વેબ સરિતા: July 2014
વેબ સરિતા: મારી વાંચનયાત્રા

Thursday 31 July 2014

માનવશરીરનાં રહસ્યો - દિજીતા

ઘણી વખત માનવ શરીર વિશે વિચાર આવતા હોય છે તે કઇ રીતે કામ કરતું હશે રોજિંદા જીવનમાં આપણું શરીર શું અને કેટલું કામ કરે છે તે જાણવું રસપ્રદ રહેશે.
આપણે નિયમિત ૪૦૦ થી ૨૦૦૦ મીલીની માત્રામાં મૂત્રત્યાગ કરીએ છીએ.
આપણી ત્વચાનું વજન ૪ કિગ્રા અને હરક્ષેત્ર ૧.૩-૧.૭ સ્કેવર મી.થી ઢંકાયેલું હોય છે.
શરીરમાં સમસ્ત ઊર્જાનો અડધો ભાગ ફક્ત માથા દ્રારા જ ખર્ચ થાય છે.
શ્વાસ રોકેલો રાખવાથી પણ મનુષ્યનું મૃત્યુ નથી થતું.
માનવ શરીરમાં આંખની પુતળીનો આકાર જન્મ થી લઇ મૃત્યુપર્યંત જેમનો તેમ રહે છે.
રક્તનો તરલ ભાગ પ્લાઝમા કહેવાય છે.
સામાન્ય રીતે વ્યક્તિના પ્રતિદિન ૨૫ થી ૧૨૫ વાળ ઊતરે છે.
આપણું દિલ એક મિનિટમાં ૭૦ વાર  અને એક દિવસમાં એક લાખ થી પણ વધુ વાર ધડકે છે.
ગલગલિયાંના સંદેશો આપતા સ્નાયુ ૩૨૨ કિલોમીટર પ્રતિઘંટાની રફતારથી ચાલે છે.
આપણે એક જ દિવસમાં લગભગ ૨૦ હજાર વાર પાંપણ ઝપકાવીએ છીએ.
બે સેકન્ડમાં આવતી છીંકને નાક સુધી પહોંચવામાં ૧૬૦ કિમી પ્રતિકલાકની સફર તય કરવી પડે છે. તેની રફતાર એક ભાગતી ટ્રેનની ગતિના બરાબર હોય છે.
પ્રતિદિન લાખ મસ્તિષ્કની કોશિકાઓ ખર્ચાય છે. સૌભાગ્ય થી આપણી પાસ ૧૦૦ બિલિયન (એક અરબ) કોશિકાઓ હોય છ.
એક નિરોગી મનુષ્યના શરીરથી લગભગ સવા લિટર પરસેવો પ્રતિદિન નીકળી હવામાં ઊડી જાય છે.
આપણું મગજ દસ હજાર વિભિન્ન ગંધોને તેની અંદર સંગ્રહી શકે છે, તેને યાદ રાખી શકે છે અને તેને ઓળખી પણ શકે છે.
સૂતી વખતે આપણે સંપૂર્ણપણે નિંદ્રામાં હોઇએ છીએ, પરંતુ એ સાચું નથી. આઠ કલાકની નિંદ્રામાં ૬૦ ટકા તો આપણે કાચી ઊંઘમાં હોઇએ છીએ.૧૮ ટકા ઘેરી નિંદ્રા લઇએ છીએ તો ૨૦ ટકા સ્વપનાં જોવામાં કાઢી નાખીએ છીએ.
આપણા શરીરમાં એટલો કાર્બન હોય છે કે ૯૦૦ પેન્સિલ ભરાઇ જાય. એટલી વસા હોય છે કે ૭૫ મીણબત્તી બની શકે. અને એટલું ફોસ્ફરસ હોય છે કે ૨૨૦ માચીસની દીવાસળી બની શકે. એટલા માત્રામાં લોહતત્વ હોય છે કે તેમાંથી ૭.૫ મીટરની  ખીલી બની શકે.
વિશ્વમાં સર્વાધિક માત્રામાં ૪૬ ટકા મળનારું બ્લડગુ્રપ 'ઓ' છે.
આપણું પેટ પ્રતિદિન ૨ લિટર હાઇડ્રોક્લોરિક એસિડ નિર્મિત કરે છે. આ એસિડ એટલું શક્તિશાળી હોય છે કે જેનાથી ધાતુ પણ પીગાળી શકાય છે. આમ છતાં તે પેટના બહારના પડને ખરાબ નથી કરતું.કારણકે પેટના પડ પર પાંચ લાખ કોશિકાઓ હોય છે જે પ્રતિમિનિટ બદલાય છે.
આપણે જે પણ ખાઇએ છીએ તેને પાંચ ભાગમાં વહેંચી શકાય છે. તે કાર્બોહાઇડ્રેટ,પ્રોટીન,વસા, વિટામિન અને લવણ છે.
પ્રોટીન શરીરની કોશિકાઓનો મુખ્ય પદાર્થ છે.
માનવ રક્તમાં શ્વેત રક્તકણિકાઓનો આકાર ૦.૭ મિલી મીટર હોય છે.
સાબિત થયેલું છે કે સૂતી વખતે આપણું મગજ ટેલિવિઝન જોવાની સરખામણીમાં વધુ સક્રિય હોય છે.
એક સામાન્ય માણસ જીવનમાં લગભગ ૬૦ હજાર પાઉન્ડ ખાવાનું આરોગે છે.
આપણું જમણું ફેફસું,ડાબા ફેંફસા કરતાં મોટું હોય છે. એનું કારણ હૃદયનું સ્થાન અને આકાર છે.
એક સામાન્ય વ્યક્તિ પોતાના સાઠ વરસના જીવનકાળમાં લગભગ એક લાખ કિલોમીટર જેટલું ચાલે છે.
માનવ જીવનમાં વધુ સમય સુધી જીવિત રહેનારી કોશિકા બેન કોશિકા છે તે જીવનપર્યંત જીવે છે.
મનુષ્ય એક જ શ્વાસમાં ૫૦૦ મિલીમીટર હવા ખેંચે છે.
- દિજીતા
[http://gujaratsamachar.com/index.php/articles/display_article/mysteries-of-the-human-body માંથી સાભાર]

Posted By: http://web-sarita.blogspot.com/ Thursday 31 July 2014

Sunday 27 July 2014

વગર વિચાર્યું જે કરે પાછળથી પસ્તાય

vagar vichare
ઘણાં વર્ષો પહેલાંની આ વાત છે.  ઉજ્જૈન નગરીમાં એક બ્રાહ્મણ રહેતો હતો. એ સ્વભાવનો ઉતાવળીયો હતો અને નાની નાની વાતમાં ગુસ્સો કરવાની અને ધમાલ મચાવવાની એને ટેવ હતી. એની પત્ની એને ઘણી વખત સમજાવે પણ તેના સ્વભાવમાં ફરક પડતો ન હતો.  એક વખત તેની પત્ની નદી પર પાણી ભરવા ગઈ. તે જતાં જતાં તેના પતિને કહેતી ગઈ કે આપણું બાળક પારણાંમાં સૂતું છે તેનું તમે ધ્યાન રાખજો અને હું ન આવું ત્યાં સુધી તમે દૂર ખસતા નહિ.  બન્યું એવું કે જેવી બ્રાહ્મણી ગઈ કે તરત બ્રાહ્મણને તેના યજમાનનું એક તેડું આવ્યું. યજમાનને ઘરે કોઈ સારો પ્રસંગ હતો અને તે નિમિત્તે તેણે બધા બ્રાહ્મણોને સીધું-સામાન અને દાન-દક્ષિણા લેવા બોલાવ્યાં હતાં. બ્રાહ્મણને થયું કે જો હું જવામાં મોડું કરીશ તો મારાં દાન-દક્ષિણા પણ અન્ય બ્રાહ્મણો લઈ જશે અને મને કંઈ નહિ મળે. આજુબાજુ જોયું તો તેણે પોતાનો પાળેલો નોળિયો  દેખાયો.  બ્રાહ્મણના ઘરની આજુબાજુ ઘણી વખત સાપ નીકળતા હતા અને સાપના ઉપદ્રવથી બચવા માટે બ્રાહ્મણ-બ્રાહ્મણીએ નોળિયો  પાળ્યો હતો. બ્રાહ્મણે નોળિયાને બાળકની બાજુમાં બેસવાનું અને તેનું બરાબર ધ્યાન રાખવાનું કહ્યું અને તે યજમાનના ઘરે ગયો.  બ્રાહ્મણના ગયા પછી નોળિયાએ એક મોટા કાળા સાપને બાળક તરફ આવતા જોયો. નોળિયા તો સાપના જન્મજાત દુશ્મન એટલે એ સાપના ટૂકડેટૂકડાં કરી ખાઈ ગયો. ત્યાં તેણે બ્રાહ્મણને આવતાં જોયો એટલે તે દોડીને તેના પગમાં આટોળવા લાગ્યો.  બ્રાહ્મણે જોયું તો નોળિયાનું મોઢું લોહીવાળું હતું. તેને થયું કે નકી આ નોળિયો મારા બાળકને મારીને ખાઈ ગયો લાગે છે. ગુસ્સે ભરાઈને તેણે પોતાની લાકડી વીંઝી નોળિયાને ત્યાં ને ત્યાં મારી નાખ્યો અને ઝટઝટ અંદર જઈને જુએ તો બાળક પારણાંમાં ઘસઘસાટ ઊંઘી રહ્યું હતું અને પારણાની આસપાસ મરેલા સાપના ટુકડાં વેરણછેરણ પડ્યાં હતાં.  આ જોઈને એને ખ્યાલ આવ્યો કે તેના વફાદાર પાળેલા નોળિયાએ તો તેના બાળકને મોતનાં મોંમાંથી ઉગાર્યો હતો અને પોતે તે ભલાં પ્રાણીની કોઈ કદર કરવાના બદલે વગર વિચાર્યે તેને જ મારી નાખ્યો હતો.  બ્રાહ્મણી પાણી ભરીને પાછી આવી તો તેને પણ પોતાના પાળેલા નોળિયાને મરેલો જોઈ ખૂબજ દુઃખ થયું. પછી તેણે બ્રાહ્મણ પાસેથી વચન લીધું કે હવે પછી તે ખોટી ઉતાવળ કરી વગર વિચાર્યું કામ કદી નહિ કરે.
[સંદર્ભઃ  http://mavjibhai.com/balvarta/vagarvicharyun.htm માંથી સાભાર]

Posted By: http://web-sarita.blogspot.com/ Sunday 27 July 2014

પવિત્ર શ્રાવણ માસ

વિક્રમ સંવતનો દશમો અને ચોમાસાનો બીજો મહિનો એટલે શ્રાવણ માસ. શ્રાવણ માસનો પ્રારંભ થાય એટલે ભાવિકોનો ઉત્સાહ અનેકગણો વધી જાય છે. જેવી રીતે નદીઓમાં ગંગા, દેવતાઓમાં વિષ્ણુ, પર્વતોમાં હિમાલયનો મહિમા છે તેમ બાર માસોમાં “પવિત્ર માસ શ્રાવણ માસ”નું ખાસ મહત્ત્વ છે અને તેમાંય ભગવાન શિવની ઉપસનાનું ખાસ મહત્ત્વ છે.

શ્રાવણ માસમાં ભગવાન શિવના મંદિરો અને કૃષ્ણના મંદિરોમાં ભીડ જોવા મળે છે. શ્રાવણમાં એક જુદા જ પ્રકારનું ધાર્મિક વાતાવરણ ઊભું થાય છે. શ્રાવણ માસમાં શિવપૂજન ઉત્તમ ગણાય છે. ચાતુર્માસમાં શ્રાવણ મહિનાને શ્રેષ્ઠ માનવામાં આવેલ છે. શ્રાવણ માસમાં ઘણા લોકો આખો મહિનો ઉપવાસ કે એકટાણા કરી ભગવાન શિવની બીલીપત્ર, દૂધ, ચંદન અને ઘીની પૂજા કરે છે. વર્ષ દરમિયાન ફક્ત શ્રાવણ માસ જ એવો છે કે જેમાં અનેક તહેવારો અને વિવિધ વ્રતો જોવા મળે છે. જેમાં મંગળા ગૌરી વ્રત, જીવંતિકા વ્રત, વીર પસલી વ્રત, ફૂલકાજળી વ્રત, ગૌરી વ્રત, મધુ શ્રવા વ્રત વગેરે અને બળેવ, શીતળાસાતમ, જન્માષ્ટમી વગેરે હિંદુઓના મોટા તહેવાર આવે છે. જેમાં દરેક તહેવારનું અલગ જ મહત્ત્વ હોય છે.

રક્ષાબંધન :
શ્રાવણ પૂર્ણિમાએ રક્ષાબંધન તહેવાર આવે છે. ભાઈ-બહેનના પવિત્ર પ્રેમની નિશાની તરીકે બહેન રાખડી બાંધે છે. હિંદુ સમાજમાં રક્ષાબંધનના દિવસે બધી જ બહેનો પોતાના ભાઈના હાથે રાખડી બાંધીને સર્વ પ્રકારનું રક્ષણ ઈચ્છે છે. રક્ષાબંધનને બળેવ અને નારિયેળી પૂનમ તરીકે પણ ઓળખાય છે. આ પવિત્ર પર્વે બ્રાહ્મણો વેદ અને મંત્રોચ્ચારથી પોતાની જનોઈ બદલાવે છે.

બોળચોથ :
શ્રાવણ વદ ચોથ એ બોળ ચોથ તરીકે ઉજવાય છે. બોળ ચોથના દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવામાં આવે છે. મહિલાઓ આ દિવસે વ્રત કરે છે અને તે વ્રતમાં સમારેલું શાક અને ઘઉંની વાનગી નહીં ખાવાની તેવી માન્યતા હોય છે.

નાગપંચમી :
શ્રાવણ વદ પાંચમે નાગપંચમીનો તહેવાર આવે છે ત્યારે બાજરીના ‘કુલેર’નો લાડુ બનાવી, નાગદેવતાનું પૂજન કરી બહેનો વ્રત ઉજવે છે. નાગદેવતા ભગવાન શંકરના ગળાનો હાર છે તેથી શ્રધ્ધાળુ ભક્તો આ તહેવાર ભગવાન શિવજીને યાદ કરીને પૂજન કરે છે. નાગપંચમી સર્પદોષમાંથી મુક્તિ મેળવવા માટે ઉત્તમ છે. નાગપંચમી શારીરિક અને માનસિક રોગમાંથી મુક્ત થવા માટે ઊજવવામાં આવે છે.

રાંધણ છઠ :
સાતમના આગલા દિવસને રાંધણ છઠ્ઠ કહે છે. શીતળા માતાને યાદ કરી એક દિવસ ઠંડું ખાવાનો રીવાજ છે તેથી રાંધણ છઠ્ઠના દિવસે રાંધી લીધા પછી બહેનો સગડી કે ગેસના ચૂલાની પૂજા કરે છે.

શીતળા સાતમ :
શ્રાવણ વદ સાતમનો તહેવાર ‘શીતળા સાતમ’ તરીકે ઉજવવામાં આવે છે. શીતળા માતાના મંદિરે છઠ્ઠના દિવસે બનાવેલી રસોઈનો ભોગ ધરવામાં આવે છે. ઠંડુ ખાઈને સાતમ ઊજવવાથી આજીવન શીતળતાની સુખદ અનુભૂતિ થાય છે. આ પર્વને ‘ટાઢી સાતમ’ પણ કહેવામાં આવે છે. આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે પ્રાર્થના કરે છે.

જન્માષ્ટમી :
શ્રાવણ વદ આઠમ એટલે જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણનના જન્મ દિવસે મંદિરોમાં ભગવાનનો જન્મોત્સવ ઉજવાય છે. આ આઠમ લોકોમાં જન્માષ્ટમી, ગોકુળ આઠમ, કૃષ્ણજયંતી વગેરે નામે પ્રસિદ્ધ છે. જન્માષ્ટમીનો ઉત્સવ અને કૃષ્ણ જન્મદિવસની ઉજવણી દરેક દેવમંદિરોમાં કરવામાં આવે છે. આ આઠમના પર્વના દિવસે ઉપવાસ પણ કરવામાં આવે છે.

જન્માષ્ટમીની ઉજવણી બે દિવસ સુધી થાય છે. એક જન્માષ્ટમીનો દિવસ અને બીજો દિવસ ‘પારણાં’ તરીકે ઉજવાય છે. જન્માષ્ટમીની મધ્યરાત્રિએ એટલે કે રાત્રે બાર વાગે શ્રીકૃષ્ણની આરતી કરીને ”હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી”ના નાદ સાથે જન્મોત્સવ ઉજવવામાં આવે છે. લાલાની મૂર્તિને એક સુંદર રીતે સજાવેલા પારણાંમાં રાખવામાં આવે છે અને ધીરે-ધીરે તેને પારણાંમાં ઝૂલાવવામાં આવે છે. અને દહીં-હાંડીનો ઉત્સવ ઉજવવામાં આવે છે.

શ્રાવણ માસને ભગવાન શંકરની આરાધના અને પૂજા અર્ચના કરી ભોળાનાથને રીઝવવાનો માસ કહેવાય છે. એમાંય આ માસના દરેક સોમવારનું પણ ઘણું મહત્વ છે. તેમાં ઘણા શ્રધ્ધાળુઓ ઉપવાસ પણ કરે છે અને છેલ્લા સોમવારે ઘણા ગામડાં અને શહેરોમાં નાના મોટા મેળાઓ ભરાય છે. ભક્તો શિવાલયોમાં જઈ શિવલીંગ પર જળ, દૂધ, પંચામૃતનો અભિષેક કરે છે તથા શિવલીંગ પર બિલીપત્ર પણ ચઢાવતા હોય છે.
આમ, શિવભક્તો હોય કે પછી કૃષ્ણભક્તો, વિષ્ણુભક્તો, અગ્નિ પૂજકો, શક્તિપૂજકો બધા માટે શ્રાવણ મહિનો મહત્ત્વનો છે. આ રીતે આખો શ્રાવણ માસ ભગવાનની ભક્તિ અને આરાધના થાય છે.

અને કહેવાય છે કે……
“પર્વો અને તહેવારો માનવસમાજના સામૂહિક હર્ષોલ્લાસનું પ્રતિક છે તથા માનસિક શક્તિ વધારે છે. તહેવારો દ્વારા જ મનોયોગ થાય છે. સમાજના તમામ સ્તરોમાં પર્વ અને તહેવારો આદિકાળથી પ્રવર્તમાન છે. “
[http://blog.gujaratilexicon.com/ માંથી સાભાર]

Posted By: http://web-sarita.blogspot.com/

Saturday 26 July 2014

પરિશ્રમ એ જ પારસમણિ - ભીખાભાઇ .બી પટેલ

Image result for inspire work pix

                  उधमेन हि सिध्यन्त कार्याणि न मनोरथै ।

                 न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः ।।

                                    (हितोपदेश)

કર્મમાં સફળતા ઉદ્યમ કરવાથી જ મળે છે.તરંગી વિચારો કરવાથી નહીં. સિંહ સૂતો જ રહે તો એનો શિકાર થનારાં મૃગ કાંઈ આપમેળે એના મુખમાં આવી પડતાં નથી.

        સંસ્કૃત સુભાષિતમાં ઉદ્યમ(પરિશ્રમ)નો મહિમા વર્ણવ્યો છે. ઉદ્યમ/પરિશ્રમ વિના સફળતા,સિદ્ધિ પ્રાપ્ત થતી નથી.સિંહ વનનો રાજા હોવા છતાં પણ ખોરાક માટે ઉદ્યમ/ પરિશ્રમ/શ્રમ તો કરવો જ પડે.

    એક કવિ કહ્યું છે કે

મનના મહેરામણમાં મૌક્તિક મેળવનાર મરજીવો એટલે ઉદ્યમ/ પરિશ્રમ.

કમકને ઘસીએ તો તણખો તો થાય,પણ પડી રહેવા દઇએ તો ધૂણી એ ન થાય.

પવનની સામે થઇને પતંગ ઊંચે ચઢે છે.

         આમ મનુષ્યે જીવનજીવવા ધરતી પર નક્કર પગ રાખી સતત પ્રયત્નશીલ રહેવું જોઇએ. ઉદ્યમ/પરિશ્રમ એ જ સિદ્ધિનું સોપાન છે.

        બાઇબલમાં પણ ઉદ્યમ/પરિશ્રમ નો મહિમા વર્ણવ્યો છે.- 

“ With out work you should not  take food.”

Image result for smart work pix

          ભાગવદ્ ગીતામાં પણ ઉદ્યમ/પરિશ્રમનો મહિમા વર્ણવ્યો છે

                      कर्मण्यवाधिकऱस्ते मा फलेषु कदाचन ।

 “કર્મમાં (ઉદ્યમ/પરિશ્રમ/કામકરવાનો જ તારો અધિકાર છે. ફળ વિશે તે કદી નહીં.સુવર્ણ અક્ષરોમાં લખાયેલું વાંચીએ તો ….

   જ્ઞાન એ જ શકિત” – પ્રાચીનયુગનું

    બળિયાના બે ભાગ”,મારે તેની તલવાર” –મધ્યયુગનું

    “પૈસો એ જ પરમેશ્વર” – આધુનિકયુગનું પેરકબળ રહ્યું છે.

 પણ વિશ્વવિગ્રહો પછી અનેક વિપરિત પરિસ્થિતિઓને કારણે માનવજીવનમાં એક નવા પ્રેરકબળને જન્મ આપ્યો અને તે છે, – શ્રમ”, ”શ્રમ એ જ શકિત

                પરિશ્રમ એ જ પારસમણિ”- સૂત્ર પ્રચલિત બન્યું.

                       “ સિદ્ધિ તેને જઇ વરે જે પરસેવે ન્હાય

                       પરિશ્રમ વિના પ્રારબ્ધ પાંગળું છે

      આ પંકિતઓનો અર્થ-વિસ્તાર લખતાં વિદ્યાર્થીઓ પોતાની જાતને શ્રમનું ગૌરવ સમજી હાંસે….. હાંસે …. પંક્તિને સમજાવે છે.શ્રમ પ્રત્યેની પોતાની સમજ/સૂજ/ આવડતનું શબ્દોમાં પ્રદર્શન કરે છે.

         વિદેશોમાં શ્રમની બાબતે આપણા દેશ કરતાં જૂદી જ પરિસ્થિતિ છે. વિદેશમાં ઉદ્યમ/પરિશ્રમ/કામનું ગૌરવ કરવામાં આવે છે. પ્રત્યેક વ્યક્તિ ભલેને શિક્ષિત હોય તો પણ  પોતાનું કામ જાતે જ કરી લે છે. આપણા દેશના યુવાનો પરદેશમાં જઇને ઉદ્યમ/પરિશ્રમ/શ્રમ કરવામાં શરમાતા નથી. સ્વદેશની મુલાકાતે આવે ત્યારે ઘરનું કે બહારનું કામ કરતાં સંકોચ અનુભવે છે.

       જગતમાં ધર્મોએ,ધર્મગુરુઓએ, સંતો ,મહાનપુરુષોએ,  શ્રમનો મહિમા મુકત કંઠે ગાયો છે અને વર્ણવ્યો છે. હિન્દુધર્મની ભાગવદ્ ગીતમાં,મસ્લિમધર્મના કુરાનમાં અને ખ્રિસ્તીધર્મના બાઇબલમાં

પરિશ્રમ એ જ પારસમણિ ને પ્રાધાન્ય આપ્યું છે.

       મહાત્મા ગાંધી,સરદાર વલ્લભભાઈ,વિનોબાભાવે.પૂજ્ય રવિશંકર મહારાજ અને બબલદાસ મહેતા એઉદ્યમ/પરિશ્રમ/કામમાં કેટલી તાકાત છે,તે પોતાના શ્રમ થકી ઉદાહરણ પુરા પાડયા છે. બબલદાસ મહેતાએ પછાત એવા મેસરા ગામને ઈતિહાસના પાના ઉપર મુકયું. પૂજ્ય રવિશંકર મહારાજ દેશના અનેક લોકોના જીવનમાં બદલાવ લાવ્યા.

    ઉદ્યમ/પરિશ્રમ/કામ/શ્રમ વ્યકિતનું અને દેશનું સ્વરૂપ/રૂપ બદલી શકે છે !

       બીજા વિશ્વયુદ્ધ પછીનું અને હાલનું જાપાન  એ શ્રમનું પરિણામ છે.

      શ્રમ થી તન-મન તંદુરસ્ત રહે છે,સાથેસાથે ધન પણ તંદુરસ્ત રહે છે,

                    મનુષ્ય સ્વાલંબી જીવન જીવી શકે છે.

  દેશની દરેક વ્યકિતએ ઉપરોકત ઉકિતને જીવનમાં ઉતારે તો પોતાનું અને રાષ્ટ્રનું અર્થતંત્રમાં ચોકકસ બદલાવ આવેઆવે અને આવે જ.

           કઠોર/સખત ઉદ્યમ/પરિશ્રમ/કામ/શ્રમનો કોઇ વિકલ્પ નથી.

[http://gnansarita.wordpress.com/ માંથી સાભાર]



Posted By: http://web-sarita.blogspot.com/ Saturday 26 July 2014

માતૃપ્રેમ - ભીખાભાઇ પટેલ



મ-૨

મા તે મા

વાત્સલ્યમૂર્તિ જનની

જનનીની જોડ સખી નહિ જડે રે લોલ !

અર્પી દઉં સો જન્મ એવડું મા ! તુજ લેણું !

મારી બા

ઈશ્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે ! 

અનન્વય અલંકારમાં કહીએ તો

   વાત્સલ્યની મૂર્તિ એટલે મા, મા એટલે વાત્સલ્યની મૂર્તિ .

 એના જેવી વ્યકિત આ જગતમાં કયાંય મળે એમ નથી ! માતાનો જોટો જડવો મુશકેલ છે. ખુદ ઈશ્વર પણ એની જોડે બેસી શકે તેવો નથી !

    જગતમાં સર્વપ્રથમ અને બાળકના મુખમાંથી નિકળતો પ્રથમ જો શબ્દ હોય તો તે મા ’ ,‘ બા છે.

         કવિઓએ માતૃપ્રેમનો મહિમા મુકતકંઠે ગાયો અને બિરદાવ્યો છે. કવિ બોટાદકરે  પોતાની કવિતામાં કહ્યું છે કે,

જનનીની જોડ સખી નહિ જડે રે લોલ !

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ,

એથી મીઠી તે મોરી માત રે……. જનનીની જોડ

     બાળકને જન્મ આપનાર અને એનું લાલનપાલન કરી જીવનનું સુયોગ્ય ઘડતર કરનારમાતાની મૂલ્યવાન સેવાનો બદલો કોનાથી વાળી શકાય એમ છે ? બાળક ઉદરમાં હોય ત્યારથી માંડીને એ મોટું ને સમજણું થાય ત્યાં સુધીમાં, અનેક કષ્ટો વેઠનાર અને પોતાના શરીર-સુખના ભોગે પોતાના બાળકની માવજત કરનાર

માતાને જો ઈશ્વરે પેદા  જ ના કરી હોય તો આપણું શું થાત ?  સાચે જ, જગતમાં સૌ સગાસ્નેહીજનો વચ્ચે માતાની ત્યાગનીમૂર્તિ, બલિદાનનીમૂર્તિ,સૌજન્યનીમૂર્તિ અને પ્રેમ/ત્યાગનીમૂર્તિ પૂનમના ચાંદ જેવી ઝળહળે છે.

     કવિ પ્રેમાનંદે સાચુ જ કહ્યું છે કે,

ગોળ વિના મોળો કંસાર,માતા વિના સૂનો સંસાર.

એ પંક્તિ સાર્થક કરતી માતા સંતાનની માત્ર જન્મદાત્રી જ નથી, એમનું જીવની પેઠે જતન  કરનારી જનેતા ને સંસ્કારધાત્રી પણ છે. માતા એ સંતાનના જીવન અજવાળાનો અવતાર પણછે.માટે એમ પણ કહેવાયું છે કે 

 ઘોડે ચડતો બાપ મરજો પણ દરણાં દરતી મા ન મરજો.

             આખા જગતનો આધાર માતાની આગળી છે.એની આંગળીમાં કવિ હરીન્દ્ર દવે કહે છે  તેમ અભય છે. સામે વાઘ આવીને ઊભો હોય પણ દીકરાએ જો માની આંગળી ઝાલી હશે તો  એને બીક નહી લાગે ! એની આંગળી નિર્ભય છે.

મ-૪      મ-૫         માશબ્દ જ મમતાથી ભરેલો છે. પશુ હોય કે પક્ષી હોય માતાનો પ્રેમ એનાપોતાનાં બચ્ચાં માટે અપાર હશે, ગાય પોતાના વાછરડાંને, કૂતરી પોતાનાં ગલૂડિયાંને. ચકલી પોતાનાં બચ્ચાંને,વાદરી પોતાનાં બચ્ચાને પ્રેમસ્નેહ કરતાં થાકતી નથી.કેવાં સાચવે છે,ચાટે છે અને ખવડાવે છે. અબોલા પ્રાણીમાં જો આટલી માયા ને લાગણી હોય તો માનવ-માતાની તો વાતા જ શી કરવી ?

મા તે માબીજા બધા વગડાના વા.

     જગતમાં દરેક મહાન પુરુષોના જીવન ઘડતરમાં તેમની માતાનો ફાળો અનન્ય અને અનમોલ રહ્યો છે. તે બાળકની પ્રેરણાદાત્રીની છે. નેપોલિયન જેવાને કહેવું પડેલું કે,

એકમાતા એ સૌ શિક્ષકની ગરજ સારે છે.

માતા સંતાનના ચારિત્ર્યનું ઘડતર કરે છે,તે થકી  સમાજનું અને રાષ્ટ્રનું ઘડતર થાય છે.

જે કર ઝૂલાવે પારણું, તે જગ પર શાસન કરે

   વનરાજને ગુણસુંદરીએ,સિદ્ધરાજને મિનલદેવીએ,શિવાજીને જીજીબાઇએ, સરદાર વલ્લભભાઇને લાડબાએ અને ગાંધીજીને પૂતળીબાઇ એ જે સંસ્કારનું સિંચન કર્યું  છે તે કોઇથી  અજાણ્યું નથી ! 


  મ-૩ દુઃખો વેઠીને,પેટે પાટાબાંધીને,પોતાનાં જીવનનું જતન કરીને,રાત-દિવસપુત્રના  હિત અને કલ્યાણનો જ વિચાર કરનારી માતાને ઘડપણમાં જો પુત્ર તરફથી પ્રેમને બદલે    તિરસ્કાર,સહારાને બદલે અપમાન. અને મદદને બદલે કુવચનો સાંભળવા મળે તો એ પુત્રને  પુત્ર કહેવો કે પથ્થર ?

                છતાં માતાના મુખમાંથી સંતાન માટે ખમ્મા મારા દિકરા એ વેણ સરી જ પડે.   કવિએ કહ્યું છે કે,

છોરું કછોરું થાય પણ માતા કુમાતા ન થાય.

ધન્ય છે મા તને !

અર્પી દઉં સો જન્મ એવડું મા,તું જ લહેણું

- કવિ મલબારી

માતાના ઋણને ચૂકવવા જન્મો ના જન્મો જતાં રહે તો પણ આપણે તેને પૂર્ણ કરી શકવાના નથીનથી….ને….નથી.

માતાના ચરણ તળે જ સ્વર્ગ છે કુરાનમાં કહ્યું છે.

 માતૃપ્રેમ પર અનેક નામિ-અનામિ કવિઓ અને લેખકોની ઉક્તિઓ સાહિત્યમાં લખાઇ છે.

(૧) માતાએ માતૃવાત્સલ્યની મીઠી વીરડી છે.

(૨) માતાએ બાળકના જીવનનું સર્વોત્તમ અમી છે.

(૩) માતાએ મમતાની અને ત્યાગની મૂર્તિ ,સહાનૂભુતિની દેવી છે.

(૪) ભૂલો ભલે બીજૂ બધુ માબાપને ભૂલશો નહી.

(૫) એક ત્રજવામાં માને બેસાડો બીજા ત્રાજવામાં આખી દુનીયાને મૂકો છતાં માનું પલ્લુ નમતુ રહે છે.

(૬) ભાઇ મરે ભવ હારી એ,બેની મરે દશ જાય.

(૭) જેના નાનપણમાં મવતર મરે એના ચારે દિશાના વાયરા વાય.

(૮) તુ કિતની અચ્છી હૈ.. તુ કિતની ભોલી હૈ..  ઓ મા..મા તું ભગવાનથી ઉપર છે.

(૯)  મા તારું  મેઝીક સૌથી અલગ છે.

(૧૦) પ્રેમની ગંગા આસું બની આંખમાંથી  ટપકે છે;તો કયારેક ધાવણ બનીને માતાનાં હૃદયમાંથી ટપકે છે.

(૧૧) જનનીના હૈયામાં પોઢતાં પોઢતાં પીધો કસુંબીનો રંગ.

(૧૨) જનની જન્મભૂમિ ચ સ્વર્ગાદપિ ગિયસે .

(૧૩) હેન્ડ ધેટ રોક ધ ફેટલ રૂરલ ધવલ.

(૧૪) જેકર ઝૂલાવે પારણું તે જગ પર શાસન કરે.

(૧૫) મધર ઇઝ નેક્ષટ ગોડ (માતાએ બીજો ભગવાન છે. )   

[http://gnansarita.wordpress.com/ માંથી સાભાર]

            




Posted By: http://web-sarita.blogspot.com/

Contact Us

Name

Email *

Message *

 

Latest post

About Us

Recent Comment

Copyright © . WebSarita. All Rights Reserved.
Designed by :-Way2themes
Powered By: © Mr. Mukesh Merai. All Rights Reserved.