उत्सवप्रियः जनाः । લોકો ઉત્સવપ્રિય હોય છે. “ જીવતા ઉત્સવો અને જીવતા તહેવારો”- કાકાસાહેબ કાલેલકર.આમ ઉત્સવો અને તહેવારો સાથે ભારતની પ્રજાનો જીવંત સંબંધ સદીઓથી
બંધાયેલો રહ્યો છે. ભારતના દરેક
ઉત્સવો અને તહેવારો પાછળ કોઇને કોઇ સાંસ્કૃતિક,ધાર્મિક,સામાજિક કે રાજકિય માહાત્માં જોડાયેલા છે. રોજિંદા અને સતત શ્રમથી માનવ જીવન
કંટાળા સ્વરૂપ,નિજીવ
ન બની જાય માટે ઉત્સવોની ઉજવણી જરૂરી છે. ઉત્સવો અને તહેવારો માનવજીવનમાં પરિવર્તન લાવે છે. ઉત્સવો અને તહેવારો
માનવજીવનમાં આનંદ,રાહત અને સુખચેનમાં વધારો કરે છે. માનવ જીવનને જીવવાયોગ્ય એક અમૃતતત્ત્વ
અને સંજીવની છે.
આપણે ત્યાં ત્રણ પ્રકારના તહેવારોની ઉજવણી
કરવામાં આવે છે. (૧) ધાર્મિક તહેવારો (૨) સામાજિક તહેવારો (૩) રાષ્ટ્રીય તહેવારો
ધાર્મિક તહેવારો માં દીપોત્સવ(દિવાળી), નવરાત્રી, શિવરાત્રી, હોળી, રામનવમી, જન્માષ્ટમી, ગણેશચતુર્થી, નાતાલ, બકરીઈદ, રમજાનઈદ, મહોરમ, પતેતી, નાનક જ્યંતી, બૌદ્ધ
જયંતી, પર્યુષણપર્વ.
દિવાળી એટલે આશા.ઉલ્લાસ અને નવચેતનાનું પર્વ.
હોળી- તો રાષ્ટ્રીય ચેતનાનું પર્વ.અનિષ્ટોનો નાશ
અને ભકતપ્રહલાદની યાદ
રમજાઈદ,મહોરમ
પવિત્રતાનું પર્વ..
સામાજિક તહેવારો મકરસંક્રાંતિ,રક્ષાબંધન,ધૂળેટી,શરદોત્સવ
અને આનંદમેળાઓ આ બધા ઋતુવિષયક તહેવારો છે.
મકરસક્રાંતિ એટલે દિવસનો રાત્રીપર વિજ્ય અને
દાનપુણ્યનું પર્વ.
રક્ષાબંધન ભાઇ બહેનનો અનન્ય અને અમર પ્રેમનો
તહેવાર
રાષ્ટ્રીય તહેવારો સ્વાતંત્ર્ય દિન, પ્રજાસ્તાક દિન,શહિદ,ગાંધી જયંતી વગેરે.
૨૬મી જાન્યુઆરી અને ૧૫મી ઓગષ્ટ રાષ્ટ્રીયભવનાનું
પર્વ.
ભારતના તહેવારોની ઉજવણી પાછળ વૈજ્ઞાનિક ર્દષ્ટીબિંદુ સાથે ઋતુવિષયક, એનું ચોક્કસ આયોજન,કોઇને કોઇ વાર્તા કે
ઈતિહાસ રહેલો છે. ધાર્મિક તહેવારો લોકોને ભક્તિના માર્ગે દોરવાના, સામાજિક તહેવારો લોકોમાંપ્રેમભાવ,સ્નેહ,સામાજિકસેવાઓના માર્ગે દોરવાના, રાષ્ટ્રીય તહેવારો પ્રજામાં રાષ્ટ્રભાવના જગાવામાં મહત્વનો
ભાગ ભજવે છે. કાકાસાહેબના શબ્દોમાં કહીએ તો “ તહેવારો અને ઉત્સવો દ્વારા જ આપણે સંસ્કૃતિનાં કેટલાંક અંગો સારી રીતે જાળવી અને
ખીલવી શકીયે છીએ,વિશિષ્ટ પ્રસંગો અને તેમનું મહત્વ સ્મરણમાં રાખી શકીએ છીએ,ઋતુ ફેરફારનો ખ્યાલ પણ જાણી શકીએ છીએ.તહેવારો આપણા ભેરું છે.”
તહેવારો અને ઉત્સવોની
પરંપરા ટકાવી રાખવી ખૂબ જ જરૂરી છે.સાથે સાથે એનું પોત
પણ જળવાઈ રહે તે પણ અગત્યનું
છે. શૈક્ષણિકસંસ્થાઓ,
સામાજિકસંસ્થાઓ,સંગઠનો ની આ એક વિશિષ્ટ જવાબદારી પોતાને શિરે ઉપાડી લેવી પડશે. દરેક સંસ્થાઓ કે સંગઠનોએ
ધર્મના મૂળભૂત મૂલ્યોને ધ્યાનમાં રાખીને તહેવારો ની
ઉજવની કરે તે જરૂરી છે.
ભારતના ગામડાઓમાં આજે પણ તહેવારો અને ઉત્સવોની સાત્વિકતા ની પરંપરા અને
પવિત્રતા જળવી રાખી છે. તહેવારો
પાછળનો મૂળ આશય,હેતુ કે કારણ વિસરાઈ ન જાય,પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિક
મૂલ્યો ટકી રહે તે મહત્વનું છે. શહેરોમાં ઉત્સવો અને તહેવારોને તમાશાનું સ્વરૂપ આપી દીધું છે. વૃદ્ધો,બીમાર,વિદ્યાર્થીઓ,પ્રજાને અવરોધરૂપ થાય
તેવી રીતે ઉત્સવો અને તહેવારોની ઉજવણી ન કરવી. ખોટા દંભો,દેખા-દેખી,ભભકો
અને આડંબર પ્રજાના જીવનને છિન્નભિન્ન કરી નાખે છે.
[https://gnansarita.wordpress.com/ માંથી સાભાર]
Like the Post? Share with your Friends:-
0 comments:
POST A COMMENT