પ્રકૃત્તિનો નિયમ છે કે સ્ત્રી પુરુષના સંયોગથી જ સંતાનનો જન્મ થાય છે. આ નિયમ મોટેભાગે તમામ જીવો અને જંતુઓમાં પણ જોવા મળે છે. શાસ્ત્રોમાં આ વિશે જે કથાઓ મળે છે તેમાં સૃષ્ટિનો આરંભ બ્રહ્માજી યોગબળથી કરતા હતા પણ તેમને તે ક્રિયામાં ખુબ જ સમય લાગતો હતો. બ્રહ્માજીએ ભગવાન શિવજીની તપશ્રર્યા કરીને પ્રાર્થના કરી કે સૃષ્ટિના વિકાસ માટેનો બીજો રસ્તો કાઢો. ભગવાન બ્રહ્માના તપથી પ્રસન્ન થયા અને પોતે અર્ધનારીશ્વરના રૂપમાં પ્રગટ થયા. તે પછી સ્ત્રી પુરષના મૈથુનથી સૃષ્ટિનો પ્રારંભ થયો. પણ આજે આપણે એ વિશે વાત કરીશું કે જે સૃષ્ટિના નિયમોથી વિરુધ્ધ શક્ય બન્યું. સ્ત્રી-પુરષના સંયોગ વગર જ એક બાલિકાનો જન્મ થયો. તે બાલિકાને જન્મ એક માછલીએ આપ્યો. આપણે જેની વાત કરી રહ્યાં છીએ તે છે ભિષ્મ પિતામહની અપર મા સત્યવતીની છે. તે મત્સ્યકન્યા તરીકે ઓળખાતી હતી. તેનો જન્મ કેવી રીતે થયો તે બહુ જ રસપ્રદ છે. રાજા સુધન્વા એક વખત શિકાર પર ગયા હતા. પાછળથી તેમની પત્ની રજસ્વલા થઈ અને તેને ગર્ભધારણ કરવાની પ્રબળ ઈચ્છા થઈ આવી. રાણીએ એક શિકારી પક્ષી ગ્વારા રાજાને પોતાનો સંદેશો મોકલી આપ્યો. રાજાએ જવાબમાં એક પાત્રમાં પોતાનું વિર્ય આપીને રાણીને પહોંચાડવા પક્ષીને આપ્યું. માર્ગમાં અન્ય શિકારી પક્ષી મળી જતા બંને પક્ષીઓ વચ્ચે યુધ્ધ શરૂ થઈ ગયું. દરમિયાન પક્ષી પાસેથી વીર્યપાત્ર છૂટી જતા યમુના નદીમાં પડ્યું. તે સમયે બ્રહ્માજીના શ્રાપથી એક અપ્સરા યમુના નદીમાં રહેતી હતી. તેણે તે વીર્ય ગ્રહણ કરી લીધું. તેનાથી તે ગર્ભવતી થઈ. ગર્ભકાળ પૂરો થવા આપ્યો ત્યારે તે એક માછીમારની નેટમાં ફસાઈ ગઈ. તે માછલી અલગ પ્રકારની અને વિશાળ હતી તેથી તેને રાજદરબારમાં લઈ જવામાં આવી. રાજા સુધન્વાએ તેનું પેટ ચીરવા આદેશ આપ્યો ત્યારે તેમાંથી એક બાળક અને એક કન્યા પ્રાપ્ત થઈ. રાજા સુધન્વાએ બાળકને પોતાની પાસે રાખી લીધો જ્યારે કન્યાના શરીરમાંથી માછલીની ગંધ આવતી હોવાથી તેને માછીમારને સોંપવામાં આવી. ત્યારથી તે કન્યાનું નામ મત્સ્યગંધા પડી ગયું. માછીમારે કન્યા મોટી થતાં તેનું સૌંદર્ય ખિલવા લાગ્યું. માછીમારે તેને યાત્રિકોને હોડીમાં યમુના પાર કરાવવાના કાર્યમાં લગાડી દીધી. એક દિવસ ઋષિ પરાશર યમુના પાર કરવા મત્સ્યગંધાની હોડીમાં બેઠા. તેનાથી તે મોહિત થઈ ઉઠ્યા. તેમણે મત્સ્યગંધા સમક્ષ પોતાના પ્રેમનો એકરાર કર્યો અને તેનાથી સંતાન ઉતપન્ન કરવાની વાત કરી. ત્યારે કન્યાએ ના પાડી દીધી કે આપણુ મિલન કેવી રીતે શક્ય છે? તેનાથી મારું કૌમાર્યભંગ થશે. ત્યારે ઋષિએ તેને વચન આપ્યું કે સંતાન ઉતપન્ન કર્યા પછી પણ કુંવારી જ રહેશે. અને તેના શીરમાંથી આવતી ગંધ પણ ચાલી જશે. ત્યારે તે તૈયાર થઈ. ઋષિએ પોતાના તપોબળથી ઘનઘોર ઘુમ્મસ સર્જી દીધું અને મત્સ્યગંધા સાથે મિલન કર્યું. તેમના મિલનને પરિણામે મહર્ષિ વ્યાસનો જન્મ થયો. તેના શરીરમાંથી આવતી ગંધ ચાલી ગઈ અને સુગંધ પ્રસરવા લાગી. ત્યારથી તેનું નામ ગંધા અને સત્યવતી પડ્યું. અંતે તે રાજા શાંતનું સાથે લગ્ન કરીને કુરુવંશની રાજરાણી બની. [ http://www.sandesh.com/article.aspx?newsid=3073307 માંથી સાભાર ] | |
Like the Post? Share with your Friends:-
0 comments:
POST A COMMENT