Posted By: http://web-sarita.blogspot.com/ Friday, 19 December 2014
Friday, 19 December 2014
વિરોધાભાસી જીવનની વિડંબના - Pradipkumar R. Raol
Thursday, 18 December 2014
'સંબંધોનું મેનેજમેન્ટ' - હેમલ દવે
Posted By: http://web-sarita.blogspot.com/ Thursday, 18 December 2014
Wednesday, 10 December 2014
સમાઇ જાઇ છે... - અમૃત આહીર
Posted By: http://web-sarita.blogspot.com/ Wednesday, 10 December 2014
Sunday, 23 November 2014
બાળકોમાં ખેંચની સમસ્યા અને હોમિયોપેથી … - ડૉ. ગ્રીવા છાયા માંકડ … M.D. (A.M.)BHMS; DNHE.
ખેંચની સમસ્યા ના કારણો:
કન્જેનીટલ એપીલેપ્સી :
એક્વાયર્ડ એપીલેપ્સી :
ખેંચની સમસ્યા(એપીલેપ્સી ) ના પ્રકાર :
ખેંચ આવે તે સમયે શું ધ્યાન રાખશો ?
- બાળકને બિલકુલ શાંત કરવું અને એકદમ સુરક્ષિત જગ્યા એ લઇ જાઓ
- તીક્ષ્ણ કે સખત હોય તેવી વસ્તુ થી બાળકને દૂર રાખશો
- માથા નીચે કોઈ પોચી વસ્તુ કે કુશન રાખવું
- બાળકને એની જમણી બાજુ એ સુવાડવું, જેથી મોમાં થી કઈ પ્રવાહી બહાર નીકળી શકે
- બાળક શ્વાછોશ્વાસ બરાબર લઇ રહ્યું જ છે ને એ ચેક કરી લેવું
- ખેંચ સમયે બાળકના મો માં કોઈ જ પ્રકારની વસ્તુ, લીક્વીડ, ખોરાક કે કશું જ મુકવાનો પ્રયાસ કરવો નહિ, પણ હા, એવે સમયે બાળકની જીભને ઈજા ન થાય એ હેતુથી એક મોટું કાપડ કે રૂમાલ વડે મો બંધ કરી શકાય.
- 30 સેકન્ડ્સ થી વધુ સમય ચાલતી ખેંચ પછી બાળક સાવ જ થાકી જાય સુવાની ઈચ્છા કરે, થોડી હતાશા અનુભવે કે હેબતાઈ જાય, કે પછી અનિર્ણિત સ્થિતિમાં મૂકી શકે. આ તમામ લક્ષણો થોડો સમય રહે છે, હવે આ સમયે બાળકને એ પોતાની સ્વસ્થ અવસ્થામાં આવી શકે એવું યોગ્ય વાતાવરણ પૂરું પડવું આવશ્યક બની રહે છે.
સમાજમાં પ્રવર્તતી ખેંચ અંગેની કેટલીક ગેર માન્યતાઓ:
કેટલીક નીચે મુજબની દવાઓ એકદમ અકસીર છે …
ખિલખિલાટ:
M.D. (A.M.)BHMS; DNHE.
email : greeva.chhaya@gmail.com
(મો) +૯૧ – ૯૭૩૭૭ ૩૬૯૯૯
www.homeoeclinic.com
New Clinic :Dr Mankads ‘ Homeo clinic@E 702, Titanium City Center, Near Sachin Tower, Beside IOC petrol pump, 100ft. Anandnagar Road, Prahladagar, Satellite, Ahmedabad -380 015
Posted By: http://web-sarita.blogspot.com/ Sunday, 23 November 2014
Sunday, 9 November 2014
હીપ્નોટીઝમ દ્વારા આપણને બેવકુફ બનાવનારા લોકોની બહુ મોટી ફોજ છે - રોહીત શાહ
Posted By: http://web-sarita.blogspot.com/ Sunday, 9 November 2014
Thursday, 2 October 2014
વ્યક્તિનો દેખાવ નહીં, કર્મોનું મહત્ત્વ હોય છે...
શિષ્ય કંઈ પૂછે તે પહેલા સોક્રેટીસે તેને કહ્યું કે મને ખ્યાલ છે કે શા માટે સ્મિત કરે છે? શિષ્ય ચૂપ રહ્યો. ગુરુજી સમજી ગયા હતા એ જાણીને તેણે થોડી શરમ અનુભવી અને નીચું જોઈને ઊભો રહ્યો.
સોક્રેટીસે કહ્યું, તને ખ્યાલ નથી કે હું શા માટે અરીસામાં જોઉં છું. વાસ્તવમાં હું અત્યંત કદરૂપો છું એટલે દરરોજ અરીસામાં જોઉં છું. શિષ્યને આ સાંભળી આશ્ચર્ય થયું. પણ એવું શા માટે? તેણે પૂછી લીધું. સોક્રેટીસે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, હું નિમયિત આવું કરું છું જેથી મને ખાતરી થઈ જાય કે હું કદરૂપો છું. હું મારા વાસ્તવિક સ્વરૂપને ઓળખું છું. આવું દરરોજ એટલા માટે કરું છું કે મને સારા કામ કરવાની પ્રેરણા મળે અને સાથે મારી કુરૂપતા ઢંકાઈ જાય.
સોક્રેટીસના કહેવાનું તાત્પર્ય એટલું જ હતું કે વાસ્તવમાં વ્યક્તિનો દેખાવ નહીં પરંતુ તેમના કામ મહત્ત્વના હોય છે. પોતે કેવાં કામ કરે છે તેના આધારે તેમની છબી ઘડાતી હોય છે.
Posted By: http://web-sarita.blogspot.com/ Thursday, 2 October 2014
શું માણસ ખરેખર સુસભ્ય (Civilised) થયો છે ખરો?
આપણાં બાહ્ય સુખોપભોગ વધ્યાં છે, પણ શું આપણે નૈતિક દૃષ્ટિએ સુધર્યા છીએ ખરા? નૈતિકતા શબ્દનો અર્થ કેવળ સ્ત્રી-પુરુષના સંબંધ પૂરતો જ મર્યાદિત નથી. નૈતિકતાનો અર્થ થાય- અસ્મિતા જાગરણ. ઉપનિષદની વાર્તા પ્રમાણે જેમ ઘેટાના ટોળામાં જીવતું સિંહનું બચ્ચું પોતાની ઓળખ વિસરી ગયું હતું, તેવું આજે આપણું થયું છે. આપણે પ્રભુનાં સંતાન હોવાનું ગૌરવ ભૂલી ગયા છીએ. 'હું ભગવાનનો અંશ છું,' આ સ્વની ઓળખ અંદર ઊભી થઇ કે માણસ બદલાય છે. હું પ્રવાહપતિત નહીં થાઉં. મને કોઈ પણ વાસના ખેંચી નહીં શકે.
મારા જીવનની સ્વ-તંત્ર બેઠક છે, મારું સ્વ-ત્વ છે. એ સમજે તો માણસ ખરો નીતિમાન ! નીતિમત્તાની આ પહેલી કસોટી છે. હું કોઈને મારા સ્વાર્થ માટે વાપરીશ નહિ અને ખુદને કોઈના હાથમાં વપરાવા દઈશ નહીં. આવી સિમેન્ટ કોન્ક્રીટ જેવી બેઠક હશે તો માણસ વિકસિત ! બાકી એકાદી લીલી નોટ જો અમારી બેઠક હલાવતી હશે તો જીવનનું સ્થૈર્ય આવ્યું જ ક્યાં? આજે યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. (Ph.d.) થયેલો વ્યક્તિ પણ લીલી નોટ દેખાડી તો ખેંચાઈ જાય છે, ખરીદાઈ જાય છે. ભલેને તે ઉચ્ચશિક્ષિત હશે, પણ વિકસિત કેવી રીતે ગણાય?
આજના સુધરેલા કાળમાં આગળનો પ્રશ્ન આવે છે કે સ્ત્રી તરફ જોવાનો આપણો દૃષ્ટિકોણ ઉન્નત થયો કે? સ્ત્રી એક ઉપભોગનું સાધન છે એ જ દૃષ્ટિ સમાજમાં વધી રહી છે. એટલે જ સિનેમા-જાહેરખબરોમાં સ્ત્રીના અંગ-ઉપાંગોનું પ્રદર્શન કરવામાં આવે છે. અત્યંત વેદનાની વાત છે કે એ માટે સમાજને હજી ચીડ આવતી નથી.
'સ્ત્રીને આત્મા છે, તે ભગવાનનું સર્જન છે, તેને મન છે,' તે વિચાર કરવો પડશે. 'સ્ત્રી એટલે માત્ર તેનું શરીર' આવી જ રીતે તેના તરફ જોવાય છે. આ નર્યા ભોગની જ દૃષ્ટિ છે, આ શું પ્રગતિ ગણાય? શું આપણે સ્ત્રીને એક માનવ તરીકે જોઈએ છીએ ખરાં? પછી આપણે શાના સુધરેલાં ગણાઈએ?
Posted By: http://web-sarita.blogspot.com/
ગાંધી જયંતી - વિશ્વ અહિંસા દિવસ (2જી ઓક્ટોબર)
Posted By: http://web-sarita.blogspot.com/