશીલા પદાર્થો: દારૂ કે ચરસ કે ગાંજા નો ઊપયોગ ના જ કરવો જોઈએ, કદાચ કોઈ કરતુ હોય તો તે સમયે સાથે સાથે સેક્સ માણવાનો નિર્ણય ખરેખર અયોગ્ય જ છે. અથવા સેક્સ માણતી વખતે આવા પ્રકારના નશીલા પદાર્થો ને દુર જ રાખવાની જરૂર છે.
૭.] મુખ મૈથુન: મુખ મૈથુન સમયે જે સ્નિગ્ધ નથી એવા સાદા કોન્ડોમની આવશ્યકતા તો છે જ, મોઢામાં પહેલા જ રાખી દેવું જોઈએ.
૮.] વધારાના કોન્ડોમ : જયારે પણ તમે તમારી હનીમુન યાત્રા નો આરંભ કરો છો અથવા જયારે પણ તમે સેક્સ માણવાના મુડમા છો ત્યારે તમારે વધારે કોન્ડોમ રાખવા જરૂરી છે, કેમ કે ક્યારેક કોન્ડોમ મા કોઈ ખામી હોય અથવા કોઈ કોન્ડોમ વાપરતા, પહેરતા વખતે જ તૂટી જાય કે ફાટી જાય.
૯.] તપાસણી: તમને કદાચ આવો અનુભવ થયો હોય કે ના થયો હોય પરંતુ કોન્ડોમ વાપર્યા પછી એક વાર એમાં પાણી ભરીને તપાસ કરી લેવું કે કોન્ડોમ ફાટ્યું તો નથી ને ? આ એક સારામાં સારી આદત છે.
૧૦.] અનિચ્છા જાહેર કરો: જો તમારે ખરેખર સેક્સ ના કરવું હોય તો તમારા પ્રિય જીવનસાથીને તમારા દિલની વાતને ખુલાસો કરીને કહો કે આજે તમે એવા મૂડમા નથી. બંનેની હામી (મરજી) થકી જ સેક્સ માણવાની મજા ખુબ જ યાદગાર રહેશે.
સાભાર : લેખક : ડો.ઝરણા દોશી … (મુંબઈ)
[‘દાદીમા ની પોટલી’ http://das.desais.net માંથી સાભાર]
સેક્સ – જાતીયતા અંગેની પ્રાથમિક જાણકારી અને તેમાં ઉદભવતી સમસ્યાના નિવારણ અંગેની પ્રાથમિક માહિતી સાથે માર્ગદર્શન ડૉ. ઝરણાબેન દ્વારા આજની પોસ્ટમાં આપવાની નમ્ર કોશિશ અનેક મર્યાદાઓ ને ધ્યાનમાં રાખી કરવામાં અહીં આવેલ છે, આશા રાખીએ છીએ કે ડો.ઝરણાબેન નો આ નમ્ર પ્રયાસ આપને પસંદ આવ્યો હશે ? આપની કોઈ અંગત સમસ્યા હોય તો પણ ડો.ઝરણાબેન ને ndr.zarana@gmail.com અથવા ‘દાદીમા ની પોટલી’ નાં ઈ મેઈલ આઈડી. dadimanipotli@gmail.com પર જણાવવા વિનંતી. આપની સમસ્યાનું યોગ્ય માર્ગદર્શન ડૉ.ઝરણાબેન દ્વારા ડાયરેક્ટ મોકલી આપવામાં આવશે અને આપની માહિતીની અંગતતા ની ખાસ કાળજી લેવામાં આવશે.
Posted By: http://web-sarita.blogspot.com/ Monday, 21 April 2014
સેક્સ વિશે પ્રાથમિક જાણકારી … (ભાગ.. ૨) - ડો.ઝરણા દોશી
સેક્સ એજ્યૂકેશન …. સેક્સ વિશે /અંગેની પ્રાથમિક જાણકારી …
આ અગાઉ આપને અમારા દ્વારા જાણ કરવામાં આવેલ કે જો આપ વાંચક મિત્રો ઇચ્છશો તો ડૉ. ઝરણાબેન દ્વારા સેક્સ એજ્યુકેશન અંગે માર્ગદર્શન અને પ્રાથમિક જાણકારી આપવામાં આવશે., આપના રિસ્પોન્સ ને ધ્યાનમાં લઇ આપણે સેક્સ બાબતે જરૂરી અને પાયાનું મહત્વનું જ્ઞાન ડૉ.ઝરણાબેન દ્વારા ભાગ..૧ મા મેળવવા કોશિશ કરેલ.
સેક્સ એજ્યુકેશન વિશેની જાણકારી દ્વારા તમારા મનની અંદર ઉદભવતા પ્રશ્નો તેમજ પરિવારમાં યુવા વયમાં પ્રવેશતા બાળકોની જીજ્ઞાશા અને કુતૂહલને સંતોષકારક સ્પષ્ટતા આપી શકીએ તેવી નમ્ર કોશિશ છે.
સંબંધ જો સમજાય તો સમજાય જીવન આખું,ને જો ના સમજાય તો ક્યાંક ને ક્યાંક રહી જાય બાખું,
ઉઠી સવારે કરો એક સંકલ્પ પાકો કે સઘળું ખોવાય મારું પણ,
સંબંધ તો હું સાચવી જ રાખું,
ને સંબંધ વિના જીવી શું કરસો ને સંબંધ વિના શું મરસો,
સંબંધ જ બની ને આવશે પ્રકાશ જયારે અજવાળું થશે ઝાખું
- નિતેશસિંહ ચાવડા ..
લગ્નમા જેમ એક સ્ત્રી અને એક પુરુષ ની જરૂરિયાત હોય તેમ લગ્નનું જીવન શરુ કરવા સમયે એક પરિવાર, એક ઘર, એક સમાજ, એક દેશ અને એક વિશ્વની જરૂરિયાત હોય છે. લગ્ન પહેલા સ્ત્રી એક યુવતી હોય, એક અલ્લડ જવાનીમાં મસ્ત અને માતાપિતા ના ઘરે એક નિશ્ચિત મને જીવન પસાર કરતી હોય જ્યાં કોઈ જાતનો પણ બીજા કોઈનો વિચાર નથી કરવાનો , બસ પોતે ભલા અને પોતાની દુનિયા ભલી (જેમાં બાળપણથી યુવા અવસ્થા સુધીમાં ભણતર ચાલતું હોય છે અને …….) જેમાં ભણતર ચાલતું હોય છે અને પરિવારનો પ્રેમ /હુફ જીવવા મળે છે.
એવી જ રીતે પુરુષનું જીવન પણ એકલા હોય ત્યારે આવું જ હોય છે. માતાપિતા સાથે હસતા રમતા બાળપણમાંથી યુવાની અને યુવાની માથી એક જવાબદાર વ્યક્તિ તરીકેનું સ્વરૂપ બને છે. ભણતર, કેરીયર, નોકરી, બિઝનસ ઈત્યાદીમા સમય નીકળતો હોય છે.
ઉમરલાયક થતા બાળકોને માતા પિતા લગ્નજીવન શરુ કરવાની સલાહ આપે છે. મોટાભાગના બાળકો આજ્ઞાંકિત જ હોય છે તો લગ્નજીવન માટે તૈયાર થઇ જાય છે. લગ્નજીવનમા…પ્રભુતામાં પગલા માંડતી વખતે સ્ત્રી અને પુરુષ એકમેકને સમપર્ણની ભાવના થકી મધુર સંબંધોની કલ્પનાઓ લઈને સહચર્ય શરુ કરે છે.
પ્રેમલગ્ન કરવાવાળાની સમજદારી શરુ શરુમાંથી જ એકદમ ઊંડાણભરી હોય છે પરંતુ માતાપિતા થકી લગ્નજીવન નો આરંભ કરવાવાળા યુગલને એકમેક સાથે વધુ સમય આપીને, સમજી વિચારીને લગ્નજીવન આરંભ કરવું જરૂરી છે.
સૌ પ્રથમ નવું યુગલ એકમેકની નજીક આવે, એકમેકને સંપૂર્ણપણે જાણે, ઓળખે એ માટે આપણા સમાજે ઘણુંકરીને હનીમૂનની રીતરસમ રાખેલ છે.
સ્ત્રીએ પોતાના જીવનસાથી ઉપર ભરોસો મુકવાનો હોય છે અને પતિ નો ભરોસો જીતવાનો હોય છે.સ્ત્રી તરફથી પતિ ની અપેક્ષા હોય છે કે પોતાનું ધ્યાન રાખવામાં આવે, સાચવણ અને સંભાળ રાખવામાં સ્ત્રીઓ હમેશા હોશિયાર હોય છે. જયારે પુરુષો યોજના બનાવીને એને આકાર આપીને તે પ્રમાણે અમલમાં મુકવામાં હોશિયાર હોય છે. ઘરની બહારના જરૂરી એવા કાર્યોમાં પણ પુરુષો ને સુજકો વધારે હોય છે.
હનીમુન દરમ્યાન સ્ત્રી હજુ નવી નવી પોતાના ઘરને, માતાપિતાને, મિત્રોને, સમાજને વિદાય આપીને પૂર્ણપણે જીવનસાથી માટે તન, મન અને આત્મા ના સંપૂર્ણ મિલન ની અભિલાષા સાથે પ્રભુતામાં પગલા માંડે છે.
ઓ હ્રદય, નિષ્ફળ પ્રણયનાં બે જ કેવળ નામ છે,
ચૂપ રહે તો આબરૂ છે, બોલે તો ઇલ્ઝામ છે…
- બરકત વિરાણી ‘બેફામ’
ઉપરોક્ત શેર દ્વારા બરકત વિરાણી એક સુંદર રજૂઆત કરે છે.
કભી ખુશી કભી ગમ એ તો સંસારની છબી છે. છતાં ઘણા સંબંધોમાં કાયમ ખુશી અથવા કાયમ ગમ હોય છે. કાયમ ખુશીનું જીવન પસાર કરતા ભાગ્યશાળીઓએ તંદુરસ્ત સમાજ માટે એક જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું છે. આવો આપણે આજે વધુ પડતા દુ:ખી લગ્નજીવન જીવતા યુગલો માટે સીધા અને સરળ રસ્તાઓનું નિર્માણ કરીએ.
સ્ત્રી અને પુરુષ ની એકબીજા પ્રત્યે આકર્ષણ દ્વારા ઉભી થતી પોતપોતાની શારીરિક ભુખ અને જરૂરિયાતોને સંતોષવાની યુગ્મક્રિયા ને સેક્સ અથવા સંભોગ કહેવાય છે. મનુષ્યની સંભોગની ક્રિયા એ ફક્ત શારીરિક ક્રિયા નથી કારણકે એમાં સ્નેહના સ્પંદનો અને સંવેદનાઓની હાજરી પણ હોય છે. ઉન્માદ પણ હોય છે અને માદકતા પણ હોય છે. જોમ પણ હોય છે અને જુસ્સો પણ હોય છે. આ બધું જ ત્યારે જ શક્ય બને જયારે જીવનસાથીની સાથે વ્યક્તિ અરસપરસ મોજ મજા અને લહેર થી જીવતા હોય.
ફરી ફરી આપણી વાત એક મહત્વના મુદ્દા ઉપર આવીને અટકે છે કે યુગલ નો આપસમાં મનમેળ હોવો જરૂરી છે, જીવનમા સુખ અને શાંતિ હોવા જરૂરી છે. આપસમાં સ્વભાવનો મેળ ખાય તે માટે સપ્તપદીના સાત ફેરા વખતે બ્રાહ્મણ અને વડીલો ની સાક્ષીએ અપાયેલી શીખ ને જીવનમાં અનુસરવી એટલી જ જરૂરી છે.
એકબીજાની સાથે રહેતા રહેતા, અને એકબીજાના સ્વભાવ અને દિનચર્યાને અનુરૂપ થતા થતા જીવનસાથીએ એકબીજાને વફાદાર રહેવા અને એકબીજા પ્રત્યે પ્રેમપૂર્વક વ્યવહાર કરતા રહેવા માટે હર હમેશ અમુક મહત્વની વાતોને ધ્યાનમાં રાખવાની હોય છે.
સાભાર : લેખક : ડો.ઝરણા દોશી … (મુંબઈ)
[‘દાદીમાં ની પોટલી’ http://das.desais.net માંથી સાભાર]સેક્સ – જાતીયતા અંગેની પ્રાથમિક જાણકારી અને તેમાં ઉદભવતી સમસ્યાના નિવારણ અંગેની પ્રાથમિક માહિતી સાથે માર્ગદર્શન ડૉ. ઝરણાબેન દ્વારા આજની પોસ્ટમાં આપવાની નમ્ર કોશિશ અનેક મર્યાદાઓ ને ધ્યાનમાં રાખી કરવામાં અહીં આવેલ છે, આશા રાખીએ છીએ કે ડો.ઝરણાબેન નો આ નમ્ર પ્રયાસ આપને પસંદ આવ્યો હશે ? આપની કોઈ અંગત સમસ્યા હોય તો પણ ડો.ઝરણાબેન ને ndr.zarana@gmail.com અથવા ‘દાદીમાં ની પોટલી’ નાં ઈ મેઈલ આઈડી. dadimanipotli@gmail.com પર જણાવવા વિનંતી. આપની સમસ્યાનું યોગ્ય માર્ગદર્શન ડૉ.ઝરણાબેન દ્વારા ડાયરેક્ટ મોકલી આપવામાં આવશે અને આપની માહિતીની અંગતતા ની ખાસ કાળજી લેવામાં આવશે.
Posted By: http://web-sarita.blogspot.com/
સેક્સ અંગે પ્રાથમિક જાણકારી … (સેક્સ એજ્યુકેશન -જાણકારી અને માર્ગદર્શન) ભાગ-૧ - ડો.ઝરણા દોશી
સેક્સ એજ્યૂકેશન …. તે અંગેની પ્રાથમિક જાણકારી …અને
વિવાહિત જીવન દરમ્યાન કે તે પહેલા ઉભી થયેલ સમસ્યાનું નિવારણ અને ઉપાય … માર્ગદર્શન …
મનુષ્યનું જીવન અનેક પ્રકારના પાસાઓને લઈને પૂર્ણ સ્વરૂપે પહોચે છે. જન્મ થી લઈને મૃત્યુ પર્યંત આપણને કુદરત તરફથી મળેલી ભિન્ન ભિન્ન પ્રકારની ભેટ અને આશીર્વાદોને આપણે કઈ રીતે સમજીએ છીએ, કઈ રીતે આપણને મળેલી બક્ષિશો ને સાચવીએ છીએ અને શરીર થી મન, મનથી આત્મા સુધીના આંતરિક વિકાસ થકી સ્વયંનો તેમજ સૃષ્ટી નો સર્વાંગી વિકાસ થવામાં એકરૂપ થઈએ છીએ તે અતિ મહત્વનું છે. સેક્સ એક કુદરતી પ્રક્રિયા છે. કુદરતની રચેલી સૃષ્ટીમાં જીવવા માટેની તમામ જરૂરિયાતોમાં મહત્વનો પાયો છે. જેમ આપણી શારીરિક જરૂરિયાત અન્ન, પાણી, હવા છે તેમ શરીર સાથે જોડાયેલું આપણું મન અને મન સાથે જોડાયેલો આપણો આત્મા, આ દરેક ની સીધી અને સાદી જરૂરિયાતોમાં એક પ્રાથમિક જરૂરિયાત સેક્સ છે.
સેક્સ (મૈથુન) વિષે સ્ત્રી – પુરુષના જાતિય સંબંધ અને સેક્સ બાબતે વધુ જાણવાનો પ્રયત્ન કરીએ જેથી આ બાબતે આપણા બાળકોને લગ્ન બાદ અને પુખ્ત અવસ્થામાં આવેલ તમામ સ્ત્રી પુરુષોને સાચું માર્ગદર્શન મળી રહે. જેમ આપણા શરીરમાં માથા થી લઈને પગ સુધીમાં જુદા જુદા અંગો છે અને દરેક અંગનું એક આગવું કાર્ય છે અને દરેક અંગ એકબીજા સાથે જોડાયેલું છે. એજ પ્રમાણે સેક્સક્રિયા દરમ્યાન આવો આપણે સ્ત્રી અને પુરુષ ના ઉપયોગમાં આવતા મહત્વના અંગો વિષે જાણકારી મેળવીએ.
સૃષ્ટિના સમતોલ અને સમાંતર રૂપ ને ધ્યાનમાં રાખીને કુદરતી રીતે જ બે જુદા જુદા એવા જીવોનો ઉદભવ થયો છે જેમાં એક જીવ સ્ત્રી શરીર છે અને એક જીવ પુરુષ શરીર છે. સ્ત્રી શરીર ની રચના એવી છે કે તેઓને યુવા અવસ્થા દરમ્યાન કોમળતા રૂપી સ્તન અને પ્રજનન અંગોમાં યોની આપવામાં આવેલ છે જે પુરુષ શરીરથી જુદા પડતા દેખાતા અંગો છે. પુરુષ શરીરને યુવા અવસ્થામાં મજબુતાઈ અને પ્રજનન અંગોમાં શિશ્ન આપવામાં આવેલ છે. બંને શરીરોના મિલન થકી તેમજ સર્જનાત્મકતાની પદ્ધતિ થકી સંભોગ દ્વારા સ્ત્રી શરીર અને પુરુષ શરીર આપસમાં પોતપોતાની સંપૂર્ણ મરજી થકી યુવા અવસ્થા બાદ એકબીજા સાથે સહવાસ કરીને પ્રજનન અંગોના મિલન થકી અનેરો આનંદ માણતા હોય છે. આ મિલન થકી બાળકોનો જન્મ પણ થાય છે, મિલન થકી યુગલ આપસમાં એકબીજાની વધુ નજીક આવી શકે છે, એકબીજાના સથવારા થકી અને સમજણ શક્તિના વિકાસ થકી સંસારરૂપી રથને ઉતમ રીતે ચલાવી જાણે છે.
મિત્રો, હવે આવો આપણે લગ્નજીવન ની પહેલા અને પછી આવતી સમસ્યાઓને જાણીએ, સમજીએ અને એના નિવારણ ના ઉપાયોને અમલમાં કઈ રીતે મુકવા તે પણ જોઈએ.
સ્ત્રી અથવા પુરુષ ની મુગ્ધા અવસ્થા થી જ શરીર અને મનમાં પરિવર્તન આવવા લાગે છે, આ દરમ્યાન બંનેને મનમાં વિચારો અને કલ્પનામાં અનોખા પ્રકારના ક્યારેય ન અનુભવેલા સ્પંદનો ઉદભવે છે. આ સમય એવો છે જ્યાં અનુભવીઓ અને વડીલોના માર્ગદર્શનના સાથ થકી જે સ્પષ્ટતા મળી રહે તો સમસ્યાને કોઈ સ્થાન ન રહે.
લગ્નજીવનમાં આવતી સમસ્યાઓ …
1. આપસમાં સ્વભાવનો મેળ ના ખાવો.
2. સંતાન ન થવા.
3. પરસ્પર પ્રેમ ના થવો.
4. સ્ત્રી અથવા ક્યારેક પુરુષની કામેચ્છાનો જલ્દી અસ્ત સમય આવવો.
5. પોતાના ભૂતકાળના દિવસોની યાદમાં સતત ખોવાયેલા રહેવું.
6. એકબીજા પ્રત્યે લેવડદેવડ જેવો સંબંધ જ બાકી રહેવો.
7. કોઈ એક પાત્રની સતત અને ગંભીર માંદગી રહેવી.
8. ઘરમાં સયુંકત પરિવારમાં સ્વભાવ મેચ ન થવા અને તણખલા ઝર્યા કરવા.
9. મોટી આર્થીક મુશ્કેલી આવી જવી.
10. કોઈ પણ એક પાત્રને પ્રજનન અંગો બાબતે અંગત સમસ્યા રહેવી.
આવો અનેક યુવાઓ અને યુગલોની અમુક સમસ્યાઓના કારણોને ધ્યાનમાં લઈએ….
1. સમય, સમજણ અને સહનશક્તિનો અભાવ રહેવો.
2. પોતાના જ શરીર સાથે અડપલા અને પછી અણસમજને કારણે કરેલું અયોગ્ય પદ્ધતિ થકી કરેલું હસ્તમૈથુન.
3. વિરોધી શરીર પ્રત્યે કાયમની કુતુહલતા અને એને લઈને સતત વૈચારિક મતભેદ.
4. કોઈ એક પત્રને વધુ પડતી કામેચ્છાની ભાવના થવી તથા અસંતોષની કાયમ મનોવ્યથા રહેવી.
5. સેક્સ પ્રત્યે બાળપણથી જ સુગ રાખવાના સંસ્કાર પડી જવા.
6. નાનપણમાં કોઈ દુર્ઘટનને કારણે સેક્સ પ્રત્યે અરુચિ થઇ જવી.
7. સેક્સની ક્રિયામાં ઉતરવા માટે પહેલેથી જ નિષ્ફળતાનો ભય સતાવવો.
8. લગ્નજીવન ના આરંભ થવા પહેલા જ અન્ય પસંદની વ્યક્તિ સાથે છુટછાટ લઇ લેવી.
9. નશીલા દ્રવ્યો જેમ કે તમ્બાકુ, ગુટકા, માવા, દારૂ, ડ્રગ્સ, સિગારેટના વ્યસન મા વ્યસ્ત રહેવું.
10. પરિવાર મા કોઈને સેક્સ ના અંગો બાબતે ગંભીર બીમારી થવી.
11. કમને માતાપિતાની પસંદગીના પાત્ર સાથે લગ્નજીવન નો આરંભ કરવો.
12. દિવસ રાત પોતપોતાની પ્રવૃતિમાં રચ્યા પચ્યા રહેવું.
આવો હવે આ બાબતે આપણે નિવારણ, ઉપાય અને માર્ગદર્શન મેળવીએ …
આજના યુગના બાળકો બહુ જલ્દી મુગ્ધા અવસ્થામાં અને પછી પુખ્તવયના થઇ જતા હોય છે. જો બાળકોને સમયસર સેક્સ પ્રત્યેની સાચી સમજણવાળું જ્ઞાન આપીએ છીએ તો તેઓના આવેગને અને આવેગ થકી થઇ શકતા અનાચરણ સુધી પહોચવાના રસ્તાઓ પર બંધ બાંધવો સહેલો થઇ રહે છે.
આવો આપણે આ સમસ્યાના નિવારણના અમુક મુદ્દાઓ ધ્યાનમાં લઈએ. …
1. પતિપત્નીની પરસ્પર આદર અને સમ્માનની ભાવના.
2. પરિવારના બધાજ સભ્યો માટે એકબીજાના હ્રદય મા એક આગવું ભાવનાત્મક સ્થાન.
3. એકતા ની ભાવના નો વિકાસ.
4. દરેક અવસ્થામાં જરૂરી એવા સંસ્કારોનું સિંચન.
5. બાળકોની તમામ દૈનિક પ્રવૃત્તિ ઉપર બારીક અને સૌમ્ય નિરીક્ષણ.
6. આધુનિકતા ને અપનાવતા પહેલા સંયમરૂપી નિયમોની સર્વસંમતિ થકી યાદી.
7. એકબીજાની પોતાના જીવનમાં રહેલી મહતાનું આગવું મૂલ્યાંકન અને જાગૃતિ.
8. જીવનની રોજેરોજની પોતાની પ્રવૃત્તિ થકી સાથે રહેનાર બાળકો અને યુવા બાળકો પર પડતા સંસ્કારો પ્રત્યે સતર્કતા અને સૌમ્ય આચરણ.
9. બાળકોના માનસિક અને આધ્યાત્મિક વિકાસ પ્રત્યે હકારત્મક વલણ અને તેનું અનુસરણ.
10. પતિપત્ની ના આપસી સંબંધોમાં રખાતી જરૂરી ગોપનીયતા.
ડો.ઝરણા દોશી …
[‘દાદીમા ની પોટલી’ http://das.desais.net માંથી સાભાર]સેક્સ – જાતીયતા અંગેની પ્રાથમિક જાણકારી અને તેમાં ઉદભવતી સમસ્યાના નિવારણ અંગેની પ્રાથમિક માહિતી સાથે માર્ગદર્શન ડૉ. ઝરણાબેન દ્વારા આજની પોસ્ટમાં આપવાની નમ્ર કોશિશ અનેક મર્યાદાઓ ને ધ્યાનમાં રાખી કરવામાં અહીં આવેલ છે, આશા રાખીએ છીએ કે ડો.ઝરણાબેન નો આ નમ્ર પ્રયાસ આપને પસંદ આવ્યો હશે ? આપની કોઈ અંગત સમસ્યા હોય તો પણ ડો.ઝરણાબેન ને ndr.zarana@gmail.com અથવા ‘દાદીમાં ની પોટલી’ નાં ઈ મેઈલ આઈડી. dadimanipotli”gmail.com પર જણાવવા વિનંતી. આપની સમસ્યાનું યોગ્ય માર્ગદર્શન ડૉ.ઝરણાબેન દ્વારા ડાયરેક્ટ મોકલી આપવામાં આવશે અને આપની માહિતીની અંગતતા ની ખાસ કાળજી લેવામાં આવશે.
Posted By: http://web-sarita.blogspot.com/